________________
‘પપ્પા ! એક પ્રશ્ન પૂછું ?’
‘પૂછ’
“આટલા બધા યુવાનો આ મેદાન પર એક સાથે દોડી કેમ રહ્યા છે ?’
‘દોટની હરીફાઈ છે’
‘એમાં શું થશે ?’
‘જે જીતશે એને ‘કપ’ મળશે’
‘એકને જ ’ ‘હા’
જો કપ એકને જ મળવાનો હોય તો પછી આટલા બધા એ દોડવાની જરૂર શી છે ?' બાળકના આ પ્રશ્નનો એના પપ્પા પાસે કોઈ જવાબ નહોતો.
તમે કોઈ પણ કૂતરાને ક્યારેય ચાલતો જોયો ખરો ? ના. કૂતરો હંમેશાં દોડતો જ હોય છે. બસ, આ યુગને કોઈ એક જ નામ આપવું હોય તો આપી શકાય કે આ ‘દોયુગ’ છે. અહીં તમે ઇચ્છો કે ન ઇચ્છો, તમારે દોટમાં સામેલ થવું જ પડે છે.
ન
તમે બાબાને એની બે વરસની વયમાં ‘નર્સરી'માં મૂકવા નથી માગતા પણ બાજુવાળાએ પોતાના બે વરસની વયના બાબાને ‘નર્સરી'માં મૂક્યો છે. બસ, તમારે એ દોટમાં સામેલ થવું જ રહ્યું. બાજુવાળો પોતાના ઘરમાં ૫૦,૦૦૦ નું કમ્પ્યૂટર વસાવી બેઠો છે. બસ, તમારે તમારા ઘરમાં રહેલ એકદમ બરાબર ચાલતું પણ જૂનું કમ્પ્યૂટર કાઢીને નવું પ૦,૦૦૦ ની કિંમતનું કમ્પ્યૂટર વસાવવું જ રહ્યું.
ટૂંકમાં, સંસારના બજારના એવા માર્ગ પર તમે આવીને ઊભા રહી ગયા છો કે જ્યારે તમારી ઇચ્છાથી તમારે ચાલવાનું નથી પણ તમારી પાછળ ઊભેલાના ધક્કાથી દોડવાનું જ છે. ‘દોટયુગ'ના આજના સંસારને નમસ્કાર હો નવ ગજના !
૧૯
‘તારા પપ્પાની ઉંમર કેટલી ?’ ‘શું કામ છે તમારે ?’
મારે એ જાણવું છે કે તને ખબર છે કે કેમ ?’ મારો જવાબ સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો’
‘એમાં સ્તબ્ધ શું થઈ જવાનું? પપ્પાની જેટલી ઉંમર થઈ હશે એટલી જ તું કહેવાનો
છે ને ?’
‘તો સાંભળી લો. મારી જેટલી ઉંમર થઈ છે એટલી જ ઉંમર પપ્પાની છે.' ‘પણ શી રીતે ?’ મારો જન્મ થયો એ દિવસે જ એ પપ્પા બન્યા ને ?’ દીકરાએ ચોખ્ખો જવાબ આપી દીધો.
આ જ તો મજા છે સત્યની. દષ્ટિકોણ જ્યાં અલગ આવી જાય ત્યાં સત્ય તો ઊભું રહે પણ હકીકત આખી ને આખી જ બદલાઈ જાય. રામ દશરથના સંદર્ભમાં ભલે પુત્ર તરીકે જાહેર થયા હોય પણ એ જ રામ સીતાના સંદર્ભમાં પતિ જાહેર થાય, ભરતના સંદર્ભમાં ભાઈ જાહેર થાય, હનુમાનના સંદર્ભમાં સ્વામી જાહેર થાય અને રાવણના સંદર્ભમાં દુશ્મન જાહેર થાય. સંબંધો બધા જ અલગ અલગ અને છતાં એનાં સત્યને કોઈ પડકારી શકે નહીં.
પરમાત્મા મહાવીરદેવે આપેલ આ અનેકાંતદૃષ્ટિ જગત સ્વીકારી લે તો જગતનાં યુદ્ધો બંધ થઈ જાય એ આદર્શની વાતો આપણે ન કરતાં એક જ કામ કરીએ. આપણા ખુદના જીવનને અનેકાંતષ્ટિથી શણગારી દઈએ. આપણા ખુદના મનને સામાના દૃષ્ટિકોણને સમજવા માટે અને સ્વીકારવા માટે તૈયાર કરી દઈએ. ખાતરી સાથે કહું છું કે કમ સે કમ આપણું મન તો સંક્લેશમુક્ત અને આપણું જીવન તો કલેશ મુક્ત બનીને જ રહેશે.
૨૦