________________
“વગર ટિકિટે મુસાફરી કરવા બદલ તમારે દંડ ભરવો જ પડશે.’
‘નહીં ભરું’
‘તો જેલમાં જવું પડશે’
‘નહીં જાઉ’
“આ ગાડી તમારા પરમ પૂજ્ય પિતાશ્રીની નથી એ તો તમારા ખ્યાલમાં છે ને ?’ ‘તમને ટ્રેનમાં મુકાયેલ બોર્ડ પરનું લખાણ યાદ તો છે ને ?” ‘શું લખાયું છે ?’
‘રેલવે એ તમારી પોતાની જ સંપત્તિ છે. છૂટથી એનો ઉપયોગ કરો’ બસ, આ બોર્ડને અનુસારે જ તો મેં ટિકિટ લીધા વિના મુસાફરી કરી છે.’
ભલે ને ગુંડાના હાથમાં એ જ છરી છે કે જે છરીથી ડૉક્ટરે ઑપરેશન થિયેટરમાં ઓછામાં ઓછા ૫૦ દર્દીઓને મોતના મુખમાં હોમાઈ જતા બચાવી લીધા છે; પરંતુ એ જ છરી દ્વારા ગુંડાએ ૫૦ માણસોને મોતને ઘાટ ઉતારી દીધા. છરી બિચારી શું કરે ?
લખાણ ભલે ને તમે એકદમ સરસ કર્યું છે પણ એનું અર્થઘટન કરનારું મન જો વક્ર છે તો એ એવું અર્થઘટન કરી બેસશે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય અને આનાથી વિપરીત, મન જો સરળ છે અને સરસ છે તો લખાણ ભલે ને એકવાર વિચિત્ર પણ છે, મન એનું એવું સુંદર અર્થઘટન કરી બેસશે કે તમે ખુદ અચંબામાં પડી જશો.
બે જ કામ કરો. નંબર એક ઃ મનને બરાબર સમજી લો. અને નંબર બે : મનને બરાબર સમજી લીધા પછી એને સમ્યક્ સમજ આપી દો. જીવન સલામત રહી જશે.
૭૩
“એક દિવસમાં તે કેટલી ભૂલો કરી છે એનો તને કોઈ ખ્યાલ છે ખરો ?’ નોકરને શેઠે ખખડાવ્યો.
‘ના’
‘યાદ કરાવું ?’
‘હા’
‘લોન્ડ્રીમાંથી કપડાં ન લાવ્યો’
બરાબર’ ‘મારા બૂટ ઠેકાણે ન મૂક્યા' બરાબર’
‘હવે આજે એક પણ ભૂલ તેં કરી છે તો તારા પગારમાંથી ૧૦ રૂપિયા કાપી
લઈશ.’
બરાબર'
“અરે, તે મારા પેન્ટના ખીસામાંથી ૫૦૦ રૂપિયા ઉઠાવ્યા ?’ રાતના શેઠે નોકરને ધમકાવ્યો.
‘શેઠ, ભૂલ થઈ ગઈ. ૧૦ રૂપિયા પગારમાંથી કાપી નાખો’ નોકરે હસતાં હસતાં જવાબ આપ્યો.
દૂધમાં નાખો તમે મેળવણ, એ દહીંમાં રૂપાંતરિત થઈ જાય. દૂધમાં નાખો તમે પાણી, એ પાતળું બની જાય, દૂધમાં તમે નાખો લીંબુનાં ટીપાં, એ ફાટી જાય.
સ,
મન બિલકુલ આ દૂધ જેવું છે. એને જામી જતાં પણ વાર નહીં તો ફાટી જતાં પણ વાર નહીં. અર્થનો અનર્થ કરતાં પણ એને વાર નહીં અને અનર્થનું અર્થમાં રૂપાંતરણ કરતાં પણ એને વાર નહીં. એ સીધું બોલેલાનું ઊંધું ય કરી બતાવે તો ઊંધું બોલેલાનું સીધું ય કરી બતાવે.
આવા અતિ વિચિત્ર, વિષમ અને વિશિષ્ટ મન સાથે સાચવીને કામ લેતાં જેને ન આવડે એ રાક્ષસ પણ બની જાય અને કામ લેતાં આવડે એ પરમાત્મા પણ બની જાય !
૭૪