Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 16
________________ એક પરદેશી ભારતમાં આવ્યો અને ફળો ખરીદવા ફળોની દુકાને જઈ ચડ્યો, “આ શું છે?” આવડું નાનું ? અમારે ત્યાં તો એક મીટર લાંબું હોય છે ! ઠીક છે, આ ફળ કયું છે ?” સફરજન’ એ પણ આવડું જ? અમારે ત્યાં તો એનું વજન ઓછામાં ઓછું એક કિલોનું હોય છે ! ઠીક છે. પણ આ શું છે?” પરદેશીની આ ગપ્પાબાજીથી અકળાઈ ગયેલા દુકાનદારે પેલા પરદેશીએ તડબૂચ અંગે પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી હતી એની ઓળખ આપતાં એટલું જ કહ્યું કે, એ ભારતની દ્રાક્ષ છે !” આ જવાબ સાંભળીને પેલા પરદેશીએ તો ત્યાંથી ચાલતી જ પકડી. સાંભળ્યું છે કે તમે શ્રેષ્ઠ ચિત્રકાર છો’ સમાજમાં એ રીતની મારી ખ્યાતિ ફેલાયેલી છે તો ખરી પણ મને મારા સ્થાનનો બરાબર ખ્યાલ છે. તમારે કાંઈ કામ હોય તો કહો’ ‘મારે એક ગધેડાનું ચિત્ર જોઈએ છે” બનાવી આપું” સમય?” ‘પાંચેક કલાકનો’ દસ જ મિનિટમાં જોઈતું હોય તો?” ‘સામે બેસી જાઓ. આઠ જ મિનિટમાં બનાવીને આપી દઈશ'ચિત્રકારે સણસણતો જવાબ આપી દીધો. અસત્ય'નેવાણીનો દોષ માનવા મન હજી તૈયાર રહે છે; પરંતુ ‘અતિયોશક્તિ'ને મન વાણીનો દોષ માનવા તો તૈયાર નથી રહેતું પરંતુ કદાચ ‘વટ પડી રહ્યા’ના ભ્રમમાં રાચતું રહે છે. અને બને છે એવું કે અતિશયોક્તિ જ આગળ જતાં અસત્યની જન્મદાત્રી બની રહે છે. શક્તિઓને સુરક્ષિત રાખવી છે? જીવો પ્રત્યેના મૈત્રીભાવને જીવનમાં ધબકતો રાખવો છે? સત્યના આભૂષણથી વાણીને શણગારતા રહેવું છે ? અહંકારના બોજથી જીવનને હળવું ફૂલ રાખવું છે? એક કામ ખાસ કરો. શબ્દોને ‘ધી’નું સ્થાન આપી દો. બિનજરૂરી એનો ઉપયોગ નહીં. વધુ પડતો એનો ઉપયોગ નહીં. બાહ્ય કલેશથી અને આત્યંતર સંક્લેશથી અચૂક બચી જવાશે. અધીરાઈ અને અસહિષ્ણુતા, આજના વિજ્ઞાન યુગના માણસને વળગેલા બે ભયંકર દોષો છે. પોતાના મનમાં પેદા થતી કોઈ પણ ઇચ્છાને - પછી ચાહે એ ચા પીવાની હોય કે પૈસા કમાવાની હોય, ઝવેરાત ખરીદવાની હોય કે ટ્રેન પકડવાની હોય, સ્કૂટર લાવવાની હોય કે ઉઘરાણી પતાવવાની હોય - તુર્ત જ પૂરી કરવા માગે છે. અને એમાં જો વિલંબ થાય છે તો આવેશમાં આવી જતાં, ક્રોધાવિષ્ટ બની જતાં યાવતું હિંસાત્મક બની જતાં એને પળની ય વાર લાગતી નથી. આંખ સામે રાખજો આ વાસ્તવિકતા કે અધીરાઈ અને અસહિષ્ણુતા એ એવા દોષો છે કે જે સંખ્યાબંધ જીવલેણ રોગો માટે આમંત્રણપત્રિકાની ગરજ સારતા રહે છે. પછી એ રોગ લોહીના ઊંચા દબાણનો પણ હોઈ શકે છે તો હૃદય હુમલાનો પણ હોઈ શકે છે. અલ્સરનો પણ હોઈ શકે છે તો હતાશા અને નિરાશાનો પણ હોઈ શકે છે. સાવધાન ! ૩૧.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51