Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આમાં સંખ્યાતા વાળના ટુકડા હોવાથી સંખ્યાતા સો વર્ષ એટલે કે કુવામાં જે ૩૭ અંક જેટલા વાળના ટુકડા છે. તેના ઉપર બે મીંડા ચઢાવવાથી ૩૯ અંક જેટલા વર્ષે એક કુવો ખાલી થાય.
આ ગણતરીએ પણ સંખ્યાતાનો ઉપયોગ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ સમજવા પૂરતોજ છે. બાકી બાદર અદ્ધા પલ્યોપમથી કોઈ વસ્તુ આદિનું માપ થઈ શકતું નથી.
[૪] સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ સૂક્ષ્મ પલ્યોપમ માટે બાદરરોમખંડના જે પ્રત્યેક રોમ ખંડ, તેના જે અસંખ્યા તટુકડાઓ કર્યા હતા. તેવાજ અસંખ્યાત રોમ ખંડ અહીં ગ્રહણ કરવા.
– તે રોમ ખંડો માંથી સો સો વર્ષે એક એક ટુકડો કાઢતા જવું.
– એમ કરતા જયારે આખો કુવો ખાલી થાય. ત્યારે જેટલો કાળ જાય, તેટલા કાળને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહેવાય.
આમ કરતા અસંખ્યાત વર્ષો લાગે.
– આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમના માપ વડેજ અવસર્પિણી – ઉત્સર્પિણી કાળ, ચારે ગતિના જીવોનું આયુષ્ય, કર્મની સ્થિતિઓ, જીવોની કાયસ્થિતિ વગેરે મપાય છે.
અધ્યા – એટલે કાળ.
તેથીજ સિદ્ધસેનીયટીકામાં જણાવે છે કે મનુષ્યનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ કહ્યું ત્યાં આ – અદ્ધા પલ્યોપમનું માપ લઈને ત્રણ પલ્યોપમ સમજવા.
[૫] બાદર ક્ષેત્રપલ્યોપમ બાદર ઉદ્ધાર પલ્યોપમ વખતે જે બાદરરોમખંડભર્યા છે. તે દરેક રોમ ખંડમાં અસંખ્ય અસંખ્ય આકાશ પ્રદેશો અંદર અને બહારથી સ્પર્શી ને પણ રહયા છે. અને અસ્પર્શીને પણ રહયા છે.
– તેમાં સ્પર્શીને રહેલા આકાશપ્રદેશો કરતા નહીં સ્પર્શીને રહેલા આકાશ પ્રદેશો ઘણાં છે. જયારે સ્પર્શેલા આકાશ પ્રદેશ થોડાં છે.
-તે સ્પર્શેલા આકાશ પ્રદેશને એકએક સમયે બહાર કાઢતાં સર્વસ્પર્શેલા આકાશ પ્રદેશો જેટલા કાળે ખાલી થાય તેટલા કાળનું બાદર ક્ષેત્ર પલ્યોપમ કહેવાય.
[૬] સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ સૂક્ષ્મઉદ્ધાર પલ્યોપમ માટે જેવા સૂક્ષ્મ રોમ ખંડો ભરેલા છે . તેજ સૂક્ષ્મ રોમખંડ વાળો કુવો લેવો.
–તે કુવામાં દરેક સૂક્ષ્મરોમ ખંડ માં અંદરના ભાગમાં સ્પર્શલા અને નહીં સ્પર્શેલા આકાશ પ્રદેશો બાદર ક્ષેત્ર પલ્યોપમ પ્રસંગે કહયા છે.
–તે ઉપરાંત એક રોમ ખંડથી બીજા રોમ ખંડ વચ્ચે પણ અસ્પષ્ટ આકાશ પ્રદેશો દરેક આંતરામાં અસંખ્યાત-અસંખ્યાત હોય છે.
–એપ્રમાણ બે પ્રકારના સ્પષ્ટઆકાશ પ્રદેશો છે અને બે પ્રકારના અસ્પૃષ્ટ આકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org