Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 23
________________ લગ્ન કર્યાને તમને કેટલાં વરસ થયા ?' ‘અઢાર’ ‘અઢાર વરસ થયા ?' ‘હા’ “અને તમને આજે જ ખબર પડી કે તમારા પતિ દારૂના વ્યસની છે ?’ ‘હા’ “આટલાં વરસ ખબર ન પડવાનું કારણ ?' ‘કારણ કે આજે એ જેટલા ‘નર્વસ’ લાગ્યા એટલા ‘નર્વસ’ મેં એમને આટલાં વરસોમાં ક્યારેય જોયા જ નથી.’ ભૂખ સખત લાગી હોય અને ભોજન પેટમાં જાય તો તૃપ્તિનો અનુભવ જરૂર થાય પણ પેટમાં ભોજન ન જાય તો વેદના સતત અનુભવાતી જ રહે. પરંતુ વ્યસનની વિચિત્રતા કહો તો વિચિત્રતા અને વિકૃતિ કહો તો વિકૃતિ એ છે કે એનું સેવન તમે કર્યા જ કરો અને ચાલુ જ રાખો તો ય તમને આનંદનો કોઈ અનુભવ ન થાય; પરંતુ એમાં જો તમે ખાડો પાડો કે એના સેવનથી તમે દૂર થઈ જાઓ તો એ તમને દુઃખી દુઃખી બનાવી દે. મોઢે સિગરેટ લગાવનારને કે પેટમાં દારૂની પ્યાલી લવનારને તમારે પૂછવું હોય તો પૂછી લેજો. આ વાસ્તવિકતાની તમને પ્રતીતિ થઈ જશે. સેવનમાં કોઈ આનંદ નહીં અને ત્યાગમાં કે ઉપેક્ષામાં તરફડાટનો કોઈ પાર નહીં. વ્યસનોનો જો આ જ ગુણધર્મ છે તો શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે જીવનમાં એને સ્થાન આપ્યા પછી એને સ્થાનભ્રષ્ટ કરવા પ્રયત્નશીલ બનવાને બદલે જીવનમાં એને સ્થાન આપો જ નહીં. જીવન ખૂબ સ્વસ્થ રહેશે. ૪૫ ‘ડૉક્ટર સાહેબ ! દાંતમાં દર્દ ખૂબ થાય છે.' ‘અંદર આવો. જોઈ લઉં.’ અને દાંતની સ્થિતિ જોયા બાદ ડૉક્ટરે દર્દીને કહ્યું, ‘દાંત કાઢી નાખવો પડશે.’ ‘કેટલા રૂપિયા લાગશે ?’ ‘૧૦૦ રૂપિયા’ ‘ડૉક્ટર ! એક કામ કરી શકો ?’ ‘હું આપને ૨૦ રૂપિયા આપું. આપ મારો દાંત ખાલી ઢીલો પડી જાય એ રીતે હલાવી દો. પછીનું એને કાઢી નાખવાનું કામ હું જ કરી લઈશ.’ હા. સંસારમાં તો આ વૃત્તિ ઘર કરી જ ગઈ છે; પરંતુ અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ કરી રહેલ કેટલાક સાધકો પણ હવે આ વૃત્તિના શિકાર બની રહ્યા હોય એવું દેખાવા લાગ્યું છે. માર્ગ પર ચાલવાની તૈયારી નહીં, કષ્ટો વેઠી લઈને પણ માર્ગને પકડી જ રાખવાની કોઈ વૃત્તિ નહીં અને તૈયારી નહીં, ‘સરળ’ની શોધ અને ‘સહેલા’ની જ માંગ, આ વૃત્તિ સાથે ધર્મ થતો હોય તો કરવો અન્યથા ધર્મને છોડી દેતા અથવા તો ધર્મના સરળ વિભાગને અથવા તો જે પણ ધર્મમાં માર્ગ સરળ લાગતો હોય એ માર્ગને પકડી લેતા પળની ય વાર લગાડવી જ નહીં. ટૂંકમાં, મંજિલ સુધી પહોંચવાની ગણતરી ખરી પણ સાથે મનની જાતજાતની શરતો પણ ખરી. માર્ગ ટૂંકો હોવો જોઈએ, સુવિધાકારક અને સુવિધાદાયક હોવો જોઈએ. મજા આવે એવો હોવો જોઈએ. જવું છે પર્વતના શિખરે પણ શરત એ છે કે બરફ પર સ્કેટિંગ કરતા હોઈએ એ રીતે જવું છે. રે કરુણતા ! *

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51