Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા – આ ચારે મહાવિદેહ ક્ષેત્રમાં મુખ્યત્વે ત્રણ ત્રણ ભાગ પડે છે. ૧. ચારે મહાવિદેહમાં આઠ-આઠ વિજયો આવેલી છે. ૨. ચારે મહાવિદેહમાં ચાર-ચાર-વહસ્કાર પર્વતો આવેલા છે ૩. ચારે મહાવિદેહમાં ત્રણ-ત્રણ અંતર્નદી આવેલી છે.
આ રીતે કુલ ૩૨ વિજય, ૧૬ વક્ષસ્કાર પર્વત અને ૧૨ અંતર્નદી થી યુકત એવું ચાર ભાગમાં વહેંચાયેલ આ મહાવિદેહ ક્ષેત્ર છે.
જેની ચાર વિજયમાં વિહરમાન તીર્થંકર પરમાત્મા બિરાજમાન છે
– મેરુ પર્વતની પૂર્વદિશામાં ઉત્તર તરફ આવેલી આઠમી પુષ્કલાવતી વિજયમાં સીમંધર સ્વામી વિચરી રહયા છે.
– મેરુ પર્વતની પૂર્વ દિશામાં દક્ષિણ તરફ આવેલી નવમી વત્સ નામની વિજયમાં યુગ મંધર સ્વામી વિચરી રહયા છે.
-મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં દક્ષિણ તરફ આવેલી ચોવીસમી નલિનાવતી વિજયમાં બાહુસ્વામી વિચરી રહયા છે.
– મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં ઉત્તર તરફ આવેલી પચીસમી વપ્રનામની વિજયમાં સુબાહુસ્વામી વિચરી રહયા છે.
– મહા વિદેહના ચારે વિભાગ સમાન હોવાથી માત્ર એક વિભાગનું વર્ણન જોઈએ તો પણ સમગ્ર ખ્યાલ આવી શકશે.
– આ વિભાગમાં રહેલી આઠે વિજયનું વિભાજન કરતાં ચાર વક્ષસ્કાર અને ત્રણ નદીઓ છે. સર્વપ્રથમ એક વિજય પછી એક વક્ષસ્કાર, પછી એક વિજય પછી એક નદી એ રીતે આઠ વિજયના સાત આંતરામાં ક્રમશ: પર્વત – નદી-પર્વત – નદી-પર્વત એ રીતે ચાર પર્વત અને ત્રણ નદી રહેલા છે.
- પ્રત્યેક વિજયમાં પણ મધ્યમાં પૂર્વ-પશ્ચિમ લંબાયેલા પર્વત છે અને ઉત્તરદક્ષિણ બે નદીઓ પસાર થાય છે. જેના લીધે ભરત ક્ષેત્રની માફક અહીં મહાવિદેહમાં પણ પ્રત્યેક વિજયમાં છ ખંડ થાય છે. ' – આ સર્વે વિજયોમાં ૫૦૦ ધનુષ્યની ઉંચાઈવાળા મનુષ્યો વસે છે તેમના ઘર
ભરત ક્ષેત્રના ઘરથી ૪૦૦ ગણાઉંચા છે તેમનું ઉત્કૃષ્ટ આયુક્રોડ પૂર્વનું છે. ત્યાં સદા દુષમા સુષમા કાળ વર્તે છે. બાકી બધું ભરત ક્ષેત્ર જેવું છે.
– ઉત્તર કુરુ દેવકુરુ મેરુ પર્વતની ઉત્તરે અને દક્ષિણે આવેલા તથા ગજાંતા આકારના બન્ને પર્વતો વડે જેની સીમા બંધાયેલી છે તેવા ઉત્તરકુર અને દેવકુરુ નામના બે ક્ષેત્રો છે. ત્યાં યુગલિકો રહે છે. જેમની ઉંચાઈ ત્રણ ગાઉ,આયુ ત્રણ પલ્યોપમ, ત્રણ દિવસને અંતરે આહાર લે, ફકત ચણાની દાળ જેટલો આહાર લેતા તૃપ્તિ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org