Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 12
________________ ‘તું પૈસા ક્યારથી બચાવતો થઈ ગયો ?' એક કરુણ પ્રસંગ બની ગયો ત્યારથી.” શું બન્યું?” પપ્પા અને હું, બંને ય રોજ “બાથરુમ તરવા જતા હતા અને એમાં એક દિવસ પપ્પાનો પગ પાણીમાં લપસ્યો અને એ ડૂબવા લાગ્યા. ડૂબતી વખતે હું બિલકુલ બાજુમાં હતો અને મારી સામે જોઈને પપ્પા બૂમ પાડવા લાગ્યા. બચાવ...બચાવ...બચાવ...' પપ્પા આમે ય મને રોજ પૈસા બચાવવાની સલાહ તો આપતા જ હતા પણ હું એ સલાહને ગણકારતો નહોતો પરંતુ બાથમાં ડૂબી ગયા એ પહેલાં મને અંતિમ સલાહ જે આપી ગયા એની અવગણના તો હું શું કરી શકું ? બસ, આ બાજુ પપ્પાનું ડૂબી જવું અને આ બાજુ પૈસા બચાવવાનું મારું ચાલુ થયું’ દીકરાએ જવાબ આપ્યો. ભૈયાજી ! ચીકુનો ભાવ ?” ૨૦ રૂપિયે ડઝન' કેળાં ?” ૧૨ રૂપિયે ડઝન' સંતરાં?” ૨૪ રૂપિયે ડઝન’ કંઈક ઓછું ન કરી શકો ?' શેમાં?” ચીકુમાં ઠીક છે, ૨૦ રૂપિયામાં પોણો ડઝન લઈ જજો” ભૈયાજીએ જવાબ આપી દીધો. તમને અંગ્રેજી વાંચતા જ ન આવડતું હોય અને રસ્તા પર મુકાયેલ સૂચનાનું બોર્ડ જો અંગ્રેજી ભાષામાં લખાયેલ હોય તો તમારે એનું અર્થઘટન કરવા કોક અંગ્રેજી ભાષાના જાણકારની જ સલાહ લેવી પડે ને ? સાચે જ જીવનને ભૂલ મુક્ત-પાપ મુક્ત અને જૂઠ મુક્ત જો આપણે રાખવા માગીએ છીએ તો એક કામ ખાસ એ કરવા જેવું છે કે અનંતજ્ઞાનીઓની જે પણ આજ્ઞાઓ છે એનું અર્થઘટન આપણા મનને ન કરવા દેતા કોક સગુરુ પાસે જઈને જ એનું અર્થઘટન આપણે સમજી લેવા જેવું છે. અન્યથા બનશે એવું કે જ્ઞાનીઓની આજ્ઞા હશે, ‘આત્મા બચાવી લો” આપણે આત્માને તો જોયો-જાણ્યો કે સમજ્યા જ નથી. આપણે શરીરને બચાવવામાં લાગી જશે અને ફળસ્વરૂપે દુર્ગતિની યાત્રાએ નીકળી જશું. સાવધાન ! ગુંડો ભલે ગાળોની ભાષા જ સમજતો હોય અને મોચી ભલે ચામડાની ભાષા જ સમજતો હોય, લોભી ભલે પૈસાની ભાષા જ સમજતો હોય અને કામી ભલે સ્ત્રી શરીરની ભાષા જ સમજતો હોય, સોની ભલે સુવર્ણની જ ભાષા જાણતો હોય અને લુહાર ભલે હથોડાની ભાષા જ સમજતો હોય. પણ, કહેવું હોય તો એમ કહી શકાય કે આ બધી જ ભાષાઓનો સમાવેશ કોઈ એક જ ભાષામાં જો થઈ જતો હોય તો એ ભાષાનું નામ છે સ્વાર્થની ભાષા. કમાલનું આશ્ચર્ય તો એ છે કે સ્વાર્થ સધાતો હોય છે તો કૂતરાને ગધેડાની ભાષા સમજાવા લાગે છે અને સ્વાર્થ ઘવાતો હોવાનું લાગે છે તો દીકરાને સગા બાપની ભાષા સમજાતી નથી. યાદ રાખજો, આ કથા આ સંસારની નથી, આપણાં જ પોતાના મનની છે. પ્રભુવચનોના સહારે એને જો કેળવીને સુધારશું નહીં તો આપણે જ્યાં પણ હશું, જીવશું કે જશું ત્યાં, આપણને નરકનો જ અનુભવ થતો રહેવાનો છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51