Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 38
________________ ખૂન કરવા બદલ ફાંસીની સજા પામેલ કેદીને વીજળીની ખુરશીમાં બેસાડીને યમસદન પહોંચાડવો એવો ન્યાયાધીશે ચુકાદો આપ્યો હોવાના કારણે છેલ્લે દિવસે એને વિજળીવાળી ખુરશીમાં બેસાડી જલ્લાદે પૂછ્યું, “બોલ, તારી કોઈ ઇચ્છા છે ?” બહેન ! તમે અડધા કલાકથી ફોન આગળ ઊભા રહીને ટેલિફોન ડિરેક્ટરીનાં પાનાંઓ ફેરવ્યા કરો છો. તમારે કોનો નંબર જોઈએ છે?' કોઈનો ય નહીં* ‘ફોન કોને કરવો છે?” “કોઈને ય નહીં’ તો પછી અહીં શું કરો છો?” એ તો એવું છે ને કે મારે મારા બાબાનું નામ પાડવુ છે. કુંભરાશિ અથવા તો કન્યા રાશિ પર નામ આવે છે. ટેલિફોન ડિરેક્ટરીનાં પાનાંઓ હું એટલા માટે ફેરવી રહી છું કે બાબા માટે કદાચ કોક સારું નામ મળી જાય’ બહેને જવાબ આપ્યો. “શું ?' ‘મને ડર ખૂબ લાગે છે' “હું કરી શકું?” ‘તમે વીજળીનો પ્રવાહ ખુરશીમાં વહેવડાવવાનું ચાલુ કરો ત્યારે કાં તો ખુરશીમાં મારી સાથે બેસી જાઓ અને કાં તો મારો હાથ પકડી રાખો' કેદીએ જલ્લાદને પોતાના મનની વાત કરી. બધીય નદીઓ ગમે તેટલી અલગ અલગ દિશાઓમાં વહેતી ભલે ને દેખાતી હોય, આખરે તો એ સાગરમાં જ વિલીન થઈ જતી હોય છે. ધનલંપટ પાસે વાતોના વિષયો ભલેને જાતજાતના હોય છે, એ વાતો છેલ્લે તો પૈસા આગળ આવીને જ અટકી જતી હોય છે. વાસનાલંપટ વાતો ભલે ને કદાચ પ્રભુની કરતો હોય છે, એનું અંતઃકરણ તો સ્ત્રીશરીરની આસપાસ જ ઘૂમતું હોય છે. બસ, એ જ ન્યાયે માણસ ભલે ને આજીવિકાના ભયથી ઘેરાયેલો લાગતો હોય કે અપયશના ભયથી થરથરતો હોય. અકસ્માત થવાનો ભય ભલે ને એને સતાવતો હોય કે રોગનો ભય ભલે ને એને ધ્રુજાવતો હોય, એ તમામ ભયોના કેન્દ્રમાં એક જ ભય હોય છે. અને એ છે મોતનો ભય ! એને કોઈ પણ ભોગે મરવું નથી અને હકીકત એ છે કે લાખ પ્રયાસો પછી ય મોત અને ભરખી ગયા વિના રહેતું નથી. ચીજ તમે ભલે ને દરેક વ્યક્તિ સમક્ષ એક જ લાવીને મૂકી દો પણ દરેક વ્યક્તિ પોતપોતાની રુચિ પ્રમાણે જ એનું દર્શન કરીને એની સાથે એ રીતનો વ્યવહાર કરશે. જે પ્રભુની પ્રતિમા માટે ભક્ત લાખો રૂપિયા ખરચી દેતો હોય છે એ જ પ્રતિમાના નિર્માણ પેટે હજારો રૂપિયા મળી જતાં કારીગર તૃપ્ત થઈ જતો હોય છે તો રોજ એ પ્રભુની પૂજા કરવાનું સદ્ભાગ્ય જેને સાંપડતું હોય છે એ પૂજારી માત્ર એ પૂજા પેટે એકબે હજારનો પગાર મળી જતાં આનંદિત થઈ જતો હોય છે. અરે, નાસ્તિક શિરોમણીને એ પ્રભુ પ્રતિમામાં ચટણી વાટવાના પથ્થરનાં દર્શન થતાં હોય અને એના કારણે એ મંદિર નિર્માણ પાછળ થતા સંપત્તિના સવ્યયને ‘ઘોર દુર્થય' માનતો હોય એ ય શક્ય છે. એક જ કામ કરવા જેવું છે. સત્યદર્શન, સ્નેહદર્શન અને આગળ વધીને સમ્યફદર્શન કરી શકીએ એવી દૃષ્ટિના સ્વામી બની જઈએ. રાગ-દ્વેષની માત્રામાં કડાકો બોલાતો જ રહેશે. ou

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51