Book Title: Torchno Prakash
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 2
________________ ‘તું એક કામ કરી ન શકે ?’ પતિએ પત્નીને કહ્યું ‘શું?’ ‘તને ક્રોધ જ્યારે પણ આવે...’ ‘ત્યારે શું ?’ ‘ત્યારે તારે ૧થી ૧૦૦ સુધીના આંકડા બોલી જવાના અને પછી જ ક્રોધ કરવો.’ ‘એનાથી તમને શું ફેર પડશે ?’ ‘ઘણો ફેર પડશે’ શો ?’ ‘તું ૧ થી ૧૦૦ સુધીના આંકડા બોલી રહીશ ત્યાં સુધીમાં કમ સે કમ મને ઘરની બહાર નીકળી જવાનો સમય તો મળી રહેશે ને ? લોભી લોભના માધ્યમે સંપત્તિ મેળવવામાં સફળ બનતો હોય અને એના કારણે લોભ સાથેની એની દોસ્તી અડીખમ રહેતી હોય એ તો સમજાય છે. માયાવી માયાના માધ્યમે દુર્જન હોવા છતાં પોતાની જાતને સજ્જન હોવાનું પુરવાર કરી શકતો હોવાના કારણે માયા સાથેની એની મહોબ્બત અડીખમ રહેતી હોય એ ય સમજાય છે. અભિમાનીનો પોતાની શક્તિ પ્રદર્શનના કારણે સર્વત્ર વટ પડતો હોય અને એના કારણે અભિમાન પ્રત્યે એની કૂણી લાગણી રહેતી હોય એ ય સમજાય છે. પણ, ક્રોધી ક્રોધના માધ્યમે સંબંધ ક્ષેત્રે, સ્વસ્થતા ક્ષેત્રે, સંપત્તિ ક્ષેત્રે, સમાધિ ક્ષેત્રે, સ્વજન ક્ષેત્રે, સદ્ગુણ ક્ષેત્રે સતત નુકસાનીમાં જ ઊતરતો જતો હોય છે અને છતાં એ ક્રોધનું પુનરાવતન કરતો જ રહે છે એનું કારણ સમજાતું નથી. ક્રોધની અસરકારકતા શું એની વિનાશકતા જોવા નહીં દેતી હોય ? આપણા ઘરમાં જે પણ મહેમાન આવે છે એ તમામને તમે લગ્ન વખતે પહેરેલો સ્યુટ બતાવ્યા કરો છો એની પાછળ કોઈ કારણ છે ?’ પત્નીએ પતિને પૂછ્યું, ‘ધ’ ‘શું કારણ છે ?’ “એ જાણવાનો આગ્રહ તું ન રાખે તો સારું છે’ ‘ના. મારે એ જાણવું જ છે’ ‘તો સાંભળી લે. દરેક મહેમાનને સ્યુટ બતાવીને હું અટકી નથી જતો પણ સાથોસાથ અચૂક કહું છું કે મારા જીવનમાં દુઃખની શરૂઆત આ કપડાં પહેર્યા ત્યારથી થઈ છે.’ પતિએ ઠંડે કલેજે જવાબ આપી દીધો. કાચના ટુકડાને માણસે ‘હીરા’નું લેબલ લગાવ્યું હોય એવું સાંભળવામાં નથી આવ્યું. કાગળના ટુકડાને માણસે પ∞ ની ‘નોટ'નું લેબલ લગાવ્યું હોય એવું ય સાંભળવામાં નથી આવ્યું. સડી ગયેલ લાકડાને માણસે આકર્ષક ફર્નિચરની ઉપમા ક્યારેય નથી આપી. પ વાસનાને ‘પ્રેમ’નું લેબલ લગાવી દઈને માણસે જે નુકસાની વેઠી એનો તો જગતમાં જોટો જડે એમ નથી. આ જૂઠા લેબલને વફાદાર રહેવા માટે એણે એટએટલી વ્યક્તિઓ સાથે બેવફાઈ આચરી છે કે જેનું વર્ણન કરવું શક્ય નથી. બાકી, પ્રેમ તો અત્તરનું પ્રતિનિધિત્વ ધરાવે છે. એની ઉપસ્થિતિ છતાં ઉદ્વેગનો, ઉકળાટનો અનુભવ થાય ? કલેશની દુર્ગંધ અને સંક્લેશનો ગંદવાડ અનુભવવા અને જોવા મળે ? સંઘર્ષ અને સમસ્યાના કાદવમાં ખરડાવાનું બને ? સાવધાન ! વાસનાને ‘વાસના’ તરીકે ઓળખી લો. મનની સંખ્યાબંધ ઉત્તેજનાઓ આપોઆપ શાંત થઈ જશે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 51