________________
લગ્ન જીવનનો તમારો અનુભવ?” ‘લગ્ન પહેલાં હું સિંહ હતો.'
અને અત્યારે ?” અત્યારે પણ સિંહ જ છું'
તો પછી ફેર ક્યાં પડ્યો ?” ‘એ જ કહું છું હું તમને. લગ્ન પહેલાં હું સિંહ હતો પણ જંગલનો. જયારે અત્યારે હું સિંહ જરૂર છું પણ જંગલનો નહીં પણ સરકસનો !
ઘરમાં પતિ જયારે પણ આવે, ઑફિસ વગેરેનાં કામોમાં વ્યસ્ત થઈ જાય. જરાક સમય મળે એટલે સોફાસેટ પર બેસીને આરામ કરે પણ એને શાંતિથી બેઠેલો જોઈને એની પત્ની એની સામે આવીને ગોઠવાઈ જાય.
આશ્ચર્ય એ સર્જાય કે પત્નીને સામે જ બેઠેલી જોઈને પતિ કોક ને કોક ચોપડી વાંચવાનું શરૂ કરી દે. એક વાર આવું બનતાની સાથે જ પત્નીએ હાથમાં ભગવાનનો ફોટો લઈને પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું.
શેની પ્રાર્થના કરે છે ?” પતિએ પૂછ્યું, હે ભગવાન ! આવતા જનમમાં તું મને ચોપડી બનાવજે.' પત્નીનો આ જવાબ સાંભળીને પતિ પણ પ્રાર્થનામાં બેસી ગયો.
‘તમે શેની પ્રાર્થના કરો છો ?” ‘તને ભગવાન કદાચ ચોપડી બનાવે તો ય પંચાંગ જ બનાવે એની !” પતિએ જવાબ આપ્યો.
સિગરેટના પાકીટને ખીસામાં લઈને ફરનારો ભલે એમ માનતો હોય કે હું સિગરેટનો માલિક છું પણ હકીકતમાં એ સિગરેટનો ગુલામ જ હોય છે. કરોડોની સંપ માં આળોટનારો ભલે પોતાની જાતને સંપત્તિનો માલિક માનતો હોય પણ હકીકતમાં એ લોભનો ગુલામ જ હોય છે. બસ એ જ ન્યાયે લાખો રૂપિયાનો ખર્ચ કરીને લગ્ન ભલે ને ધામધૂમથી ઊજવ્યા હોય અને પોતાની જાતને પત્નીના માલિક માનતો હોય પણ હકીકતમાં તો એ વાસનાનો ગુલામ જ હોય છે.
આશ્ચર્ય પેદા કરે એવું આ ગણિત છે. બહારથી તમને એમ લાગે કે તે-તે ચીજોનો અને તેતે વ્યક્તિઓનો હું માલિક છું પણ હકીકત એ હોય કે અંદરથી તે-તે ચીજોના અને તે-તે વ્યક્તિઓના તમે ગુલામ જ હો.
આનો તાત્પર્યાર્થ?
આ જ કે ભોગ તમને ગુલામ જ બનાવે છે. સાચે જ જો તમે માલિક બનવા માગો છો તો ત્યાગનો માર્ગ અપનાવી લેવા સિવાય તમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ બચતો નથી. વાસ્તવિકતા આ હોવા છતાં કરુણતા એ છે કે ગુલામ બનવાના માર્ગ પર ભીડનો કોઈ પાર નથી જ્યારે માલિક બનાવતા માર્ગ પર કો'ક એકલદોકલ વ્યક્તિ જ જોવા મળે છે.
રાગની જ જ્યાં બોલબાલા હોય છે ત્યાં સ્થિરતા સર્વથા અસંભિવત હોય છે. માત્ર શરીરનું જ જ્યાં આકર્ષણ હોય છે ત્યાં સ્થિર પ્રસન્નતા ગાયબ જ હોય છે. કારણ? રાગ કરનારું મન ચંચળ છે અને રાગના કેન્દ્રમાં રહેતો પદાર્થ ક્ષણભંગુર છે.
મેઘધનુષ્યના રંગો સાથેની દોસ્તીમાં આખરે તો પસ્તાવાનું જ હોય છે ને ? પર્ણ પર મોતી જેવા દેખાતા ઝાકળના બિંદુ સાથેના આકર્ષણમાં આખરે તો રડવાનું જ હોય છે ને ? પળે પળે ઘસાતા રહેતા અને મોત તરફ ધકેલાતા રહેતા શરીર પ્રત્યેના મનના ખેંચાણમાં આખરે તો હાથ જ ઘસતા રહેવાનું છે આ વાસ્તવિકતા જેટલી વહેલી સમજાઈ જાય એટલી પ્રસન્નતા અકબંધ રહેવાની શક્યતા વધી જવાની છે.