Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા મહાવિદેહની અંતર્નદી ૧૨-૧૨ તેથી કુલ નદી ૨૪ મહાવિદેહની ૩૨ વિજય પ્રત્યકમાં ર-ર નદી એ રીતે બંને મહાવિદેહમાં થઈને કુલ નદી ૧૨૮ પુષ્કરાર્ધમાં બંને તરફ થઈને આવેલી કુલ નદી ૧૮૦
નદીના પ્રવાહવિશે અગત્યની સુચનાઃ–પુષ્કરાર્ધદ્વીપમાં ૭મોટા ક્ષેત્રની કુલ ૨૮ નદી છે તેમાં ૧૪ નો પ્રવાહ અભ્યત્તર છે. અને ૧૪ નો પ્રવાહ બાહ્ય છે.
– અત્યંતર પ્રવાહવાળી નદીનું જળ તો કાલોદ સમુદ્ર માં લય પામે છે.
– પણ જેનદીનો પ્રવાહબાહ્ય છે. તેનું જળ માનુષોત્તર પર્વત તરફ વહે છે. તે જળ માનુષોત્તર પર્વત નીચે પ્રવેશી ત્યાં જ વિલય પામે છે. પણ તે ૧૪ નો પ્રવાહ બાહ્ય પુષ્કરાઈમાં જતો નથી.
– માનુષોત્તર પર્વતની નીચેની માત્ર ૧૦૨૨ યોજન ભૂમિમાં આ જળ શોષાઈ જાય છે. તેનું કારણ એ છે કે સ્વાભાવિકજ તે ભૂમિનો અતિશોષણકારી સ્વભાવ છે.
જ માનુષોત્તર પર્વત – જેના વિશે હવે પછીના સૂત્રઃ ૧૪માં પણ કહેવાશે તેનું અહીં પ્રસંગોચિત વર્ણન કરેલ છે.
– પુષ્કરવર દ્વીપની મધ્યે આવેલો હોવા ઉપરાંત અહીં મનુષ્ય ક્ષેત્ર સમાપ્ત થાય છે. માટે તેનું યથોચિત વર્ણન ભાષ્યકાર મહર્ષિ,ટીકાકાર મહર્ષિ આદિએ કર્યું છે. તેથી અહીં પણ તેના સ્વરૂપને સ્પષ્ટ કર્યુ છે.
# સ્થાન – આ પર્વત પુષ્કરદ્વીપની ઠીક ઠીક મધ્યમાં શહેરના કિલ્લાની જેમ ગોળાકારે ઉભેલો સુવર્ણમય છે.
# નામ:- તે મનુષ્ય લોકોને ઘેરીને રહેલો છે. માટે માનુષોત્તર પર્વત કહ્યો છે. મનુષ્યોના જન્મ-મરણ તેની અંદરના મનુષ્ય લોકમાંજ થાય છે. બહાર થતા નથી. સામાન્ય રીતે મનુષ્ય અહીંથી બહાર જઈ શકતો નથી ફક્ત વિદ્યા સંપન્નમુનિ કે લબ્ધિધારી મનુષ્ય જ અહીંથી બહાર જવા સમર્થ છે.
# માપ:માનુષોત્તર પર્વતની લંબાઈ વગેરે – ઉંચાઈ-૧૭૨૧ યોજન ભૂમિમાં-૪૩૦યોજન-૧ ગાઉ તળવિસ્તાર:– ૧૦૨૨ યોજન મધ્યવિસ્તાર- ૭૨૩ યોજન ટોચ વિસ્તાર–૪૨૪ યોજન આકાર –સિંહનિષઘાઆકાર સિંહબેઠેલો હોય તેવા આકારે આ પર્વત રહેલો છે. – વળી તે કંકણ (બંગડી) ની જેમ ગોળ આકાર વાળો છે. - અંદરનો આકાર સપાટ હોય છે. અને બહાર નો આકાર ઢોળાવ વાળો છે. # મનુષ્યલોક માનુષોત્તર પર્વતથી ઘેરાયેલા એવા અંદરના સમગ્ર ભાગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org