Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 33
________________ પપ્પા! મારો આ સ્કૂલનો ‘રિપોર્ટ' છે. તમે જોઈ લો. એના પર તમારી સહી કરી આપવાની છે. ‘રિપોર્ટમાં છે શું?' ‘તમે જ વાંચી લો ને!” અને બાપે રિપોર્ટ વાંચ્યો. બેટાનાં પરાક્રમો [3] ની પૂરી યશોગાથા [3] એ પુસ્તક જેવડા રિપોર્ટમાં લખાઈ હતી. બાપે એ રિપોર્ટ નીચે પોતાના અંગૂઠાનું નિશાન લગાવી દીધું. પપ્પા! આ તમે શું કર્યું? તમે તો ભણેલા-ગણેલા છો અને છતાં તમારા હસ્તાક્ષરમાં સહી ન કરતા અંગૂઠાનું નિશાન કેમ લગાવ્યું?” ‘તારા જેવા ડફોળ દીકરાનો બાપ ભણેલો-ગણેલો છે એવું હું કોઈને ય જણાવવા માગતો નથી એટલે.” જટાશંકર જિંદગીમાં પ્રથમવાર જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને એય પોતાની સાથે ૨૦ કિલોગ્રામ વજનવાળો ઘીનો ડબ્બો લઈને ! ટ્રેનમાં ગિર્દી ઘણી તી. માંડ માંડ પોતે તો અંદર ચડી ગયા પણ હાથમાં રહેલ ઘીના ડબ્બાને ક્યાં મૂકવો એની એમને ચિંતા થવા લાગી. અચાનક એમની નજર ટ્રેનની સાંકળ પર પડી અને પળની ય વાર લગાડ્યા વિના એમણે ઘીનો ડબ્બો સાંકળ પર લટકાવી દીધો. ૨૦કિલોગ્રામ વજનવાળો ડબ્બો સાંકળ પર લટકાતાંની સાથે જ ટ્રેન ઊભી રહી ગઈ. ગાર્ડ ડબ્બામાં આવ્યો. જોયું તો સાંકળ પર ડબ્બો લટકતો હતો. આ ડબ્બો કોનો છે?” મારો’ જટાશંકર ઉવાચ. ‘તમને ખબર છે ખરી કે આ ડબ્બાના વજનથી આખી ટ્રેન ઊભી રહી છે!” તે ઊભી જ રહે ને?” એટલે?’ “એટલે શું? આ ડબ્બામાં જે ઘી છે એ ચોખ્યું છે. ટ્રેન ઊભી ન રહે તો જાય ક્યાં ?” જટાશંકર બોલ્યા. કતલખાનામાં પશુઓ કપાય છે એટલે કતલખાના પ્રત્યે તો મનમાં અણગમાનો ભાવ સહજ જ પેદા થઈ જાય છે; પરંતુ આજની શિક્ષણસંસ્થાઓમાં થઈ રહેલ સંસ્કારશીલ અને આદર્શની જાલિમ અને કારમી કતલ કોઈને ય લગભગ દેખાતી નથી એટલે એના પ્રત્યે અણગમાનો ભાવ તો પેદા થતો નથી પરંતુ દેશ સમસ્તના સુંદર ભાવિનું નિર્માણ ત્યાં જ થઈ રહ્યું હોવાનો બહુજનવર્ગના મનમાં એક જાતનો ભ્રમ ઊભો થઈ ગયો હોવાના કારણે એ સંસ્થાઓ કેમ વધુ ને વધુ ફાલે અને ફૂલે એના પ્રયાસોમાં જ સહુ રાચતા થઈ ગયા છે. - સદુપયોગની બુદ્ધિ ન આવી હોય ત્યાં સુધી બાળકના હાથમાં છરી ન જ અપાય એનો ખ્યાલ સહુને છે પણ સદબુદ્ધિની ગેરહાજરીમાં યુવાનીના હાથમા શક્તિઓ ન જ સોંપાય એની ખબર અહીં કોને છે એ પ્રશ્ન છે. છિદ્ર મળતાં જ પાણી અંદર પ્રવેશી જાય છે એમ કહેવાને બદલે એમ કહો કે ક્યાંય પણ પ્રવેશ મેળવી લેવા પાણી છિદ્રની તપાસમાં નીકળી જાય છે. બસ, આ અહં છે બિલકુલ પાણી જેવો. નિમિત્ત મળતાં એ તગડો બનતો રહે છે એમ નહીં, તગડો બનતો રહેવા એ સતત નિમિત્તની શોધ કરતો જ રહે છે. અને કમાલની વાત તો એ છે કે સહજ બનતા પ્રસંગોને ય અહં પોતાના ખાતે ખતવતો રહીને પોતાના ફુગ્ગા જેવા શરીરને ફુલાવતો જ રહે છે. પણ વિરાટકાય પણ ફુગ્ગો એક નાનકડી ટાંચણી પાસે જેમ કમજોર પુરવાર થાય છે તેમ પુષ્ટ પણ અહંકાર મામૂલી પણ પ્રસંગ સામે નપુંસક પુરવાર થઈ જતો હોય છે.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51