Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 25
________________ એક પ્રશ્નનો તમે જવાબ આપશો ?” ‘તમે ટ્રેનની મુસાફરી દરમ્યાન કાંઈ વાંચતા નથી ?” ‘ના’ ‘ટૅક્સીની મુસાફરી દરમ્યાન” ‘ના’ રિક્ષાની મુસાફરી દરમ્યાન ?' ‘ના’ ‘મુસાફરી દરમ્યાન તમે વાંચતા જ નથી એમ?” ના. એવું નથી. વિમાનની મુસાફરી દરમ્યાન હું ખાસ વાંચું છું.” | ‘કારણ કાંઈ ?' હું ઉચ્ચ કેળવણી લઈ રહ્યો છું!' વરસોથી ખીસાં કાપવાના ધંધામાં ગોઠવાઈ ગયેલ એક પાકીટમાર પોતાના ધંધામાં દાખલ થવા તૈયાર થઈ ગયેલ દીકરાને પાઠ આપી રહ્યો હતો. બેટા! આપણા ધંધાની તેજી ક્યારે અને મંદી ક્યારે એનો તને કોઈ ખ્યાલ ખરો?” “આ ધંધામાં દાખલ જ હું હજી હવે થઈ રહ્યો છું ત્યાં મને એવો તો ખ્યાલ ક્યાંથી હોય ?' તો બરાબર સાંભળી લે. ઉનાળાનો સમય આપણા માટે તેજીનો અને શિયાળાનો સમય આપણા માટે મંદીનો’ “કારણ કાંઈ?” “ઉનાળામાં ગરમી સખત હોવાના કારણે બધાયના હાથ ખીસાની બહાર જ હોય એટલે આપણને પાકીટ મારવામાં ખૂબ સરળતા રહે જ્યારે શિયાળામાં ઠંડી સખત હોવાના કારણે બધાયના હાથ ખીસામાં જ હોય. આપણે પાકીટ મારી જ શી રીતે શકીએ? હવે તો તને રહસ્ય સમજાઈ ગયું ને કે ઉનાળો એટલે આપણા ધંધાની તેજી અને શિયાળો એટલે આપણા ધંધાની મંદી !” * મંદબુદ્ધિને તો તમે માફ કરી દો પણ વક્રબુદ્ધિનું તો કરવું શું? આખી ય શિક્ષણ વ્યવસ્થાને તમે તપાસી જાઓ. શિક્ષણ લઈને બહાર પડેલ ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, ક્લાર્ક-મૅનેજર-ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરેનાં જીવનમાં તમે ડોકિયું કરી જુઓ. તમને સરળ વ્યવહાર, સરળ સ્વભાવ કે સરળ વર્તાવ લગભગ જોવા નહીં મળે. રસ્તા પર ચાલનાર માણસ પાસે લાકડી જો સીધી જ હોવી જોઈએ, મુખમાં નખાતો ખોરાક પેટમાં જો સીધો જ જવો જોઈએ, મકાનને ટકાવી રાખતો થાંભલો જો સીધો જ હોવો જોઈએ, રસ્તા પર ચાલતી વખતે પગલાં જો સીધા જ પડવા જોઈએ તો ભણેલગણેલ વ્યક્તિના સ્વભાવમાં, વ્યવહારમાં કે વર્તાવમાં સરળતા ન હોવી જોઈએ ? યાદ રાખજો. જગત આજે બુદ્ધિની મંદતાથી પીડાઈ નથી રહ્યું પરંતુ બુદ્ધિની મલિનતાથી પીડાઈ રહ્યું છે. કમજોર માણસને નિરક્ષરોથી એટલો ભય નથી જેટલો ભય સાક્ષરોથી છે. એક જ ધ્યાન રાખજો . ભણજો જરૂર પણ સરળતા-કોમળતા અને પવિત્રતાનું બલિદાન ન દેવાઈ જાય એનું ધ્યાન રાખજો . પેટમાં કયાં દ્રવ્યો પધરાવવા જોઈએ એ બાબતમાં માણસ પાસે જરૂરી હોશિયારી કદાચ નહીં હોય. શિયાળામાં કેવાં કપડાં ન પહેરવા જોઈએ એની અક્કલ માણસ પાસે કદાચ ઓછી હશે પણ પૈસા કેવી રીતે મેળવવા, સાચવવા અને વધારવા એ બાબતમાં તો માણસની હોશિયારી ગજબની છે. પણ, વેદના સાથે કહેવું પડે એમ છે કે એની આ હોશિયારીએ જ એને પ્રભુથી દૂર કરી દીધો છે. પુણ્યકાર્યોથી વંચિત કરી દીધો છે. પરિવાર પ્રત્યે ઉપેક્ષિત કરી દીધો છે, પવિત્રતાથી દૂર ધકેલી દીધો છે અને પ્રસન્નતાથી રહિત બનાવી દીધો છે. રે પૈસા ! તારી પાછળની પાગલતાનો આ કરુણ અંજામ ? ૪૯

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51