________________
‘કપડાં તારા આટલા બધા મેલા છે?”
વર્ગ ખંડમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓની સામે શિક્ષકે બોર્ડ પર એક વાક્ય લખ્યું.
‘બળદ અને ગાય ખેતરમાં ચરે છે' અને પછી પૂછ્યું. “જવાબ આપો. આ વાક્ય બરાબર છે કે એમાં કોઈ સુધારો કરવો જરૂરી છે ?” ‘સર ! સુધારો જરૂરી છે” એક વિદ્યાર્થીએ કહ્યું.”
“શો ?' હું કરી દઉં તો ચાલશે ?”
‘જરૂર અને વિદ્યાર્થીએ બોર્ડ પર નવું વાક્ય લખી દીધું.
‘ગાય અને બળદ ખેતરમાં ચરે છે' આ વાક્યનો અર્થ તો એનો એ જ રહ્યો તો પછી તે સુધારો શો કર્યો ?'
‘બળદ-ગાયની જગાએ ‘ગાય-બળદ'મેં એટલા માટે લખ્યું કે આ દેશમાં ‘સ્ત્રી પ્રથમ'નું સૂત્ર પ્રચલિત બન્યું છે’ વિદ્યાર્થીએ જવાબ આપ્યો.
ધોઈ નાખ’ કોઈ અર્થ નથી”
કેમ?” ર્શેરબજારમાં હું પૂરેપૂરો ધોવાઈ ગયો છું. આવતી કાલે શું થશે? એની ચિંતામાં નિચોવાઈ ગયો છું અને ઘર માટે દોડધામ કરવામાં પૂરેપૂરો સુકાઈ ગયો છું. હવે કપડાં ધોવાય તો ય શું અને ન ધોવાય તો ય શું ?'
‘સ્ત્રી પ્રથમ'ના સૂત્રને અમલી બનાવવાના પ્રયાસોમાં સ્ત્રીની હાલત આ દેશના શાસકોએ અને પ્રચાર માધ્યમોએ કેવી કરુણ કરી નાખી છે એ જોવું હોય તો તમે નજર નાખી જાઓ કોઈ પણ વર્તમાનપત્ર પર, મેગેઝીન પર, સાપ્તાહિક પર, જાહેરાતો પર, ટી.વી.માં આવતાં દશ્યો પર કે વેબસાઇટો પર.
તમને સ્ત્રીનું માતૃસ્વરૂપ કે ભગિની સ્વરૂપ લગભગ જોવા નહીં મળે. પૂજ્યા સ્વરૂપ લગભગ નીરખવા નહીં મળે - તમને એક જ સ્વરૂપ જોવા મળશે. ‘ભોગ્યા' નું ! ખુલ્લાં અંગોપાંગોવાળી, ઓછાં વસ્ત્રોવાળી અને વ્યભિચાર માટે આમંત્રણ આપવાવાળી ! સ્થિતિ આ છે અને છતાં 'LADIEW FIRST' ની અહીં જબરદસ્ત બોલબાલા છે.
અગ્નિ ગમે તેવો દાહક છે તો ય બધા જ પદાર્થોની રાખ કરી નાખવાની એનામાં ક્ષમતા નથી જ નથી. વાવાઝોડાનો પવન ભલે ને ભારે પ્રલયકારી છે; પરંતુ બધા જ પદાર્થોને ઉડાડી દેવાની કે હલાવી દેવાની તાકાત એનામાં નથી જ નથી. ભૂકંપના આંચકાની તીવ્રતા ભલે ને થથરાવી મૂકે તેવી છે છતાં પૃથ્વી પર ઊભી થયેલ તમામ ઇમારતોને ધરાશાયી કરી દેવાની તાકાત એનામાં નથી જ નથી. નદીમાં આવેલ પૂર ભલે ને જાલિમ વિકરાળ છે પણ કિનારે આવેલા બધાં જ ગામડાંઓને ડુબાડી દેવાની ક્ષમતા એનામાં નથી જ નથી.
પણ,
લોભ ? એ ક્યા ગુણોને નથી સળગાવી દેતો એ પ્રશ્ન છે. એ કઈ સજ્જનતાને ઉડાડી નથી દેતો એ પ્રશ્ન છે. એ કઈ સમ્યતાકાતને ધરાશાયી નથી કરી દેતો એ પ્રશ્ન છે. એ કઈ ઉત્તમતાને ડુબાડી નથી દેતો એ પ્રશ્ન છે.
'સર્વસુખવિનાશને માત્' આ શાસ્ત્રપંક્તિના ‘લોભી સર્વ ગુણોનો વિનાશ છે' અર્થને સતત આંખ સામે રાખીને મનને લોભથી ગ્રસ્ત બનતું પ્રયત્નપૂર્વક પણ અટકાવતા રહેજો. સંપત્તિથી ખાલી થઈ જઈએ એ ચાલે પણ ગુણોથી ભ્રષ્ટ થઈ જઈએ એ તો શું ચાલે ?