Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 24
________________ આ બાબો આટલો બધો રડે છે કેમ?' એને માર્યો? કોણે?’ રેલવે સ્ટેશન પર ભીખ માગી રહેલ એક ભિખારી એક યાત્રી પાસે પહોંચી ગયો. મને કંઈક આપો ને?” ‘આગળ ચાલ' માત્ર પાંચ રૂપિયા આપો’ ‘નથી મારી પાસે’ એક જ રૂપિયો આપો. ભગવાન તમને સ્વર્ગમાં જગા કરી આપશે” અલ્યા! સ્વર્ગમાં જગા મેળવવાની વાત પછી સમજી લેશું. તું પહેલાં ટ્રેનમાં તો જગા અપાવી દે યાત્રી ભિખારી પર અકળાઈ જતાં બોલ્યો. ‘પણ શું કામ?” ‘એ મારી પાસે જીદ કરી બેઠો હતો કે મારે કોઈ પણ હિસાબે અત્યારે ને અત્યારે જ ગધેડા પર સવારી કરવી છે. મારું નહીં તો બીજું શું કરું?” ‘તમારે એને મારવાની જરૂર નહોતી. તમારી પીઠ પર બેસાડી દીધો હોત તો શું વાંધો હતો?” પત્નીએ પતિને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવા જેવું સંભળાવી દીધું. કમાલ છે ને આ મન ! સંબંધ બાંધે છે ત્યારે એ એવું નશામાં હોય છે કે કોઈનો ય અવાજ એને સંભળાતો નથી હોતો અને પછી જેની સાથે સંબંધ બંધાયેલો હોય છે એનો અવાજ સાંભળી સાંભળીને એ હદે એ ત્રાસી જાય છે કે એની સાથેનો સંબંધ તોડી નાખવા એ કોઈનો ય અવાજ સાંભળતું નથી, સાંભળવા માગતું નથી. યાદ રાખજો, વાવાઝોડાના પવન વચ્ચે તમે જો સરોવરના પાણીને નિષ્ક્રપિત રાખી શકો, આગની જ્વાળાઓ વચ્ચે તમે જો મીણબત્તીને અખંડ રાખી શકો, ભૂકંપના આંચકા વચ્ચે તમે જો માટીના બનેલા ઝૂંપડાને સ્થિર રાખી શકો તો જ તમે અસ્થિર મનથી અસ્થિર મનવાળા સાથે બંધાતા સંબંધને સ્થિર, નિર્મળ અને પવિત્ર રાખી શકો ! વાંચી છે ને આ પંક્તિઓ ? ‘ધગધગતી મધ્યાન્હે મહાલે, સાંજ પડે અકળાતું, કંટક સાથે પ્રીત કરે ને પુષ્પોથી શરમાતું; ઓ મન ! તું જ નથી સમજાતું' વિજ્ઞાનયુગે કૂતરાનો ‘હડકવા'નો રોગ માણસને આપી દીધો છે. હડકાયા કૂતરાને તમે ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક જોયો તો હશે જ ને? એ તમને બેઠેલો જોવા નહીં જ મળ્યો હોય ! બસ, દોડતો ને દોડતો જ, ભાગતો ને ભાગતો જ, જે પણ વચ્ચે ભટકાઈ જાય એને કરડવાનો પ્રયાસ કરતો જ તમે એને જોયો હશે. જોઈ લો આજના યુગના માનવને ! એની પાછળ હડકાયા કૂતરો પડ્યો હોય અને એ કારણસર એ દોડી રહ્યો હોય તો તો આપણે એને માફ કરી દઈએ પણ એ ખુદ લોભના-ભોગના અને પ્રતિષ્ઠાના હડકવાનો શિકાર બની ગયો છે અને એના કારણે દોડી રહ્યો છે. ઘરમાં એ શાંત નથી, બજારમાં એ નશામાં છે. હવાખાવાનાં સ્થળો પર પણ એના કાને મોબાઇલ છે અને મંદિરમાં પણ એ બેચેન છે. એની આ દોટ જોતાં અનુમાન કરવાનું મન થઈ જાય છે કે એને શું મશાન જલદી પહોંચી જવું હશે માટે આ ઝડપે એ ભાગી રહ્યો હશે ! કાંઈ જ સમજાતું નથી. GOL Call 9.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51