________________
‘તારા પતિ સાથે તું ફરવા ગઈ હોય અને તને દુઃખનો અનુભવ થયો હોય એવો પ્રસંગ તારા જીવનમાં બન્યો છે ખરો?' પિયર આવેલ પત્નીને એની બહેનપણીએ પૂછયું.
‘હા. એક વખત એવું બન્યું છે’
‘ક્યારે ?” પતિએ મને કહ્યું હતું કે હું આજે તારા પર ખુશ છું. તું કહે એ દુકાનમાં આપણે ખરીદી માટે જઈએ.’
“પછી?” એમને સાડીની દુકાનમાં લઈ ગઈ.” ‘એમણે તને સાડી ન અપાવી ?”
| ‘અપાવી ને?”
તો પછી દુઃખ શેનું થયું ?” સાડીને બદલે હું એમને ઝવેરાતની દુકાનમાં ન લઈ ગઈ એનું પત્નીએનિઃસાસો નાખતા જવાબ આપ્યો.
બહેન, તમારી સાથે આ કોણ છે?' ડૉક્ટરે પૂછ્યું,
મારા પતિ છે’ ‘એમને અહીં સાથે કેમ લાવ્યા છો ?”
કેમ શું વાંધો છે?' ‘તમને કદાચ ખ્યાલ ન હોય તો જણાવું કે આ સ્ત્રીઓના રોગો માટેનું જ દવાખાનું છે.'
મને એનો ખ્યાલ છે” ‘તોય તમે એમને સાથે લાવ્યા છો?”
કારણ?' સ્ત્રીઓમાં જે રોગ હોય છે પેટમાં કોઈ પણ વાત ન ટકવાનો’ એ રોગ એમને લાગુ પડ્યો છે.”
ઇચ્છાનું શરીર એટલું બધું મોટું છે કે આખી દુનિયાનાં કપડાંથી ય એ ઢંકાય તેવું નથી. વાસનાની આગ એવી વિકરાળ છે કે આખી દુનિયાની સામગ્રીના જળથી ય એ શાંત થાય તેવી નથી. ઇચ્છાનો ખાડો એટલો બધો ઊંડો છે કે જગત આખાની બધી જ સંપત્તિથી એ પુરાય તેવો નથી.
સાચે જ જીવનને પવિત્ર અને મનને પ્રસન્ન રાખવું છે? જીવો સાથેના કલેશથી અને મનના સંકલેશથી સાચે જ બચતા રહેવું છે ? અસંતોષ અને અતૃપ્તિની આગમાં મનને શેકાતું અટકાવવું છે?
એક જ કામ કરો. ઇચ્છાપૂર્તિના પ્રયાસો પર પૂર્ણવિરામ મૂકી દો. તૃષ્ણાની આજ્ઞા માનવાની મનને સ્પષ્ટ ના પાડી દો. તળિયા વિનાના વાસનાના ખપ્પરને શાંત કરવાના પાગલપનથી મનને મુક્ત કરી દો.
પેટમાં અન્ન કઈ રીતે ટકી જાય એની માણસ કાળજી ભલે કરતો હોય પરંતુ કોકના જીવન અંગે સાંભળેલી હલકી વાત, નબળી વાત, ગંદી વાત કે ખાનગી વાત વહેલામાં વહેલી તકે કોકને કહી દેવાની માણસની (કુ)ટેવનો તો કોઈ જોટો જડે તેમ નથી.
કરુણતા તો એ છે કે માણસ ક્યાંક સારું જુએ છે કે કોકના જીવન અંગે સારું સાંભળે છે તો એ વાત એ પોતાના પેટમાં જ રાખી મૂકે છે. પણ નબળું એણે જોયું નથી કે સાંભળ્યું નથી અને એ વાતને પ્રસારવાની ઉતાવળ એણે કરી નથી.
ગટરનું બંધ ઢાંકણું ખુલ્લું કરતો રહે અને અત્તરની ખુલ્લી રહેલ બાટલીનું ઢાંકણું બંધ કરતો રહે એવો માણસ જો સર્વત્ર અપ્રિય જ બનતો રહેતો હોય છે તો સારી વાતને દબાવતો રહે અને ગંદી વાતોને ફેલાવતો રહે એ માણસ અપ્રિય કદાચ નહીં પણ બનતો હોય તો ય અપાત્ર તો બનતો જ રહે છે.