________________
“શાહજહાંએ મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવ્યો. તમે મારી યાદમાં શું બનાવશો ?' પત્નીએ પતિને પૂછ્યું.
દીવાનખાનામાં તારો ફોટો મૂકીશ'
બસ, એટલું જ ?” ‘ફોટા પર હાર ચડાવીશ' “બસ, એટલું જ ’
‘ઘીનો દીવો કરીશ’
બસ ?' ‘નમસ્કાર કરીશ’ ‘શેના માટે ?’
“મારાથી તારો છુટકારો વહેલો થઈ જવાના આનંદ બદલ' પતિએ જવાબ આપ્યો.
નદીના ઉપરના ભાગમાં તમને ભલે ને નિર્મળ પાણીનાં દર્શન થતાં હોય પણ તમે અંદર ઊંડા ઊતરતા ઊતરતા તળિયે પહોંચી જાઓ, તમારા હાથમાં સિવાય કાદવ બીજું કાંઈ જ નહીં આવે.
જે સંબંધના કેન્દ્રમાં કેવળ વાસના જ છે, સ્વાર્થપૂર્તિ અને અપેક્ષાપૂર્તિ જ છે એ સંબંધમાં તમે ઊંડા ઊતરતા જાઓ, એ સંબંધમાં તમે સમય જવા દો, એ સંબંધમાં તમે વધુ ને વધુ ઘનિષ્ટતા અને નિકટતા કેવળો, તમને ત્યાં સંઘર્ષ-સંક્લેશ અને સમસ્યાના કાદવ સિવાય બીજું કાંઈ જ અનુભવવા નહીં મળે.
સંસાર અસાર છે એનો અર્થ એ નથી કે સંસારમાં બધેય કાદવ જ કાદવ છે. ના. અર્થ એનો આ જ છે. અહીં તમે ચાલતા ચાલતા, ચડતા ચડતા કે ઊતરતા ઊતરતા ક્યાંય પણ પહોંચો. મંજિલે તમને ઉકળાટ, ઉદ્વેગ અને ઉત્તેજના સિવાય બીજું કાંઈ જ અનુભવવા નહીં મળે !
૫૭
તમને આવતી કાલે હૉસ્પિટલમાંથી રજા આપી દેવાની ગણતરી છે. કારણ કે તમને ધાર્યા કરતાં ઘણો વધારે અને ઘણો ઝડપી સુધારો છે' ડૉક્ટરે ટ્રકનો ઍક્સિડન્ટ થવાથી હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીને કહ્યું.
‘ડૉક્ટર સાહેબ ! મને ખૂબ ડર લાગે છે’
*ડર ?”
પણ....'
‘પણ શેનો ડર લાગે છે ?' ‘ટ્રક અકસ્માતનો’
“એ તો ભૂતકાળ થઈ ગયો. હવે શું છે ?’
‘ડૉક્ટર સાહેબ, જે ટ્રક મારી સાથે ટકરાઈ ગઈ એ ટ્રકની પાછળ લખ્યું છે કે ‘પિર
મિšt'
ભૂખ સખત લાગી હોય ભિખારીને અને રાતના આકાશમાં ઊગેલા પૂર્ણિમાના ચાંદમાં ભિખારીને જો રોટલીનાં દર્શન થતાં હોય તો એમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. ધનલંપટને રસ્તામાં પડેલા થૂંકના બળખામાં રૂપિયાનાં દર્શન થતાં હોય તો એમાંય આશ્ચર્યા પામવા જેવું કાંઈ નથી. વગર ટિકિટે ટ્રેનમાં મુસાફરી કરી રહેલ મુસાફરને ટ્રેનમાં ચડી રહેલ દરેક નવા યાત્રિકમાં ટી.સી.નાં દર્શન થતાં હોય તો એમાં ય નવાઈ પામવા જેવું કાંઈ નથી.
કારણ ?
વાસ્તવિકતા એ છે કે જે વિષયમાં કે વિચારમાં તમે ઊંડા ઊતરી જાઓ છો એ વિષય કે વિચાર તમારામાં એટલો જ ઊંડો ઊતરી જાય છે. ઊતરવું જ હોય ઊંડા તો પ્રભુમાં અને પ્રભુવચનોના વિચારોમાં જ ઊંડા ઊતરી જાઓ. આ લોક ધન્ય બની જશે, પરલોક સદ્ધર બની જશે.
પર