Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૪
પરસ્પર ઉદીરિત દુઃખોનું કારણ- ભાષ્યકાર મહર્ષિના કથનાનુસારઃ— નારક જીવો પરસ્પર ઉદીરિત દુઃખ ભોગવે છે તે વાતને કહી ને હવે તેના કારણને જણાવે છે
પૂર્વઅધ્યાય—૧ સૂત્ર ૨૨ મવપ્રત્યયો અવધિ: નાર દેવાનામ માં કહ્યું છે કે નારક જીવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય છે પણ તે અશુભ ભવહેતુકજ હોય છે કેમકે નારકગતિ અશુભ છે અને તે અશુભનામ કર્મના ઉદયથીજ ઉત્પન્ન થાય છે માટે અશુભ છે.
વળી મિથ્યાદર્શનના સાહચર્યને કારણે તેને અવધિજ્ઞાન ન કહેતા વિભંગજ્ઞાન કહ્યું છે અને ભાવરૂપ દોષોનાં ઉપઘાતથી તે વિભંગ જ્ઞાન તે નારક જીવો માટે દુઃખના જ કારણ રૂપ થાય છે.
–આવિભંગ જ્ઞાન થકી, નારક જીવબધી બાજુએ તિર્યક્, ચારે દિશાઓમાં અને ઉર્ધ્વ તથા નીચે દૂરથીજ નિરંતર દુઃખોના કારણોને જ જોયા કરે છે. અને સાપ-નોળીયા માફક પરસ્પર વૈર રાખે છે. સ્વાભાવિક રીતે પણ નારક જીવોમાં ક્રોધ કષાયનો ઉદય ચારે ગતિની અપેક્ષાએ સવિશેષ કહ્યો છે. તેથી ક્રોધ થી ધમધમતા એવા તેઓ એકમેક પર કુતરાની જેમ તુટી પડે છે. આવા આવા કારણોથી તેઓ પરસ્પર દુઃખને ઉદીરે છે. ] [8] સંદર્ભઃઆગમસંદર્ભઃ
(१) अण्णमण्णस्स कायं अभिहणमाणा वेयणं उदीरेति इत्यादि
* નીવા પ્ર.રૂ -૩- ૨ -સૂ. ૮૧/૨ (२) इमोहिं विवहेहिं आउहेहिं किं तं मोग्गर भूसंढिकरकय सति हल गय मुसल चक्क कुन्त तोमर सूल लउड भिडीमालि सव्वल पट्टिस चम्मिठ्ठ दुहण मुट्ठिय असिखेडम खड्ग चाव नाराय कणग कप्पिणि वासि परसु टंकतिक्ख निम्मल अण्णेहिं एवमादिहि असुभेहिं वेउब्विएहिं पहरणस्तेहिं अणुबन्धतिव्ववेरा परोप्परं वेयणं उदीरन्ति !
* પ્રસ્ન અŔ- સૂ૨
જ્ઞ તત્વાર્થસંદર્ભ:- મવપ્રત્યયો. ઞ.-૧-મૂ: ૨૨ અન્યગ્રન્થસંદર્ભઃ- ક્ષેત્રલોકપ્રકાશ સર્ગ ૧૮—તા. ૬૪ થી ૭૨
૩૧
] [9] પદ્યઃ
(૧) અન્યોન્ય જીવો નારકીમાં વૈરભાવે દુ:ખને ઉદીરતા તે સામસામે ક્ષણ ન પામે સુખને (૨) આ પદ્ય સૂત્રઃ૩ ના પદ્ય ના ચોથા ચરણમાં આવી ગયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org