________________
‘તમે આજે કાન ખોલીને સાંભળી લો’
‘દોસ્ત ! એક વાતની તારી પાસે માફી માગવી છે’
શેની?” ‘તારી ગેરહાજરીમાં...'
છેલ્લા એક મહિનાથી હું તમને રોજ યાદ કરાવી રહી છું કે મારા માટે એક સરસ સાડી લેતા આવજો પણ તમે હજી સુધી મને સાડી લાવી આપી નથી. જો આજે પણ તમે સાડી નથી લાવ્યા તો...'
તો શું?” તો હું મારા પિયર ચાલી જઈશ’
એક કામ કરીશ?”
પિયર જઈને તું પાછી આવે ત્યારે મારા માટે એક સ્યુટનું સરસ કપડું લઈ આવજે.'
‘તારા નામે આવેલ ભાભીનું કવર મેં ભૂલમાં ફોડી નાખ્યું છે. અલબત્ત, એમાં રહેલ કાગળ મેં વાંચ્યો નથી પણ મારે એ કવર ફોડવા જેવું તો નહોતું જ ને?”
ક્યાં છે એ કવર ?”
આ રહ્યું
લે, વાંચી લે એમાંનો કાગળ.’ અને મિત્રે એ કાગળ હાથમાં લઈને જોયો તો એ સ્તબ્ધ થઈ ગયો. કાગળ બિલકુલ કોરો હતો.
‘આ કાગળ તો સાવ કોરો જ છે!” કોરો જ હોય ને! તારી ભાભીને અને મારે છેલ્લા એક વરસથી આમેય બોલવા વ્યવહાર છે જ ક્યાં ?”
મનને આમ તો રાક્ષસ, દાવાનળ, દૈત્ય, વાવાઝોડું , ભૂકંપ, પ્રલય વગેરે જાતજાતની ઉપમાઓ આપવામાં આવી છે પણ એને સૌથી વધુ માફક આવે એવી કોઈ ઉપમા હોય તો એ ઉપમા છે ‘સ્મશાન'ની.
સ્મશાનમાં તમે લાખો શબોના અગ્નિસંસ્કાર કરી નાખો. એ કાયમ ભૂખ્યું અને અતૃપ્ત જ રહેવાનું. બીજાં કરોડો શબીના અગ્નિસંસ્કાર કરી નાખ્યા પછી ય એની હાલતમાં કોઈ જ સુધારો નહીં થવાનો.
બસ,
મનને તમે આપી દો ચક્રવર્તીનું સામ્રાજ્ય, અબજોની સંપત્તિ કે કરોડો સ્ત્રીઓ. એ કાયમ માટે ભૂખ્યું અને અતૃપ્ત જ રહેવાનું. જો તમે એની સલાહના આધારે જીવન જીવવા ગયા તો નિશ્ચિત સમજી રાખજો કે એ તમારા જીવનને નરક બનાવીને જ રહેશે. જીવનને સ્વર્ગ બનાવવાનો એક જ વિકલ્પ છે. મનની માંગને પૂરી કરવાની ના પાડી દો.
અહંની એક ખાસિયત ખ્યાલમાં છે? એ દુઃખી થવા તૈયાર રહે છે પણ ઝૂકી જવા તૈયાર નથી રહેતો. જાતને કેન્દ્રમાં રાખીને એ દુશ્મનો વધારતો રહે છે પણ મિત્રો વધારતા રહેવા એ પરિધિ પર ઊભો રહી જવા તૈયાર નથી થતો.
યાદ રાખજો .
અહંનું મૂળ પોત તો લીંબુનું છે. સંબંધના દૂધમાં દાખલ થતો રહીને એ સંબંધને ફાડતો જ રહે છે. સંબંધમાં ખટાશ પેદાશ કરતો રહીને સંબંધને એ બેસ્વાદ બનાવતો જ રહે છે. સબંધની વચ્ચે ઊભો રહીને સંબંધીને એ ભયભીત બનાવતો રહે છે.
- સાચે જ જીવનમાં મિત્રભાવ, પ્રેમભાવ અને ક્ષમાભાવની પ્રતિષ્ઠા થયેલી જ રહે એવું ઇચ્છો છો ? તો અહંભાવને મનમાં સ્થાન આપવાની ના જ પાડી દો.