Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 15
________________ ચોરી કરતા પકડાઈ ગયેલ ચોરને પૉલીસો જીપમાં બેસાડીને લઈ જતા હતા પણ આશ્ચર્ય એ સર્જાયું હતું કે જીપમાં બેઠેલ ચોરના ચહેરા પર ગજબનાક પ્રસન્નતા હતી અને એ મરક મરક હસી રહ્યો હતો. તને ખબર તો છે ને કે તને ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે” એક પોલીસે ચોરને પૂછ્યું, ‘તમે પરદેશી વસ્તુના વિરોધમાં હતા ને?” ‘હતો શું, આજે ય એના વિરોધમાં જ છું !” ‘તમારી ચેષ્ટા પરથી તો એવું લાગતું નથી !” “કઈ ચેષ્ટા?” ‘તમારા હાથમાં જે સિગરેટ છે એ...' “એ શું?” ‘એ તો પરદેશની બનાવટની છે’ ‘પરદેશની જ સિગરેટ પીવાની મારી ચેષ્ટા જ પુરવાર કરે છે કે હું પરદેશી વસ્તુઓના વિરોધમાં છું !” ‘શી રીતે ?' ‘પરદેશી સિગરેટને સળગાવતા રહીને હું સહુને સંદેશ આપવા માગું છું કે મારી જેમ તમે ય પરેદશી વસ્તુઓને સળગાવતા રહો !” ‘ક્યાં ?” જેલમાં' “તો પછી તું આટલો બધો પ્રસન્ન કેમ છે? મરક મરક હસી કેમ રહ્યો છે ?” જિંદગીમાં પહેલી જ વાર મને જીપમાં બેસવાનું મળ્યું છે. મારા હૈયે એનો પારાવાર આનંદ છે” ચોરે જવાબ આપ્યો. વિષ્ટા ચૂંથતા ડુક્કરને જોઈને આપણને ભલે એની દયા આવતી હોય, એ તો મજામાં જ હોય છે. હાડકાના ટુકડાને જોરશોરથી બટકા ભરતા રહેવાના કારણે મોઢામાંથી લોહી નીકળી રહેલા કૂતરાને જોઈને આપણને ભલે ત્રાસ થતો હોય, કૂતરો પોતે તો આનંદમાં જ હોય છે. આપણી ય હાલત આવી જ છે ને? અનંતજ્ઞાનીઓ આપણી દયા ખાઈ રહ્યા છે. પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં પાગલ બનેલા આપણને જોઈને, નશ્વર પદાર્થો ખાતર આપણને કષાયાવિષ્ટ બની જતા જોઈને, પણ આપણી હાલત શી છે? એ જ પેલા વિષ્ટા ચૂંથતા ડુક્કર જેવી, હાડકાના ટુકડાને બટકા ભરી રહેલા કૂતરા જેવી અને પ્રથમવાર જ જીપમાં બેસવા મળી રહ્યા બદલ આનંદ અનુભવી રહેલા પેલા ચોર જેવી ! આપણું થશે શું? તમે દાવાનળની ગરમીને એકવાર પહોંચી વળો, પ્રલયકાળના પવન વચ્ચે ય એકવાર તમે સુરક્ષિત રહી શકો, ભૂકંપના જાલિમ આંચકા વચ્ચે ય એકવાર તમે અડીખમ ઊભા રહી જાઓ, નદીના ઘૂઘવતા પૂરની સામે તરતા રહીને એકવાર કિનારે પહોંચી જાઓ. પણ, મનના કુતર્કને પહોંચી વળવામાં તમે ધરાર નિષ્ફળ જ જાઓ. એની દલીલબાજીને પડકારવામાં તમે માર જ ખાઈ જાઓ. વિકલ્પોનાં જે તોફાનો એ સર્જે એની સામે જાતને સુરક્ષિત રાખવામાં તમે ઊંધા જ પડી જાઓ. વિચારોનું જે ગાઢ જંગલ એ ઊભું કરી દે એમાંથી બહાર નીકળતા તમે નવનેજાં પાણી ઊતરી ગયાનો અનુભવ કરીને જ રહો. સાચે જ જીવનના પ્રાવણને શાંત રીતે વહેતો રાખવો છે ? મનને અંતઃકરણની આજ્ઞામાં ગોઠવી દો. ૨૯

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51