Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 40
________________ ‘વકીલ સાહેબ, એક વિનંતિ છે” આજે આ શું માંડ્યું છે?” પત્નીને પતિને પડ્યું કેમ શું થયું?” આ નવાં કપડાં કેમ પહેર્યા છે ?' બહાર જવું છે? પણ ક્યાં ?” ‘ગાડીના પાટા પાસે’ કામ?' ‘આપઘાત કરવો છે” આપઘાત?” મારા ગુના બદલ મને તમે ફાંસીની સજા ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. જનમટીપની સજા હું ભોગવી લઈશ પણ ફાંસીની સજા તો હું સાંભળી જ નહીં શકું.’ “સારું અને ન્યાયાધીશે કેદીને જ્યારે જનમટીપની સજાનો ચુકાદો સંભળાવ્યો ત્યારે એ કેદીની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયા. કોર્ટની બહાર નીકળ્યા બાદ કેદીએ વકીલને પૂછ્યું, જનમટીપની સજા કરાવતા આપને મુશ્કેલી...” ખૂબ પડી એમ?' હા. ન્યાયાધીશ તો તને નિર્દોષ જ છોડી મૂકવાના હતા પણ તારો પોતાનો જ જનમટીપની સજાનો આગ્રહ હતો એટલે એ બાબતમાં ન્યાયાધીશને સંમત કરતા મને ખૂબ મુશ્કેલી પડી’ વકીલે જવાબ આપ્યો. મરી જવું છે તો જૂનાં કપડાં પહેરીને નથી જઈ શકાતું?” પત્નીએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું. આગને તો લાકડા આપવામાં આવે છે ત્યારે જ એ પ્રગટતી હોય છે; પરંતુ સંબંધમાં કડવાશ વ્યાપ્યા બાદ અંતરમાં સાચી વ્યક્તિ પ્રત્યે અણગમાની જે આગ પ્રગટી જાય છે એ આગ તો નિમિત્ત ન હોય એને ય નિમિત્ત બનાવીને સતત પ્રજ્વલિત જ રહ્યા કરે છે. વીતેલા ભૂતકાળને તપાસવો હોય તો તપાસી જજો. એકાદ વખતનો જ નહીં, અનેક વખતના એવા અનુભવો તમારી આંખ સામે આવી જશે કે જે અનુભવોમાં તમને તમારા અંતરમાં કોક ચોક્કસ વ્યક્તિ પ્રત્યે પ્રગટી ગયેલ અણગમાની આગને તમે પોતે સામે ચડીને જ પ્રગટેલી રાખી હોવાનું દેખાશે. મૈત્રી સર્વ જીવો પ્રત્યે’ અને ‘ક્ષમાપના સર્વ જીવો સાથે ” આ બે સૂત્રોને સાચા અર્થમાં અંતરમાં અને જીવનમાં જીવતા કરી દેવામાં આપણે જો સફળ બનીએ તો જ અંતરને અણગમાની આગથી બિનસ્પર્શલું રાખી શકીએ ! ગૅક્ટરને દર્દીમાં “માણસ'નાં દર્શન થતાં હોય ત્યાં સુધી તો બહુ વાંધો નથી આવતો પણ માણસને બદલે જ્યારથી એને “ગ્રાહક'નાં દર્શન થવા લાગે છે ત્યારથી એના હૃદયમાં બેઠેલો શેતાન બહાર આવીને એના જીવનને રફેદફે કરી નાખતો હોય છે. આજના અર્થપ્રધાન યુગમાં બધાં જ ક્ષેત્રોમાં આ જ હકીકત અમલમાં આવવા લાગી છે. “માણસ'નાં દર્શન બંધ થઈ ગયા છે, ‘ગ્રાહક'નાં દર્શન ચાલુ થઈ ગયા છે. અને એનું જ આ દુષ્પરિણામ આવી રહ્યું છે કે સહુ એકબીજાને ગજા પ્રમાણે અને કદ પ્રમાણે વેતરી રહ્યા છે ! 2.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51