Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 46
________________ ‘તારાં લગ્ન થઈ ગયા?” ‘સર ! તમને શું લાગે છે?” શેનું ?' આ વખતે હું પાસ થઈશ કે નહીં?” લાગવાનું શું છે? તારું પરિણામ તૈયાર...' થઈ જ ગયું છે ?' શું છે?” આપણી સ્કૂલનું ‘ગીનીઝ બુક’ માં નામ આવે એવું” એટલે ‘એકના એક વર્ગમાં તું અગિયારમી વખત નાપાસ થઈ રહ્યો છે... શિક્ષકે જવાબ આપ્યો. કેટલાં વરસ થયા?” “ચાર” ‘અનુભવ?" શેનો ?' તારી મમ્મી સાથે તું ૨૪/૨૪ વરસ સુધી રહ્યો. અને પત્ની સાથે તે ૪ વરસ ગાળ્યા. કાંઈ ફરક?” મામૂલી ફરક ખરો’ ‘શું?' ‘આપણને રડતા રડતા આ જગતમાં લાવે એ મમ્મી અને પછી આખી જિંદગી રોવડાવ્યા કરે એ પત્ની’ કનુએ જવાબ આપ્યો. ‘રમવાની ઉંમરે ભણવાનું અને ભણવાની ઉંમરે રખડવાનુ’ એ આજના જમાનાની તાસીર બની ગઈ છે. જે બાલ્યવયમાં બાબાના હાથમાં ગોટી-રમકડાં કે ગિલ્લી-દંડા પૂર્વના કાળમાં રહેતા હતા, આજના કાળે બાલ્યવયમાં એ બાબાને કયૂટર સામે બેસાડી દેવામાં આવ્યો છે. જે યુવાવયમાં પૂર્વના કાળે કિશોરો અને યુવકોના જીવનમાં શ્રમ-સંસ્કાર અને શિક્ષણની બોલબાલા હતી, આજના કાળે એ કિશોરો અને યુવકોના હાથમાં મોબાઇલ પકડાવી દેવામાં આવ્યા છે. સ્કૂલોમાં એમને જાતીય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કૉલેજોમાં એમને ચૂંટણી માટે ગુંડાગીરી કેવી કરવી પડે એનું વાતાવરણ આપવામાં આવી રહ્યું છે. શરીરનો કમજોર સમાજ માટે જો નકામો પુરવાર થાય છે તો બુદ્ધિનો વ્યભિચારી સમસ્ત જગત માટે ત્રાસદાયક પુરવાર થાય છે. આજના વિજ્ઞાને શરીરને સશક્ત રાખવા પુષ્કળ ઉપાયો શોધ્યા છે પણ બુદ્ધિને સમ્યફ રાખવાના? આગ સાથેની દોસ્તીમાં ‘બળવાનુ' જો નિશ્ચિત જ છે તો વાસના સાથેની દોસ્તીમાં ‘રડવાનું’ પણ નિશ્ચિત જ છે. કારણ? એક જ છે. વાસનાની ભૂખ જે મનમાંથી જાગે છે એ મન અસીમ છે અને એ ભૂખ જે શરીરના માધ્યમે શાંત કરવી પડે છે એ શરીર સંખ્યાબંધ મર્યાદાઓથી બદ્ધ છે, અશક્ત છે અને સીમિત છે. ફૂટપટ્ટીથી હિમાલયને માપવામાં હજી સફળતા મળી જાય, ચમચીથી સાગરને ખાલી કરવામાં પણ હજી કદાચ સફળતા મળી જાય પણ સીમિત શરીરથી મનની વાસનાની અસીમ ભૂખને શમાવવામાં સફળતા મળી જાય એ વાત તો ચામડાની આંખે આકાશમાં રહેલા તારાઓ ગણવા જેવી સર્વથા અશક્ય છે અને અસંભવિત છે. મનને સ્વસ્થ, શાંત અને તૃપ્ત રાખવું છે? એક જ કામ કરો. એને વાસનાની ભૂખ લાગે જ નહીં એવા વાતાવરણમાં અને એવાં નિમિત્તો વચ્ચે રાખો. ફાવી જશો.

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51