Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૧
૯૧
–અહીંના મનુષ્યો યુગલિક રૂપે જન્મે છે. તેમની કાયા બે ગાઉની છે. આયુષ્ય બે પલ્યોપમનું હોય છે, બે દિવસને અંતરે જ ભોજન લે છે. ફકત બોર જેટલો આહાર લેવાથી તૃપ્તિ પામે છે.
– તેઓની સુંદર દેહાકૃતિ અને ઉત્તમ સંઘયણ છે. શરીરમાં ૧૨૮ પાંસડી છે.
– પોતાના આયુષ્યના ફકત ૬૪ દિવસ બાકી રહે ત્યારે પોતાના જેવા યુગલિક ને જન્મ આપે છે. માત્ર ૬૪ દિવસના પાલનપોષણમાં તે યુગલિક હરતું ફરતું થઈ જાય છે.
૪. રમ્યકક્ષેત્ર: રમ્યક ક્ષેત્ર ના યુગલિક ની હકીકત હરિવર્ષ ક્ષેત્રના યુગલિક જેવી જ છે. બંને ક્ષેત્રોમાં બધી રીતે સમાનતા છે.
ફકત વૃતવૈતાઢ્ય અને નદી ના નામમાં ફર્ક છે. રમ્યક્ષેત્રની મધ્યે આવેલાં વૃત્તવૈતાદ્યનું નામ માલ્યવંત છે અને નરકાંતા નારીકાંતા નદી છે.
૫. હૈરણ્યવંત ક્ષેત્રઃ આ ક્ષેત્ર હૈમવત ક્ષેત્રની સમાન છે. ત્યાંના યુગલિકાદિ હકીકત પણ હેમવંત ક્ષેત્ર જેવી જ છે. માત્ર નદી-પર્વતના નામો ભિન્ન છે. મધ્યમાં આવેલ વૃત્ત વૈતાદ્યનું નામવિકરાપાતી છે અને ત્યાં રૂપ્યકુલા–સુવર્ણકુલા બે નદી છે.
દ. ઐરાવત ક્ષેત્રઃ જંબુદ્વીપની દક્ષિણે જેમ ભરત ક્ષેત્ર તેમ ઉત્તરમાં તેના જેવું છે ખંડ યુક્ત ઐરાવત ક્ષેત્ર છે. બંને ક્ષેત્રમાં બધી રીતે સામ્ય છે. માત્ર નદીના નામ માં ફર્ક છે. અહીં રકતા અને રકતવતીનામની બે નદીઓ વહે છે.
૭. મહાવિદેહ ક્ષેત્ર બરાબર મધ્યમાં આવેલું હોવા છતાં તેની વિશિષ્ટ માહિતીની - નોંધ કરવા માટે તેને છેલ્લા કમમાં મુકેલ છે. આ મહાવિદેહ કુલ ચાર ભાગમાં વહેંચાયેલું છે જૂિઓ –પરિશિષ્ટઃ દચિત્રઃ ૧૦]
(૧) પૂર્વદિદેહ (૨) પશ્ચિમવિદેહ (૩) ઉત્તર કુરુ (૪) દેવકુરુ – મધ્યમાં મેરુ પર્વત આવેલો- જેનું વર્ણન પૂર્વસૂત્રઃ ૯ની પ્રબોધટીકામાં જોવું]
-આ મેરુ પર્વતની ઉત્તર તરફનો ભાગ કે જે ગંધમાદન અને માલ્યવંત પર્વતની મધ્યમાં આવેલો છે. તેને ઉત્તર કુરુ કહે છે.
– મેરુ પર્વતની દક્ષિણ તરફનો ભાગ કે જે વિદ્યુ—ભ અને સૌમનસ નામના બે ગજાંત પર્વતોની વચ્ચે આવેલો છે તેને દેવકુરુ કહેછે.
– મેરુ પર્વતની પૂર્વ દિશામાં પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે.
- શીતા નદી વડે પૂર્વ મહાવિદેહના ઉત્તર તરફ અને દક્ષિણ તરફના બે ભાગ પડે છે. -શીતોદાનદીવડે પશ્ચિમમહાવિદેના ઉત્તરતરફ અને દક્ષિણ તરફનાબે ભાગ પડે છે.
– આ રીતે મહાવિદેહ ક્ષેત્રના દિવકુરુ, ઉત્તરકુર, મેરુપર્વતાદિ સિવાયના કુલ ચાર ભાગ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org