________________
પોપટલાલ?”
ના. આ ખોટો નંબર છે” પંદર મિનિટ પછી ફરી ઘંટડી વાગી, “પોપટલાલ?”
ના. ખોટો નંબર’ ફરી પાંચ મિનિટ પછી ઘંટડી વાગી, ‘પોપટલાલ ?” ભાઈ ! તમને બબ્બે વાર તો કહ્યું કે આ ખોટો નંબર છે. અને છતાં તમે વારંવાર આ જ નંબર પર ફોન કર્યા કરો છો?'
‘તમારી તકલીફ હું સમજું છું પણ મેં પાકી જાણકારી મેળવ્યા પછી જ તમારા નંબર પર ફોન કર્યો છે. શું પોપટલાલ નથી ?'
અરે, તમારા ઘરમાં નાનો બાબો હોય તો એને ય આ ખબર હશે કે પોપટ લાલ નહીં પણ લીલો જ હોય છે. તમે ક્યારેના ય અત્રે “પોપટ લાલ છે?” એ શું પુછાવ્યા કરો છો ?
‘તમારી પત્ની કેમ છે ?'
કેમ, એ તો મજામાં જ છે” સાંભળ્યું હતું મેં કે એમનું વજન ઓછું કરવા માટે તમે એમને રોજ ઘોડેસવારી કરાવો છો. એનાથી કાંઈ લાભ થયો ?'
‘લાભ થયો ને?' કેટલું વજન ઊતર્યું?”
‘૧૦કિલો’
૧૦ કિલો?' “હા. પણ વજન પત્નીનું ઉતારવાનું હતું એના બદલે ઘોડાનું ઊતરી ગયું છે. આ પણ એક પ્રકારનો લાભ જ ગણાય ને ?”
ગાંડો ભાષાને સમજી શકતો નથી જ્યારે દોઢડાહ્યો ભાષાને જાણી જોઈને વિકૃત રીતે સમજતો રહીને સામા સાથે વિકૃત વ્યવહાર કરતો રહે છે. નિરક્ષર કદાચ અણઘડ રીતે વર્તે છે પણ સંસ્કારહીન સાક્ષર તો અશિષ્ટ વ્યવહાર આચરે છે. બુદ્ધિનો માંદો કદાચ જગત માટે આશીર્વાદરૂપ નથી બનતો એટલું જ; પરંતુ વિકૃત બુદ્ધિવાળો તો જગત માટે અભિશાપરૂપ પુરવાર થાય છે.
રામથી જગતને ભલે લાભ જ થયો છે; પરંતુ છ-છ મહિના સુધી સૂઈ જ રહેલા કુંભકર્ણથી જગત હેરાન થઈ ગયું હોય એવું ક્યાંય વાંચવામાં કે સાંભળવામાં નથી આવ્યું. જ્યારે રાવણથી ?
એક વિચિત્ર પ્રકારની પ્રાર્થના શરૂ કરવી છે ? કહી દો પ્રભુને જાગૃતિ આપે તો રામ જેવી આપજે. એ શક્ય ન હોય તો કુંભકર્ણ જેવી બેહોશી આપજે પણ રાવણ જેવું ઝનૂન તો ક્યારેય ન આપીશ..
આખા સંસારની એક જ વાક્યમાં વ્યાખ્યા કરવી હોય તો કરી શકાય કે ‘મને કે ક-મને વ્યક્તિ સાથે, પરિસ્થિતિ સાથે અને સામગ્રી સાથે જાતજાતનાં સમાધાનો કરતા જ રહેવું પડે એનું નામ સંસાર.”
જવાબ આપો.
શરીર તમને જે પણ આકારનું મળ્યું છે, તમારે એનો સ્વીકાર કરી લેવો જ પડ્યો છે ને? કુટુંબ જેવું પણ મળ્યું છે તમને, તમારે એને અપનાવવું પડ્યું જ છે ને ? જે સ્થળમાં તમારે જીવન વિતાવવાનું આવ્યું છે એ સ્થળમાં તમારા જીવનને તમારે ગોઠવવું જ પડ્યું છે ને?
સમાધિના અને પ્રસન્નતાના ગગનમાં મનને ચોવીસેય કલાક વિહરતું રાખવું છે? એક કામ કરો. આત્માને માટે નુકસાનકારી ન નીવડતા હોય એવાં તમામ પ્રતિકૂળ પરિબળોને સ્વીકારતા જ રહો. કદાચ પ્રતિકાર કરવાનું મન થાય તો પણ મનને બગાડતા રહીને એ તમામનો પ્રતિકાર કરવાનું તો ટાળતા જ રહો.