Book Title: Torchno Prakash Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 4
________________ સાંભળ્યું છે કે તમે સૌંદર્યપ્રસાધન કંપની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. વાત સાચી ?” ‘તમારી ઉંમર?' ‘૪૦ વરસની’ ‘લગ્ન?' ‘નથી કર્યા” વૈિરાગી છો?” શી બાબતનો કેસ કર્યો છે?” છેતરપીંડીનો’ ‘તમારી સાથે છેતરપીંડી થઈ?” પણ શી રીતે ?” રૂપવતી સમજીને મેં જે સ્ત્રી સાથે લગ્ન કર્યા એ સ્ત્રી હકીકતમાં રૂપવતી છે જ નહીં, કુરૂપ જ છે. હું એને પહેલી વાર જોવા ગયો ત્યારે એણે ચહેરા પર જે સૌંદર્ય ઉપસાવ્યું હતું એ સૌંદર્ય માટે એણે સૌંદર્ય પ્રસાધન કંપનીનાં સાધનોનો ઉપયોગ કર્યો હતો. આ મારી સાથે છેતરપીંડી નથી તો બીજું શું છે?” પતિએ આક્રોશ ઠાલવ્યો. તો પછી લગ્ન ન કરવાનું કોઈ કારણ તો હશે ને?” હા. મારે એવી સ્ત્રી જોઈતી હતી કે જે સર્વાંગસુંદર હોય’ એવી એક પણ સ્ત્રી ન મળી ?' બે વરસ પહેલાં એક સ્ત્રી એવી મળી ખરી પણ એણે મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી.' કારણ?” ‘એ સર્વાંગસુંદર પુરુષની શોધમાં હતી.” શિયાળ પર વિશ્વાસ રાખવામાં સસલું કદાચ નહીં પણ છેતરાતું હોય, કાગડા પર ભરોસો રાખવામાં કોયલ કદાચ માર નહીં પણ ખાતી હોય, દુર્જન પર ભરોસો મૂકવામાં સજ્જનને કદાચ હેરાન નહીં પણ થવું પડતું હોય. પણ. રાગ પર જેણે પણ વિશ્વાસ મૂક્યો, રાગનાં દર્શનને જેણે પણ સાચું માન્યું, રાગને જેણે પણ પોતાના જીવનનો સલાહકાર બનાવ્યો, રાગની જેણે પણ પોતાના હૃદયમાં જિગરજાન મિત્ર તરીકેની પ્રતિષ્ઠા કરી દીધી એ માણસે જીવનમાં મારે ન ખાધો હોય, હાર ન ખાધી હોય, પોકે પોકે આંખમાંથી આંસુ વહાવ્યા ન હોય એવું ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી, વર્તમાનમાં બનતું નથી અને ભવિષ્યમાં ક્યારેય બનવાનું પણ નથી ! જીવનને સલામત રાખવું છે? રાગથી સાવધ રહો ! મારી અપૂર્ણતા મને દેખાય જ નહીં અને છતાં સામાની પૂર્ણતા અંગેના મારા આગ્રહમાં ટસના મસ થવા હું તૈયાર ન થાઉં તો મારા લમણે અસંતોષ અને ઉગ ન ઝીંકાય તો બીજું થાય શું? પેટના દર્દીને મસ્તકના દર્દી પ્રત્યે સહાનુભૂતિ હોય છે. કૅન્સરના રોગીને હૃદયરોગી, પ્રત્યે હમદર્દી હોય છે. લકવાગ્રસ્તને અપંગ પ્રત્યે પ્રેમભાવ હોય છે પરંતુ કોણ જાણે કેમ પણ ક્રોધીને અભિમાની પ્રત્યે તિસ્કાર જ જાગતો હોય છે, લોભીને માયાવી પ્રત્યે દ્વેષ જ પેદા થતો રહે છે, ધનલંપટને વાસનાલંપટ દીઠો ય નથી ગમતો. દુષ્પરિણામ આનું એ આવે છે કે મૈત્રી, ક્ષમા અને પ્રેમ આ બધાય શુભભાવો માત્ર શબ્દોના વિષય જ બન્યા રહે છે, અનુભવના વિષય બનતા જ નથી. જીવન ઉત્તમ અને અનુભવો અધમ એ જીવનની મામૂલી કરુણતા તો નથી જ ને?Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 51