Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 18
________________ ‘તું એક કામ કરીશ?” ‘તમે અમને જીવનનું રહસ્ય સમજાવશો?' એક સંતની પાસે ગયેલા પંદરેક યુવાનોએ પોતાના મનની જિજ્ઞાસા વ્યક્ત કરી. ‘તમે બધા મારી સાથે સામેના ઓરડામાં ચાલો’ સંતે યુવકોને વાત કરી અને યુવકો સંતની પાછળ પાછળ એમણે જણાવેલા ઓરડામાં દાખલ થયા. ‘તમને તરસ છે ?” ‘હા’ ‘પાણી પીવું છે?” “બજારમાં જવાનું છે" કાંઈ લાવવું છે?” હા. સરસ મજેની ચારણી લઈ આવ’ નોકર બજારમાં ગયો તો ખરો. એક કલાક બાદ પાછો આવ્યો પણ ખરી પણ એના હાથ ખાલી હતા. ‘કેમ, ચારણી ન મળી?” મળતી તો હતી પણ..” ‘પણ શું?” સારી ચારણી એકેય નહોતી’ એટલે?” બધી ય ચારણી કાણાંવાળી હતી’ એક કામ કરો. ઓરડાની બહાર સોનાના-ચાંદીના અને કાચના કપ પડ્યા છે. તમને ઠીક લાગે એ કપ અહીં લઈ આવો.” બધાય બહાર દોડ્યા. સોનાના અને ચાંદીના કપ લેવા માટે પડાપડી થઈ ગઈ. કાચના કેપ એમ ને એમ પડ્યા રહ્યા અને બધા યુવકો સંત પાસે હાજર થઈ ગયા. બસ, જુઓ. જીવનનું આ જ રહસ્ય છે. તરસ છિપાવવા જરૂરી પાણીની છે પણ સહુ કંપની પસંદગીમાં જ પડ્યા છે” સંતે હસતા હસતા જવાબ આપી દીધો. પરલોકદૃષ્ટિ, પાપવૃત્તિ, પવિત્રકૃતિ આ બધાંય જીવનના લક્ષ્ય સ્થાનેથી જ્યારે ઓઝલ થઈ જાય છે ત્યારે માણસના જીવનમાં કઈ કરુણતા નથી સર્જાતી હોતી એ પ્રશ્ન છે. - પેટ્રોલ વિનાની ગાડી ચાલતી ભલે ન હોય પણ ઘાસતેલ મિશ્રિત પેટ્રોલવાળી ગાડી તો ચાલતી હોવાછતાં બગડતી જ રહેતી હોય છે. સંપત્તિ-સામગ્રી-સમૃદ્ધિ-સામર્થ્ય વિનાનું જીવન ભલે કદાચ ચમકદાર ન દેખાતું હોય પણ શુદ્ધિ વિનાનું જીવન તો ચમકદાર દેખાતું પણ હોય તો ય આખરે તો વિનિપાત નોતરીને જ રહે છે. લગભગ નવી પેઢીમાં હવે આવું જ બનવાનું છે. એ પેઢી ભાતના વિકલ્પમાં ખીચડી પસંદ કરી શકશે કે કેમ એમાં શંકા છે. સોફાસેટના અભાવમાં ખુરશીથી પોતાની ખુશી ટકાવી શકશે કે કેમ એમાં શંકા છે. પત્નીનું ‘સ્ત્રી' તરીકે ગૌરવ જાળવી શકશે કે કેમ એમાં શંકા છે. પૈસા કમાવવાની સંખ્યાબંધ યુક્તિઓ જાણતા યુવકને પૈસા ગણતાં કદાચ નહીં આવડે એવું પણ બની શકશે તો કૉલેજમાં એમ.એ.પી.એચ.ડી. ની ઉપાધિ મેળવી ચૂકેલી યુવતી દાળમાં વઘાર કરતાં ગોથું ખાઈ જતી હોવાનું ય બની શકશે. ટૂંકમાં, આજના શિક્ષણને પામેલા યુવાધન પાસે ગોથાસૂઝ જબરદસ્ત હશે પણ કોઠાસૂઝ નામની ય હશે કે કેમ એમાં શંકા છે. ચારણી એ કાણાં વિનાની લઈ આવશે અને સૂપડું એ કાણાંવાળું જ પસંદ કરી બેસશે. એનો સંસાર કેવો ચાલશે એનું અનુમાન થઈ શકે છે.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51