Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૩ સત્ર: ૩
ભ
તીવ્રતર સંકલેશરૂપ અધ્યવસાય વાળી હોય છે.
૪ (૬) ધૂમપ્રભા કરતા તીવ્રતર સંકલેશરૂપ અધ્યવસાય યુકત એવી કૃષ્ણલેશ્યા તમપ્રભા પૃથ્વીના નરકોમાં ના જીવોને હોયછે.
પ્રશ્નઃ જો નરકમાં નિરંતર અશુભ લેશ્યા જ હોય તો નવીન સમ્યક્ત પામનારા જીવો પણ નરકમાં હોય છે તેનું શું? તેમની લેગ્યાતો શુભ હોય છે?
લેશ્યા ના દૂત્રલેશ્યા અને ભાવલેશ્યા એવા બે ભેદો છે. તેમાં આ સૂત્રમાં જે અશુભતાનું પ્રતિપાદન કર્યુ છે તે દ્રવ્ય લશ્યાને આશ્રીને છે. ભાવથી તો છ એ વેશ્યા નરકના જીવોમાં હોય છે. - બીજી દષ્ટિઅષે કહીએ તો અહીં અશુભલેશ્યાનું પ્રતિપાદન બહુલતાને આશ્રીને પણ સંભવે છે. કેમકે શુભલેશ્યા કરતા અશુભલેશ્યાવાળા જીવોનું પ્રમાણ ઘણું વધારે છે.
* પરિણામ: ગામતર પરિણામ) નરકોમાં પુદ્ગલ દ્રવ્યનું જે પરિણમન હોય છે તે ઉત્તરોત્તર અધિક અધિક અશુભ હોય છે. રત્નપ્રભાથી શર્કરા પ્રભા તેનાથી વાલુકપ્રભા.... એમ નીચે નીચે ની નરકોમાં પદગલ દ્રવ્યોના પર્યાયો અશભઅશુભતર થતા જાય છે.
નરકોમાં રહેલા પુદ્ગલ દ્રવ્યના આઅશુભ પરિણામો સ્વોપજ્ઞ ભાષ્યમાંદશપ્રકારે જણાવેલા છે..જિ (૧) બંધન (૨) ગતિ (૩) સંસ્થાન (૪) ભેદ (૫) વર્ણ (દ) ગંધ (૭) રસ (૮) સ્પર્શ (૯) અગુરુલઘુ (૧૦) શબ્દ-એ દશ અશુભ પુદ્ગલોનો અનુક્રમે અધિક અશુભતર પરિણામ નરક પૃથ્વીને વિશે હોય છે.
[8] વંધન નારકોને પ્રત્યેક સમયે આહાર્ય પુદ્ગલોનો સંબંધ થાય એકલેકે તે આહારની સાથે બંધલક્ષણ બંધન પરિણામને પામે છે. તે જાજ્વલ્યમાન અગ્નિની જેમ ભયંકર છે.
શરીર આદિ સાથે સંબંધમાં આવતા આ પુદ્ગલો અત્યંત અશુભ હોય છે.
[૨] પતિ – અપ્રશસ્ત વિહાયોગતિનામ કર્મના ઉદય થી નારકોની ગતિ પણ ઊંટના જેવા ગતિ પરિણામ વાળી હોવાથી અત્યન્ત શ્રમજનક છે. તપાવેલા લોખંડ પર પગ મુકવો પડે એ કરતાં પણ અધિક દુઃખદાયી છે.
[૨] સંસ્થાન:-જીવોની તેમજ ભૂમિની આકૃતિ જોનારને ઉદ્દેગ ઉત્પન્ન થાય તેવા હોય છે. આ સંસ્થાનું પરિણામ અત્યન્ત જધન્ય હુંડકરૂપ છે. જે પોતાને પણ જોતા મહાઉદ્વેગ જનક લાગે છે. ખૂબજકુજ છે. પાંખો કાપી નાખેલા પક્ષીના જેવું વિરૂપ છે.
[૪] મે-કુંભી વગેરેમાંથી નારકીના શરીરના પુદ્ગલોને છૂટાકરવામાં આવે છે તે શસ્ત્રો વડે પ્રહાર કરવા જેટલું દુઃખદાયી લાગે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org