Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૭
સમાસ બંને ગ્રંથોમાં ૩૨ સુધીના દ્વીપ-સમુદ્રના નામ આવેલા છે. જેમકે....... (૯) અરૂણદ્વીપ-પછી અરૂણસમુદ્ર.
(૧૦) અરૂણવદ્વીપ પછી અરૂણવરસમુદ્ર.
(૧૧) અરૂણવરાભાસ દ્વીપ પછી અરૂણવરાભાસ સમુદ્.
(૧૨) અરૂણોપપાત દ્વીપ – પછી અરૂણોપપાત સમુદ્ર
(૧૩) અરૂણોપપાતવરદ્વીપ -પછી અરૂણોપપાતવર સમુદ્ર
(૧૪) અરૂણોપપાતવરાભાસ દ્વીપ -પછી અરૂણોપપાતવરાભાસ સમુદ્ર (૧૫) કુંડલ દ્વીપ- પછી કુંડલ સમુદ્
(૧૬) કુંડલવર દ્વીપ -પછી કુંડલવર સમુદ્ર
(૧૭) કુંડલવરાભાસ દ્વીપ -પછી કુંડલવરાભાસ સમુદ્ (૧૮) શંખ દ્વીપ -પછી શંખ સમુદ્ર
(૧૯) શંખવર દ્વીપ -પછી શંખવર સમુદ્ર
(૨૦) શંખવરાભાસ દ્વીપ –પછી શંખવરાભાસ સમુદ્ર (૨૧) રૂચક દ્વીપ -પછી રૂચક સમુદ્ર
નોંધઃ-જંઘાચારણ મુનિ આ રુચક દ્વીપ સુધી જઇ શકે છે.
—પ્રાપ્ત માહિતી અનુસાર આ છેલ્લો દ્વીપ છે જયાં ચાર શાશ્વતા ચૈત્યોનો ઉલ્લેખ મળે છે.પછીના દ્વીપ-સમુદ્રમાં કોઇ દ્વીપમાં શાશ્વતા ચૈત્યનો ઉલ્લેખ જેવા મળેલ નથી. શાવત ચૈત્ય સ્તવ:– કર્તા દેવેન્દ્રસૂરિજી ગાથા-૩-પૂર્વાર્ધ बावन्न नंदीसरम्मि चउचउर कुंडले रुयगे ।
૫૫
આ રીતે ક્રમશઃ દ્વીપ-સમુદ્રની શ્રેણીમાં બત્રીસમો કૌંચવરાભાદ્વીપ અને કૌચવરાભાસ સમુદ્ર સુધીનો ઉલ્લેખ બૃહત્ ક્ષેત્રસમાસમાં છે. આવા અસંખ્ય દ્વીપ-સમુદ્ર માં છેલ્લે સૂર્યવર-સૂર્યવરાભાસ નામક ત્રિપત્યાવાર દ્વીપ-સમુદ્ર શ્રેણી પુરી થયા બાદછેલ્લા પાંચ દ્વીપ-સમુદ્ર આ રીતે કહ્યા છે દેવદ્વીપ-દેવસમુદ્ર, નાગદ્વીપ નાગસમુદ્ર, યક્ષદ્વીપ-યક્ષસમુદ્ર, ભૂતદ્વીપ- ભૂતસમુદ્ર અને સૌથી છેલ્લે સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણસમુદ્ર આવેલો છે.આટલું ક્ષેત્ર એક રજજુ પ્રમાણ છે ત્યાર પછી કોઇ દ્વીપ કે કોઇ સમુદ્ર નથી.ત્યાં તીર્હાલોક પૂરો થઇ જાય છે.
ઉપરોકત જે દ્વીપ-સમુદ્રના ક્રમનો ઉલ્લેખ કર્યો તેમાં એક જ નામ ધરાવતા પણ અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે.જેમકે-જંબૂટ્ટીપ છે. અસંખ્ય દ્વીપો પછી પાછો બીજો જંબુદ્રીપ આવે, વળી અસંખ્ય દ્વીપ પછી પાછો ત્રીજો જંબુદ્રીપ આવે એ રીતે.
જૈ દ્વીપાદિ નામોમાં રહેલી વિશેષતાઃ-દ્વીપોના એ નામો ગુણવાચક છે. કેવળ સંજ્ઞા ધરાવતા નામો જ નથી.-જેમકે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org