________________
‘કેમ રહ્યું આજે સ્કૂલમાં ?'
‘મોટાભાઈ, શિક્ષકને મેં દાખલા બતાવ્યા તો એ એકદમ ધૂવાં-પૂંવા થઈ ગયા.’ પછી ?'
‘મને મારવા હાથમાં ફૂટ પણ લઈ લીધું’
‘માર્યું?’
ના’ ‘કેમ?’
મેં એમને સાચું કહી દીધું કે આ દાખલા તો મને મારા મોટાભાઈએ કરાવ્યા છે. બસ, એમણે હાથમાં રહેલ ફૂટ નીચે મૂકી દીધું.’
‘કાંઈ કહ્યું ?’
‘હા. એટલું જ બોલ્યા કે તારા મોટાભાઈની ભૂલ બદલ તને સજા કરવાનો કોઈ અર્થ રહેતો નથી !'
શિક્ષણમાં આજે અભ્યાસ એવો દાખલ કરી દેવામાં આવ્યો છે કે દીકરો જે ભણે છે એ બાપને આવડતું નથી અને દીકરી જે ભણે છે એ માને આવડતું નથી. અરે, શિક્ષકો શું ભણાવી રહ્યા છે એ કદાચ વિદ્યાર્થીઓને સમજાતું નથી અને વિદ્યાર્થીઓ શું ભણી રહ્યા છે એ જાણવાની શિક્ષકોને કોઈ તાલાવેલી નથી.
સરકાર કરોડો-અબજો રૂપિયા શિક્ષણ પાછળ ખરચી રહી છે. મા-બાપ હજારોલાખો રૂપિયા દીકરા-દીકરીઓનાં શિક્ષણ પાછળ ખરચી રહ્યા છે અને યુવક-યુવતીઓ પોતાના જીવનના અતિ કીમતી કહી શકાય એવા સેંકડો કલાકો શિક્ષણ પાછળ આપી રહ્યા છે. એ પછી ય આજે શિક્ષણનું જે પરિણામ આવી રહ્યું છે એનાથી કોઈને ય સંતોષ નથી. શાસકોને પણ નહીં, મા-બાપોને પણ નહીં અને ખુદ વિદ્યાર્થીઓને પણ નહીં ! અને છતાં આ વ્યવસ્થામાં બદલાવ લાવવાનું કોઈ વિચારતા પણ નથી. કરુણતા જ છે ને!
૧
‘કૂતરા પાસેથી શું શીખવા મળે ?’ ‘વફાદારી’
‘કોયલ પાસેથી ?’
‘મીઠું બોલો’ ‘કબૂતર પાસેથી ?’ ‘ભોળા રહો’
‘મોર પાસેથી ?’ ‘નૃત્ય કરો’ ‘અને મધમાખી પાસેથી ?'
‘તમને કોઈ અડવા આવે તો એને ડંખ મારો' એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો.
શબ્દો ગમે તેટલા સારા ભલે ને છે, એનું અર્થઘટન તો માણસ પોતાની રીતે જ કરવાનો છે ને ? પરિચયમાં આવનાર વ્યક્તિ ભલે ને એકદમ સજ્જન છે. માણસ એની સાથે વ્યવહાર તો પોતાની માનસિક સ્થિતિના આધારે જ કરવાનો છે ને ? આંખ સામે પ્રતિમા ભલે ને પરમાત્માની ગોઠવાઈ ગઈ છે, માણસ દર્શન તો પોતાની માન્યતાના આધારે જ કરવાનો છે ને ?
મુશ્કેલી આજના કાળે આ જ સર્જાઈ છે. મંદિરોનાં સર્જન થતાં રહે છે તો વિકૃત બુદ્ધિવાળાઓ બુમરાણ મચાવે છે કે ‘આજના કાળે મંદિરોની જરૂર જ નથી' અને થિયેટરોમાં, મેગેઝીનોમાં અને વર્તમાનપત્રોમાં ખડકાઈ રહેલ અશ્લીલતા સામે કોઈ સજ્જન કે સંત અવાજ ઉઠાવે છે તો એમને આ સડેલા ભેજાઓવાળા સલાહ આપે છે કે ‘શ્લીલ-અશ્લીલ જેવું કાંઈ છે જ નહીં, જે છે એ બધું ય તમારી દૃષ્ટિમાં જ છે !’ પ્રભુની પ્રતિમામાં ‘પથ્થર’નાં દર્શન કરતી એ લોકોની આંખો અર્ધ નગ્ન યુવતીની તસવીરમાં પોતાની ‘માતા’નાં દર્શન કરતી હશે, એમ ?
૮૨