________________
મને એમ લાગે છે કે મારા ઘરમાં કોક ઉપદ્રવી તત્ત્વનો પ્રવેશ થઈ ગયો છે' કનુએ મનુને કહ્યું.
શેના આધારે તું આ કહે છે ?” ઘરની કોઈ પણ ચીજને હું અડું છું, મને દર્દ જ થાય છે’
“એટલે ?” ‘ટેબલને અડું છું, વેદના થાય છે. કબાટમાં રહેલ કપડાંને અડું છું, વેદના થાય છે. ખુરશીને અડું છું, દર્દ થાય છે. ઉપદ્રવી તત્ત્વની હાજરી વિના આવું બને જ શી રીતે ?”
એક કામ કર. મારી સાથે ચાલ’ એમ કહીને મનુ કનુને હૉસ્પિટલમાં લઈ ગયો. આંગળીનો ફોટો પડાવ્યો અનેરિપોર્ટ આવ્યો કે “આંગળીના હાડકામાં તિરાડ પડી ગઈ છે !'
સૈન્યમાં ભરતી થવા માટે એક યુવકે “ઇન્ટર-લૂ’ આપવા માટે લશ્કરના અફસર સમક્ષ હાજર થયો. અફસરે એને કેટલાક પ્રશ્નો પૂછડ્યા બાદ લશ્કરી ડૉક્ટર પાસે શારીરિક તપાસ અર્થે મોકલ્યો.
આંખ?” બધું જ બરાબર દેખાય છે'
‘કાન ?” ‘એકદમ વ્યવસ્થિત સંભળાય છે”
“છાતી ?”
એકદમ મજબૂત છે” ડૉક્ટરે એ બધું ય ચેક કરી લીધા બાદ કહ્યું,
‘તમારી પીઠ બતાવો”
એ નહીં બતાવું'
પણ કેમ?” એ તો હું યુદ્ધમાં જ બતાડીશ’
મનની આ જ તો બદમાશી છે. નબળું કાંઈ પણ બને છે, જવાબદારી એ બીજા પર થોપી દેતા પળનો ય વિલંબ નથી કરતું. બહાનાંઓ શોધવા અને ઊભા કરવા એ પળની ય રાહ નથી જોતું.
‘તાવ આવી ગયો ?’ ‘હા, મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે' મન પાસે આ જવાબ તૈયાર જ હોય છે. ‘ધંધામાં અનીતિ કરો છો ?’ ‘સરકારી કાયદાઓ જ એવા છે કે અનીતિ કર્યા વિના ચાલે જ નહીં’ મન પાસે આ બહાનું તૈયાર જ હોય છે ‘રાત્રિભોજન રોજ કરો છો ?’ ‘શું કરું ? ધંધા જ એવા થઈ ગયા છે” મન પાસે આ રોકડો જવાબ હોય છે. ‘ટી.વી. હજી છોડી શક્તા નથી ?' ‘આ જમાનામાં ટી.વી. કોણ નથી જોતું?' મન ફટાક કરતું જવાબ આપી દે છે.
યાદ રાખજો , બહાનું એ તો જૂઠ માટેનું રક્ષાકવચ છે. જ્યાં સુધી મન બહાનાંઓ રજૂ કરતું રહેશે ત્યાં સુધી જીવનમાં પાપ-જૂઠ અને ભૂલની ત્રિપુટી જીવતી જ રહેશે.
મનની આ જ તો બદમાશી કહો તો બદમાશી અને કમજોરી કહો તો કમજોરી છે. વાત એ આસમાનની કર્યા કરે છે અને ધરતી પર ચાલવા એ તૈયાર થતું નથી. પરાકાષ્ટાની સાધનાની એ ગુલબાંગો ફેંક્યા કરે છે અને સંકલ્પના નામે એ તસુભાર પણ આગળ વધવા તૈયાર રહેતું નથી. મંજિલે પહોંચવાના એના અભરખા ભારે હોય છે અને માર્ગ પર કદમ મૂકતા એનું પાણી ઊતરી જતું હોય છે.
બાહ્ય યુદ્ધમાં પણ શત્રુઓને પીઠ બતાવનારો જો વિજેતા બની શકતો નથી તો આત્યંતર યુદ્ધમાં તો સંકલ્પહીન મનવાળો વિજેતા ન જ બની શકતો હોય તો એમાં આશ્ચર્ય શું છે?
યાદ રાખજો, ઉત્સાહ અદમ્ય અને સંકલ્પ દેઢ. સાધનામાર્ગના આ બે પાટા પર ચાલતી જીવનની ગાડી જ મંજિલે પહોંચી શકે છે.
૪૩