Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 44
________________ ‘ફિલ્મ કેવી લાગી ?’ ‘તમારે કેમ પૂછવું પડ્યું ?’ ‘આ ફિલ્મની ઢબ મેં નક્કી કરી છે' ‘એટલે ?” પટકથા મેં લખી છે’ ‘તમારે એક ફેરફાર કરવા જેવો હતો’ ‘કયો ?’ ‘ફિલ્મમાં હીરો વિલનને ચાકુ મારે છે એના બદલે બૉમ્બ ફેંકતો બતાવવાની જરૂર હતી’ ‘કારણ ?’ *કમ સે કમ દર્શકો જાગતા તો રહેત !' ‘મનોરંજન’ના નામે આજે ટી.વી.માં જે દર્શાવાઈ રહ્યું છે અને થિયેટરમાં જે પીરસાઈ રહ્યું છે, મેગેઝીનોમાં જે બતાવાઈ રહ્યું છે અને સમાચારપત્રોમાં જે છપાઈ રહ્યું છે એ તમામ અંગે કહેવું હોય તો એમ કહી શકાય કે દરમાં છેક ઊંડે રહેલા સર્પને મોરલીનો અવાજ કરવા દ્વારા બહાર પ્રગટીકરણની ગંદી ચાલબાજી ચાલી રહી છે. મોરલીનો અવાજ સાંભળવા ન મળ્યો હોત તો સર્પ કદાચ બહાર આવત જ નહીં પણ સર્પને બહાર લાવીને એને જો ખતમ જ કરી નાખવો છે તો એને મોરલીનો અવાજ સંભળાવવો અનિવાર્ય જ છે. બસ, આખી ને આખી પ્રજાને ચારિત્ર્યથી ભ્રષ્ટ કરવી છે ને ? સુસંસ્કારોથી નષ્ટ કરવી છે ને ? શરમના ક્ષેત્રે એને ધૃષ્ટ બનાવી દેવી છે ને ? એક જ કામ કરો. એક એક વ્યક્તિમાં સુષુપ્ત પડેલા કુસંસ્કારોના સર્પો સહજરૂપે બહાર આવવા લાગે એવાં કુનિમિત્તોના મોરલીના સૂર એમને સંભળાવતા રહો. પરિણામ એનું આજે આંખ સામે જ છે. ૮૩ કનુ સ્કૂલે જવા નીકળ્યો અને સામેથી સાંઢને પોતાના તરફ દોડતો આવી રહ્યો જોયો. એ ડરી ગયો. એણે ય દોટ લગાવી તો ખરી પણ એને દોડતો જોઈને સાંઢ વધુ ઝડપથી એની પાછળ દોડવા લાગ્યો. ય કનુને લાગ્યું કે હવે બચવા માટે કંઈક કરવું જ પડશે. રસ્તાની એક બાજુ એણે ખાડો જોયો અને એ ખાડામાં કૂદી પડ્યો. સાંઢ જ્યાં હતો ત્યાં જ ઊભો રહી ગયો પણ બે જ મિનિટમાં કનુ ખાડામાંથી બહાર આવ્યો. એને જોતા વેંત સાંઢે કનુ તરફ દોટ લગાવી. કનુ પુનઃ ખાડામાં કૂછ્યો. બે મિનિટમાં જ બહાર આવ્યો ત્યાં પુનઃ સાંઢ એના તરફ દોડ્યો. થોડેક દૂર ઊભેલા કનુને મનુએ કહ્યું, “સાંઢ બહાર જ ઊભો છે તો પછી ખાડામાંથી જલદી બહાર શું કામ નીકળી જાય છે ?’ ‘હું શું કરું પણ ? કારણ કે ખાડામાં અલ્સેશિયન કૂતરો બેઠો છે !’ કનુએ જવાબ આપ્યો. હા. સંસારનું આ જ તો સ્વરૂપ છે. પત્નીની બેવફાઈથી ત્રાસીને તમે પુત્રના શરણે જાઓ છો તો પુત્ર ઉદ્ધત નીકળે છે. વેપારીની બદમાશીથી થાકી જઈને તમે જો નોકરીએ લાગી જાઓ છો તો શેઠ હરામખોર નીકળે છે. મેલેરિયાના તાવથી છૂટવા તમે ગોળીના શરણે જાઓ છો તો એ ગોળી એની આડઅસરમાં તમારા શરીરને તોડી નાખે છે. ભોજન મળે છે તો પાણી નથી મળતું અને પાણી મળે છે તો સરબત નથી મળતું. સરબત મળે છે તો સરબતમાં સાકર ગાયબ હોય છે અને સાકર હાજર હોય છે તો જીભ કડવી હોય છે. સાગર ! તારું પ્રત્યેક બુંદ ખારું. સંસાર ! તારું પ્રત્યેક ક્ષેત્ર દુઃખભર્યું ! દર

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51