________________
મમ્મી ! ભગવાન ક્યાં રહે ?'
બધે જ ઘરમાં?'
‘બાથરૂમમાં ?”
‘હા’ ‘દીવાનખાનામાં ?”
બે મિત્રો હતા. એકની ચામડીનો રંગ ગોરો હતો જ્યારે બીજાની ચામડીનો રંગ કાળો હતો. ગોરો વાતવાતમાં કાળિયાનું અપમાન કરતો રહેતો હતો. ‘મારી સામે આકર્ષિત કોણ નથી થતું એ જો પ્રશ્ન છે તો તારી સામે જોવા કોણ તૈયાર થાય છે એ ય પ્રશ્ન છે.'
કાળિયાને એમ લાગ્યું કે એકવાર તો આ ગોરિયાને એનું સ્થાન બતાવી દેવું જ પડશે. અને એ મોકો એક વાર આવી જ ગયો. ગોરિયો કાળિયાની મશ્કરી કરી રહ્યો હતો અને એ વખતે કાળિયાએ ગોરિયાને કહ્યું.
એક વાત કરું?’ મારા શરીરના રંગનો એક અંશ પણ તારા મુખ પર આવી જાય તો તારું ગૌરવ વધી જાય એ તો સાચી વાત ને?'
મારા પેટમાં?”
‘તો મમ્મી, તું સાંભળી લે. પેટમાં રહેલ ભગવાન ચૉકલેટ માગી રહ્યા છે” બાબાએ મમ્મીને કહ્યું.
અને તારા શરીરના રંગનો એક અંશ પણ મારા મુખ પર આવી જાય તો મારું ગૌરવ ઘટી જાય એ વાત પણ સાચી જ છે ને?”
કાળિયાની આ વાત સાંભળીને ગોરિયો મૌન થઈ ગયો.
સ્વાર્થપુષ્ટિ' માટેની હોશિયારી આ જગતમાં કોની પાસે નથી હોતી એ પ્રશ્ન છે. દુષ્કાળ પડે છે, ઘાસનો વેપારી આનંદમાં આવી જાય છે. વાતાવરણમાં સુકાળ હોય છે, ખેડૂત રાજીનો રેડ થઈ જાય છે. ચોમાસાની ઋતુ આવે છે, ડૉક્ટરોને એનામાં ‘સિઝન'નાં દર્શન થાય છે. બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ થાય છે, શસ્ત્રોના સોદાગરોને એમાં ‘મલાઈ'નાં દર્શન થાય છે.
અણગમતી પત્નીનું મોત થઈ જાય છે, પતિદેવને દિવાળી લાગે છે. ગમતી પત્ની મરી જાય છે, પતિદેવ હોળીની વેદના અનુભવે છે. સંસાર પ્રતિકૂળ છે, યોગી પ્રસન્ન થઈ જાય છે. સંસાર અનુકૂળ રહે છે, ભોગી પાગલ પાગલ બની જાય છે. અંધકાર થઈ જાય છે, ચોર મનમાં ને મનમાં મલકાય છે. પ્રકાશ થઈ જાય છે, વેપારી આનંદમાં આવી જાય છે.
કહેવું હોય તો એમ કહી શકાય કે અહીં ‘સ્વ' સિવાય અને ‘સ્વાર્થ' સિવાય કોઈને કોઈના ય પર પ્રીતિ નથી.
સાગર ગંભીર છે તો ખારો પણ છે. નદી મીઠી છે તો છીછરી પણ છે. કોયલ મધુરકંઠી છે તો કાળી પણ છે. સૂર્ય ગરમ છે તો પ્રકાશક પણ છે. ગંગોત્રી નિર્મળ છે તો નાની પણ છે. ગંગા વિરાટ છે તો ગંદી પણ છે. મેઘધનુષ્ય આકર્ષક છે તો ક્ષણભંગુર પણ છે. સર્પ ખતરનાક છે તો એની ચામડી લીસી પણ છે. છોડ પર ગુલાબ છે તો સાથે કાંટા પણ છે. લીમડો કડવો છે તો ગુણકારી પણ છે. બસ, એ જ ન્યાયે સજ્જનમાં એકાદ દોષ પણ છે તો દુર્જનમાં એકાદ ગુણ પણ છે. અહીં કોઈએ અહંકારી બનવા જેવું પણ નથી તો લઘુતાગ્રંથિના શિકાર બનવા જેવું પણ નથી !