Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 34
________________ ‘ફરી પાછો તું જેલમાં આવી ગયો ?' ચોરી?” ‘તમારે દંડ ભરવો પડશે” ‘પણ શેનો ?” અત્યારે રાતના અગિયાર વાગ્યા છે અને તમારી સાઇકલમાં લાઇટ તો છે નહીં. લાઇટ વિના સાયકલ ચલાવવી એ કાનૂની અપરાધ છે.” એક પ્રશ્ન પૂછું?” ‘ના’ બળાત્કાર?” ‘ના’ પૂછો’ ખૂન ?” ‘તો?” “ખોટી સહી કરતા પકડાઈ ગયો એટલે અહીં આવવું પડ્યું ‘પણ તને વાંચતાં-લખતાં તો નહોતું આવડતું ને?” ‘નહોતું જ આવડતું પણ ગયે વખતે જેલમાં આવેલો ને ત્યારે અક્ષરજ્ઞાન શીખીને બહાર ગયેલો. બસ, એ અક્ષરજ્ઞાન જ મને નડ્યું !” ‘રસ્તા પર ચારેય બાજુ લાઇટ જ લાઇટ છે. પછી મારી સાઇકલમાં લાઇટ હોય કે ન હોય, શું ફરક પડે છે? પોલીસે સાઇકલ સવારના આ પ્રશ્નનો જવાબ આપવાને બદલે એની સાઇકલના ટાયરમાંથી હવા જ કાઢી નાખી.” તમે આ શું કર્યું?' ‘ટાયરમાંથી હવા કાઢી નાખી’ ‘ચારેય બાજુ હવા જ હવા છે ને? તમારી સાઇકલના ટાયરમાં હવા હોય કે ન હોય, શું ફરક પડે છે?” પૉલીસે હસતા હસતા જવાબ આપ્યો. સંસ્કૃત શબ્દ ‘સાક્ષરાઃ' ને તમે ઉલટાવી દો, ‘રાક્ષસાઃ' બની જશે. અતિશયોક્તિ વિના કહેવું હોય તો એમ કહી શકાય કે આજના ‘સાક્ષરો'ને તમે “રાક્ષસો’ કહીને નવાજો તો રાક્ષસો પણ કદાચ કોર્ટમાં જઈને બદનક્ષીનો દાવો માંડી બેસે કે ‘આજના સાક્ષરો જે અંધમતમ કાર્યો કરી રહ્યા છે એવાં અંધમતમ કાર્યો અમારી આખીય રાક્ષસ પરંપરામાં કોઈએ પણ ક્યારેય નથી કર્યા ! પેટમાં રહેલ પોતાના બાળકની ઠંડે કલેજે હત્યા કરી નાખનાર ખૂની માતાઓને અમે ક્યારેય ઇનામોથી નવાજી નથી. કરોડો દર્શકો સમક્ષ પોતાનાં કપડાં ઉતારી રહેલ યુવતીઓને અમે ક્યારેય કરોડો રૂપિયા આપ્યા નથી. માત્ર હૂંડિયામણ મેળવવાની લાલચ લાખો-કરોડો અબોલ પશુઓને કાપી નાખતાં કતલખાનાઓ અમે ક્યારેય ખોલ્યા નથી. આજના સાક્ષરો એ જે પણ હશે તે, રાક્ષસો તો નથી જ !!! ભૂલનો કાં તો બચાવ અને કાં તો પ્રતિકાર, મનનો આ જ તો સ્વભાવ છે. અને આ જ સ્વભાવના કારણે તો માણસે પોતાના જીવનને કલ્પનાતીત હદે ક્ષતિઓથી વ્યાપ્ત બનાવી દીધું છે. કમાલનું આશ્ચર્ય તો એ છે કે ગણિતના દાખલામાં રહી ગયેલ ક્ષતિ સ્વીકારીને સુધારી લેવા માણસ તૈયાર છે. રસ્તો પકડવામાં થઈ ગયેલ ભૂલને સ્વીકારી લેવામાં માણસ વચ્ચે અહંને લાવતો નથી; પરંતુ જીવનમાં ડગલે ને પગલે થતી રહેતી ભૂલોને કબૂલ કરી લેતા ન જાણે માણસ કેટલો બધો ધૂંઆ-ફૂંઆ થઈ જાય છે. યાદ રાખજો, ભૂલનો બચાવ એ ભૂલને બેવડાવવાની જાલિમ બેવકૂફી છે.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51