________________
‘તું રડે છે કેમ ?’ મને શિક્ષકે લાફો માર્યો' ‘તોફાન કર્યું હશે’
‘ના’
‘લેસનમાં ગરબડ કરી હશે'
‘ના’
‘ચાલુ કલાસમાં વાતો કરી હશે’
‘ના’ ‘તો ?’
‘કાંઈ જ નહોતું કર્યું” અને તોય તને લાફો માર્યો ?'
‘હા. પાછલી પાટલી પર ચાલુ ક્લાસમાં શાંતિથી સૂઈ ગયો હતો અને શિક્ષકે મને જગાડીને લાફો લગાવી દીધો' ચિન્ટુએ પપ્પાને રડતાં રડતાં જવાબ આપ્યો.
ઇમારતની મજબૂતાઈનો આધાર પાયો છે. એ જ જો કાચો છે તો ઇમારતની સ્થિરતા સો ટકા જોખમમાં જ છે. સંપૂર્ણ જીવનની મજબૂતાઈનો આધાર બચપન છે. એ વયમાં બાળકને જો ન મળ્યા સુંદર સંસ્કારો, જો ન મળ્યું સુંદર વાતાવરણ, ન મળ્યું જો સમ્યક્ શિક્ષણ તો એનું આખું જીવન રહી જાય બોદું, બની જાય બેકાર અને ચડી જાય ગલત રવાડે !
હિન્દુસ્તાનના કોઈ પણ શહેર કે ગામડાંમાં તમે ચાલ્યા જાઓ. કોઈ પણ સ્કૂલની મુલાકાત લઈ જુઓ. તમને એક દશ્ય અચૂક જોવા મળશે. શિક્ષકો ગંભીરતાથી અને પ્રસન્નતાથી ભણાવતા નથી. બાળકો આનંદથી અને ઉલ્લાસથી ભણતા નથી. અતિ
મહત્ત્વની કહી શકાય એવી ‘બાલ્યવય’ કલ્પનાતીત હદે છેતરાઈ રહી છે, ગુમરાહ બની
રહી છે.
Fe
“બેટા ! એક ખુશખબર’ ‘શું છે ?’
પરીક્ષા નજીક આવે છે ને ?’
‘ધ’
‘આ વખતે પરીક્ષામં તું જો પ્રથમ નંબરે પાસ થઈ જઈશ તો હું તને ભેટમાં સ્કૂટર આપીશ.'
અને પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે બાપને ખબર પડી કે ચિન્ટુ પરીક્ષામાં નાપાસ જ થયો હતો.
બેટા ! આ શું ?’ ‘પપ્પા ! હું શું કરું ?’
‘પણ પરીક્ષા આવતા પહેલાં તું કરતો શું હતો ?’ “પપ્પા ! સ્કૂટર ચલાવવાનું શીખતો હતો.'
મનની આ જ તો પ્રકૃતિ છે. એને પરિણામનું જબરદસ્ત આકર્ષણ છે પણ એ પરિણામ સુધી પહોંચાડનાર પ્રક્રિયા પ્રત્યે એ ઘોર ઉદાસીન છે. એને લ્પનાતીત હદે સફળતા ગમે છે પણ જે માર્ગ પર પસાર થયા બાદ જ સફળતા મળે છે એ માર્ગ પર કદમ મૂકવાની બાબતમાં એ કાયમ માટે ગલ્લાં-તલ્લાં જ કર્યા કરતું હોય છે.
કહેવું હોય તો એમ કહી શકાય કે સાધના કર્યા વિના જ સિદ્ધિ મેળવી લેવાના અભરખામાં એ રાચતું હોય છે, મૂલ્ય ચૂકવ્યા વિના જ માલ મેળવી લેવાના અરમાનો એ પોતાના પેટમાં સંઘરીને બેઠું હોય છે.
આ વૃત્તિનું પરિણામ એ આવે છે કે સફળતા મેળવી લેવા મન ગમે તે રસ્તે, ગમે તેવા માધ્યમે, ગમે તે રીતે, ગમે તે કાર્ય કરી લેવા તૈયાર રહેતું હોય છે. આ મનઃસ્થિતિમાં મૂલ્યપ્રતિષ્ઠા ટકી રહે કે થતી રહે એ શક્ય જ ક્યાં છે?
૩૦