________________
‘બેટા ! મારી એક વાત સાંભળીશ ?’
‘બોલો’
‘બિલ ગેટ્સનું નામ તો...’
‘મેં સાંભળ્યું છે’ ‘તારી ઉંમરે એ પરીક્ષામાં.’
પ્રથમ નંબરે પાસ થતો હતો એ જ કહેવું છે ને તમારે ?’
‘હા’
પપ્પા ! મારી એક વાત સાંભળશો ?’
‘બોલ’ નું નામ તો તમે...'
હિટલરનું ન
‘સાંભળ્યું છે’ ‘તમારી ઉંમરે એ....’
‘શું કર્યું હતું ?’
‘તમને ખબર નથી ?'
‘ના’ ‘આપઘાત કરી લીધો હતો !'
હા. આ એ યુગ ચાલે છે જ્યાં સમર્પણને ‘ગુલામી’નું લેબલ મળી રહ્યું છે અને સ્વચ્છંદતાને ‘સ્વતંત્રતા’નું ગૌરવ મળી રહ્યું છે. અહીં નિર્મળ શ્રદ્ધાને ‘અંધશ્રદ્ધા'ની ગાળ દેવાઈ રહી છે અને કુતર્કને ‘હોશિયારી’નું બિરુદ મળી રહ્યું છે. અહીં પવિત્રતમ મર્યાદા ‘બંધન’ના નામે વગોવાઈ રહી છે અને ‘સૌંદર્ય'નું બિરૂદ પામીને સ્વેચ્છાચાર મર્દાનગીપૂર્વક સર્વત્ર સત્કાર પામી રહ્યો છે.
કલ્પના કરો. ઝેરને અમૃતનું ગૌરવ મળી જાય અને હીરાને ‘કાચના ટુકડા’ની ઓળખ મળી જાય એ કાળમાં સજ્જનોને અને શિષ્ટ પુરુષોને પ્રસન્નતાપૂર્વક જીવવું કેટલું બધું કપરું બની રહેતું હશે !
૫
“પપ્પા ! એક પ્રશ્ન છે’
‘પૂછ’ સ્કૂલમાં આજે શિક્ષકે એક પ્રશ્ન પૂછ્યો છે. આવતી કાલે મારે એનો જવાબ આપવાનો છે.’
‘શું પૂછ્યું છે ?’ ‘તમને આવડશે ?’
‘પહેલાં પ્રશ્ન તો કહે’ ‘હિમાલય છે ક્યાં ?’ ‘હિમાલય?’ ‘હા’
‘તારી મમ્મીને પૂછી જો. કઈ ચીજ ક્યાં હોય છે એની ખબર એને જ હોય છે.’ પપ્પાએ જવાબ આપ્યો.
ગતિ જેટલી તીવ્ર હોય છે, વસ્તુનું દર્શન એટલું સ્પષ્ટ થતું નથી એમ કહેવાય છે. લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારને હજી ટ્રેનની બંને બાજુ ઊગેલાં ઝાડ-પાન વ્યવસ્થિત દેખાતા હશે પણ ફ્રન્ટિયરમાં મુસાફરી કરનારને ? રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરનારને ? હેલિકૉપ્ટરમાં ઊડનારને ? વિમાનમાં જનારને ? રૉકેટમાં બેસનારને ? ઉત્તરોત્તર આજુબાજુનું કાં તો અસ્પષ્ટ દેખાય છે અને કાં તો દેખાતું સર્વથા બંધ થઈ જાય છે.
આ આખો ય યુગ ‘ગતિ'નો યુગ છે. અહીં ‘સ્થિરતા'નું કોઈ મૂલ્ય નથી કે ‘સ્થિરતા’નું કોઈ ગૌરવ નથી. પૈસા કમાઈ લેવા છે ને ? તમામ તાકાતને કામે લગાડીને દોડો. ભોગો ભોગવી લેવા છે ને ? દવાઓ ખાઈ-ખાઈને ય શરીરને સાંઢ જેવું બનાવેલું રાખો. દુનિયામાં નામ કમાઈ લેવું છે ને ? મા-બાપ, પત્ની-પુત્ર યાવત્ શરીરની પણ ઉપેક્ષા કરીને ભાગતા રહો. આ સ્થિતિમાં ‘હિમાલય'ની તો શી, પણ પોતાની ‘પેન’ ક્યાં છે, એની જાણકારી ય માણસને ન હોય તો આશ્ચર્ય ન થાય !