Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 17
________________ આ ‘ટાઈ’ની કિંમત ?” તમને પસંદ પડી છે?” ‘હા’ “તો પછી કિંમત શું પૂછો છો? લઈ જાઓ.’ તો ય કેટલાની છે એ કહો તો ખરા !” ૫૦૦ ની” પ00 ની ?' ‘૪૫૦ આપજો' ૪૫૦ માં તો સરસ બૂટ આવી જાય’ ‘એક સલાહ આપું? ૪૫૦ના બૂટ લઈને એને જ ગળામાં લટકાવી દો’ દુકાનદારે સંભળાવી દીધું. ‘તમારી ઉંમર મોટી હોવા છતાં તમે પાતળા છો જ્યારે મારી ઉંમર નાની હોવા છતાં હું પહેલવાન છું એની પાછળનું કારણ શું છે ?' એક પ્રૌઢ વયના મચ્છરને નાની વયના મચ્છરે પૂછ્યું, કારણ સાવ સીધું છે. અમારા જમાનામાં મોટી ઉંમરના માણસોનાં કપડાં નાની ઉંમરના માણસો પહેરતા હતા એટલે એ સહુનાં શરીર પૂરેપૂરાં ઢંકાયેલાં રહેતા હતા અને એના કારણે અમને એમનું લોહી પીવા લગભગ મળતું જ નહોતું. જ્યારે આજે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. મોટી ઉંમરના માણસો નાની ઉંમરના માણસોનાં કપડાં પહેરવા લાગ્યા છે એટલે એમનાં શરીર મોટે ભાગે ખુલ્લાં જ રહે છે અને એના કારણે તમને બધાને એમનું લોહી પૂરતા પ્રમાણમાં પીવા મળી રહ્યું છે! તમે બધા પહેલવાન જ હો તો એમાં આશ્ચર્ય શું છે?” પ્રૌઢ મચ્છરે જવાબ આપ્યો. ‘ગરજે ગધેડાને ય બાપ કહેવો પડે’ ‘ગરજવાનને અક્કલ નહીં’ ‘હાજર સો હથિયાર' આ બધી કહેવતો જે પડી છે એનો તાત્પર્ધાર્થ એટલો જ છે કે જે ચીજની જ્યાં ઉપયોગિતા હોય ત્યાં એ ચીજને જ હાજર રાખવી પડે, એ ચીજના વિકલ્પમાં બીજી ચીજ ગમે તેટલી સારી પણ હોય અને કીમતી પણ હોય તોય એને ત્યાં હાજર ન જ રખાય. જવાબ આપો. પાણી કરતાં દૂધ વધુ સારું ખરું કે નહીં ? વધુ કીમતી ખરું કે નહીં ? હા. પણ શું એટલા માત્રથી માછલી પાણીને બદલે દૂધમાં તરવાનું પસંદ કરે ખરી ? બે રોટલી કરતાં એક બદામમાં વધુ તાકાત ખરી કે નહીં ? હી. પણ શું એટલા માત્રથી માણસે થાળીમાં રોટલી રાખવાને બદલે બદામ રાખતો થઈ જાય ખરો ? તેજીના સમયમાં એક કલાકે મંદિરમાં કાઢવાને બદલે બજારમાં કાઢવામાં વધુ કમાણી થાય ખરી કે નહીં ? હા. પણ શું એટલા માત્રથી પ્રભુદર્શન બંધ કરી દઈને બજારમાં જ બેસી રહેવાનું કરાય ખરું? ના. તાત્પર્યાર્થ સ્પષ્ટ છે. ઔચિત્યને હાજર રાખીને વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરો. હા, મચ્છરોને ય આજના યુગની વસ્ત્ર પરિધાનની વ્યવસ્થા જો જામી જતી હોય તો હવસખોર પુરુષોને અને વાસનાભૂખી સ્ત્રીઓને માટે તો પૂછવું જ શું? તેઓ તો એમ જ ઈચ્છે છે કે આ દેશમાં થઈ ગયેલા સંતોએ ભલે માનવ શરીરે ‘પરમાત્મા” બની જવાના માર્ગ દર્શાવ્યા હોય, અમે તો માનવ શરીરે ‘પશુ સુખો' કેવી રીતે ભોગવી શકાય એના જ રસ્તાઓ પર આજના માનવો કઈ રીતે દોડતા થઈ જાય એના વિકલ્પો શોધીને સહુ સમક્ષ મૂકી દેવા માગીએ છીએ ! વેબસાઇટ ખોલો, મોબાઇલ ચાલુ કરો, મેગેઝીનોનાં પાનાંઓ ઉથલાવો, મર્દ ગણાતા સાંઢોને ય હાર કબૂલી લેવી પડે એવો વ્યભિચારનો બધો જ મસાલો તમને ત્યાં ઉપલબ્ધ થઈ જશે. ૩૩

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51