Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 31
________________ આપ જીવતા છો?” ‘આપને ‘પ્રધાન’ પદે મળ્યાના સમાચાર અમનગરજનોને મળ્યા છે. આપનગરમાં પધારો. અમે “સુવર્ણ'થી આપની તુલા કરવા માગીએ છીએ” એક નગરજને પ્રધાનને ફોન કર્યો. ‘મને અત્યારે સમય નથી’ જવાબ મળ્યો. બે મહિના પછી સમાચાર મળ્યા કે એમને ‘પ્રધાન’ પદેથી હટાવીને “રાજ્યપાલ' પદે બેસાડી દેવામાં આવ્યા છે. “અમે ચાંદી'થી આપની તુલા કરવા માગીએ છીએ. આપ તુર્ત નગરમાં પધારો.' હું ત્રણ મહિના પછી આવી શકીશ’ બે મહિના પછી સમાચાર આવ્યા કે એમને ‘સરપંચ પદે ગોઠવી દેવામાં આવ્યા છે. અમે ‘રૂપિયાથી આપની તુલા કરવા માગીએ છીએ.” ‘અઠવાડિયામાં જ આવું છું” ત્રીજે દિવસે તો સમાચાર આવ્યા કે એમને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. એ પોતે સામે ચડીને નગરજનો સમક્ષ આવી ઊભા રહી ગયા. આપ તૈયાર હો તો અમે આપને ‘પસ્તી’થી તોલવા તૈયાર છીએ” એક નગરજને સંભળાવી દીધું. ‘આજના પેપરમાં તમારી પ્રાર્થનાસભા'ની તો જાહેરાત આવી છે એ વાંચીને અમે આપને ત્યાં આવ્યા અને આપ તો બેઠા બેઠા પેપર વાંચી રહ્યા છો. વાત શી છે? બધું બરાબર જ છે' એટલે?” પેપરમાં પ્રાર્થનાસભાની જાહેરાત મેં જ આપી છે !” આપે પોતે જ?” ‘પણ કારણ કાંઈ?” હું જાણવા માગતો હતો કે મારા પર ખરેખર “પ્રેમ” કેટલા લોકોને છે ? તમને બધાયને આટલી વિશાળ સંખ્યામાં હાજર થયેલા જોતા એમ લાગે છે કે જાહેરાતના મેં ખરચેલા પૈસા વસૂલ થઈ ગયા છે” શેઠે હસતા હસતા જવાબ આપ્યો. મીઠાઈનાં વખાણ જો એમાં રહેલ સાકરના કારણે જ થતાં હોય છે, શરીરની શોભાનો બધો જ યશ જો એના પર રહેલ ચામડીના ફાળે જ જતો હોય છે, મુખનું સૌંદર્ય જો આંખને જ આભારી હોય છે, માણસની બોલબાલા જો એની પાસે રહેલ પૈસાના હિસાબે જ થતી હોય છે તો આ સંસારના કોઈ પણ જીવનું ગૌરવ એના પુણ્યના કારણે જ થતું હોય છે. જ્યાં એમાં કડાકો બોલાયો, એ કોડીની કિંમતનો થઈ ગયો. જ્યાં એમાં મંદી આવી, એ પસ્તીનું પ્રતિનિધિત્વ ધરાવતો થઈ ગયો. માનવ ! યાદ રાખજે, તને મોટો બનાવવાનું કામ પુણ્ય કરે છે પણ તું જો મહાન બનવા માગે છે તો ‘ગુણ'ના શરણે ગયા વિના તારા માટે બીજો કોઈ વિકલ્પ જ નથી. ગાંડામાં અને અહંકારીમાં એટલો જ ફેર હોય છે કે ગાંડાનો ઉપલો માળ ખાલી હોય છે જ્યારે અહંકારીએ પોતાનો ઉપલો માળ ભાડે આપી દીધો હોય છે. ઉપલો માળ, જેનો ખાલી હોય એમાં તો તમે દાખલ થઈ શકો પણ ઉપલો માળ જેણે ભાડે જ આપી દીધો હોય ત્યાં તો તમે કાંઈ જ ન કરી શકો ! તમારે તપાસ કરવી હોય તો કરી લેજો. આ જગત માટે ગાંડાઓ એટલા ઉપદ્રવી નથી બન્યા જેટલા ઉપદ્રવી અહંકારીઓ બન્યા છે. રાવણ, દુર્યોધન, હીટલર, ઈદી અમીન વગેરેના ઉપદ્રવોથી આખું જગત પરિચિત છે. એવા આત્માઓમાં નંબર ન લગાવવો હોય તો અહંકાર સાથે દોસ્તી ક્યારેય કરશો નહીં અને કરી દીધી જ હોય તો વહેલી તકે તોડી નાખ્યા વિના રહેશો નહીં !

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51