________________
તમે મારી પાસેથી લીધેલા રૂપિયા બે લાખ તમે મને પાછા ક્યારે આપવાના છો? પૈસા લઈ ગયા પછી તમે પાછા આપવાનું તો યાદ પણ કરતા નથી અને નામ પણ લેતા નથી એ કેમ ચાલે ?' એક નશાબાજે બીજા નશાબાજને કહ્યું.
મેં તમારી પાસેથી બે લાખ લીધા છે ?”
ન્યાયાધીશને ત્યાં એની દીકરીનાં લગ્ન તા.૨૬ જાન્યુઆરીના નક્કી થયા હતા અને એમણે તા. ૨૦ જાન્યુઆરીના પેપરમાં જાહેરાત આપી કે,
અનિવાર્ય કારણસર લગ્ન તા.૩૧ જાન્યુઆરીના નક્કી થયા છે. પરિચિતોએ જાહેરાત વાંચી અને ૩૧ જાન્યુઆરીના લગ્નમાં પહોંચવાનો પ્રોગ્રામ બનાવ્યો ત્યાં તો ૩૦ જાન્યુઆરીના ન્યાયાધીશ તરફથી બીજી જાહેરાત આવી કે, - તા. ૩૧ જાન્યુઆરીના નક્કી થયેલ લગ્ન તા. ૫ ફેબ્રુઆરી પર લઈ જવામાં આવ્યા છે એની સહુએ નોંધ લેવી.”
કોકે ન્યાયાધીશને ફોન કરીને આનું કારણ પૂછ્યું ત્યારે એમણે જવાબ આપ્યો કે મારા થનારા જમાઈ એ વકીલ છે અને એ મુદત માગ્યા જ કરે છે. હું શું કરું?”
પણ ક્યારે ?”
‘તમે નશામાં હતા ત્યારે.' આ સાંભળતા જ પેલો નશાબાજ ખડખડાટ હસી પડ્યો, એ બે લાખ તો મેં તમને પાછા આપી દીધા છે.”
પણ ક્યારે ?” ‘તમે નશામાં હતા ત્યારે !”
મનને તમારે સાચે જ ઓળખવું હોય તો એની એક ઓળખ આ છે કે એ શુભને કાયમ માટે વિલંબમાં મૂકતું રહે છે જ્યારે અશુભને હાજરમાં પતાવતું રહે છે. દાન કરીશ ખરો પણ આજે નહીં, આવતી કાલે ! પિશ્ચર જોવામાં મારે આવતા અઠવાડિયાની રાહ નથી જોવી, આ રવિવારે જ જોઈ લેવું છે ! મારે એની સાથે ક્ષમાપના કરી લેવી તો છે જ પણ રાહ જોઉં છું કે એય કેટલો ઝૂકે છે ! એણે મારી નિંદા કરી જ છે ને? હું એને અત્યારે ને અત્યારે જ દેખાડી દેવા માગું છું !
હા. આ છે આપણું મન. શુભ કન્યા સાથે આત્મા મનના લગ્ન કરી દેવા માગે છે. અને વકીલ જેવું મન મુદત ઉપર મુદત પાડ્યું જ જાય છે. ખરી કરુણતા એ સર્જાઈ છે કે આત્મા ખખડાવીને મન પર કોઈ દબાણ સર્જી શકતો નથી.
પણ સબૂર ! આ વકીલ એવો કહ્યાગરો છે કે આત્મા એક વાર દબાણ કરીને શુભ કન્યાનાં લગ્નતુર્ત કરી લેવા એના પર જોર લગાવે તો એ જ પળે એ લગ્ન કરી લેવા સંમત થઈ જાય તેમ છે. આપણે એ પ્રયોગ એક વાર પણ કરી જોશું ખરા?
આ જ તો બની રહ્યું છે સમસ્ત સંસારમાં ! ક્ષેત્ર ચાહે લગ્નનું પકડો કે બજારનું પકડો, રમતગમતનું પકડો કે કારકિર્દી બનાવવાનું પકડો. શરૂઆત એ બધાયની કદાચ સ્વર્ગની અનુભૂતિ કરાવતી હોય તેવી પણ સમય જેમ જેમ પસાર થતો જાય તેમ તેમ સ્વર્ગ ગાયબ થતું જાય અને સાક્ષાત્ નરકમાં હોવાનો અહેસાસ થતો જાય !
શા માટે આમ બનતું હશે એમ પૂછો છો ? એક જ જવાબ છે એનો. બધીય કબૂલાતો અને બધી જ પ્રવૃત્તિઓ મોહના નશામાં જ થતી હોય છે. લગ્ન થાય છે વાસનાના નશામાં. બજારમાં માણસ દોટ લગાવી રહ્યો છે લોભના નશામાં કારકિર્દીમાં નંબર એક પર આવી જઈને ટકી રહેવાનું પાગલપન મન પર સવાર થાય છે અહંના નશામાં ! દારૂના નશામાં થતાં કાર્યો કરતાં ય મોહના તીવ્ર નશામાં થતાં કાર્યો ભારે ત્રાસદાયક બની રહેતા હોય છે. આ સત્ય આપણને ક્યારે સમજાશે?