Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 32
________________ ‘દોસ્ત ! એક પ્રશ્ન પૂછું?” પૂછ ને’ ધાર કે તારી પાસે પૈડાનું પૅકેટ આવી ગયું હોય, એમાંથી તું પેડા ખાવાની તૈયારી કરી રહ્યો હોય અને અચાનક હું ત્યાં આવી ચડું તો તું શું કરે ?” ‘તને શું લાગે છે ?” ‘તું મને પેડો ખાવાની “ઓફર’ કરે જ ના, તું ભૂલે છે” ‘તો તું કરે શું?” હું તારા જવાની રાહ જોઉં !” કૃપણે જવાબ આપ્યો.” ૧૦વરસની વયે પિન્ટ પહેલી વાર અડધી ચડ્ડીમાંથી પેન્ટ પહેરવાનો હતો. એણે પેન્ટ પહેરી જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે પેન્ટ એક વેંત જેટલું મોટું હતું. એણે મમ્મીને વિનંતિ કરી. મમ્મી, તું એક વેત કાપી આપ ને?” મને સમય નથી” ભાભી ! તમે એક વેંત ઓછું કરી આપો ને?” મને ય સમય નથી કાકી ! તમે આટલું કામ કરી આપશો ?” મને ય ક્યાં સમય છે ?” નિરાશ થઈ ગયેલ પિન્કે રડતા રડતા સૂઈ તો ગયો પણ એના સૂઈ ગયા બાદ એના પર દયા આવી જવાથી મમ્મીએ પેન્ટ એક વેંત ટૂંકું કરી નાખ્યું. મમ્મી બાદ એની ભાભીએ પણ એક વેંત પેન્ટ કાપી નાખ્યું અને ત્યાર બાદ કાકીએ પણ એક વેંત ઓછું કરી નાખ્યું. સવારનાપિન્ટેએ જયારે પેન્ટ પહેરવાનો પ્રયાસ કર્યો ત્યારે એ પેન્ટ અડધી ચડ્ડીમાં ફેરવાઈ ગયું હતું ! સ્કૂલે જઈ રહેલ બાબાને વૅકેશનમાં મમ્મી ગમે ત્યાં મોકલતી હશે પણ રિસેસમાં ખાવા માટે જ્યારે નાસ્તાનો ડબ્બો તૈયાર કરીને એના દફતરમાં મૂકતી હોય છે ત્યારે બાબા એક સૂચન એ અચૂક કરતી હોય છે કે ડબ્બામાં રહેલ આ નાસ્તો તું એકલો જ ખાજે. બીજા કોઈને ય એમાંથી કાંઈ આપીશ નહીં.” આ જ મમ્મી ઘરમાં જૂના થઈ ગયેલ કપડાંના બદલામાં વાસણ લેતી હોય છે. સાંજ પડ્યે વધેલા દૂધમાં મેળવણ નાખીને દહીં બનાવતી હોય છે તો વધેલ રોટલીના ખાખરા બનાવી દેતી હોય છે. અરે, ફાટી ગયેલ દૂધનો ય માવો બનાવા બેસી જતી હોય છે ! જ્યાં બગડી ગયેલું, જૂનું થઈ ગયેલું, નકામું થઈ ગયેલું કે વધારાનું ય બીજાને આપવાનું મન ન થતું હોય ત્યાં જીવનમાં પરમાર્થનાં કાર્યો કરવાનું મન થતું રહે કે પોતાનાં સુખમાં બીજાનો ભાગ રાખવાની વૃત્તિ જાગતી રહે એવી આશા રાખવી વ્યર્થ જ છે ને? કમાલની છે માણસની મનોવૃત્તિ ! સુખ જ જોઈએ છે એને સહુ પાસેથી અને કોઈને ય સુખ આપવાની એની તૈયારી નથી !! પુણ્ય જ જેનું પરવારી ચૂક્યું હોય છે અને તમે ગમે તેવા અનુકૂળ સંયોગો આપો કે અનુકૂળ સામગ્રીઓ આપો, એને તમે અનુકૂળ વાતાવરણમાં મૂકો કે અનુકૂળ સોબતમાં મૂકો, એને સફળતા નથી જ મળતી તે નથી જ મળતી.. કરુણ વાસ્તવિકતા એ છે કે માણસને પૈસામાં શક્તિનાં દર્શન થાય છે, પુરુષાર્થમાં તાકાતનાં દર્શન થાય છે, પ્રતિષ્ઠામાં શક્તિનાં દર્શન થાય છે; પરંતુ પુણ્યમાં શક્તિ હોવાની બાબતમાં એનું મન કાયમ દ્વિધાગ્રસ્ત જ રહે છે. યાદ રાખજો , આત્યંતર જગતમાં “ગુણ’ વિના જો સરસતા નથી તો બહિર્જગતમાં ‘પુણ્ય' વિના સફળતા નથી.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51