Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૩ સૂત્ર: ૧૧
૮૩
મહા હિમવંત પર્વત કહે છે.
– અથવા આ પર્વતનો અધિપતિ એક પલ્યોપમના આયુવાનો મહા હિમવંત નામનો દેવ હોવાથી આ પર્વત મહાહિમવંત કહેવાય છે.
૩.નિષધ:નિષધનો અર્થ વૃષભ થાય છે. આ પર્વત ઉપર વૃષભ આકારના ઘણા શિખરો હોવાથી તેને નિષધ પર્વત કહે છે.
– અથવા એક પલ્યોપમના આયુષ્યવાળો નિષધ નામનો દેવ આ પર્વતનો અધિપતિ હોવાથી આ પર્વતને નિષધ પર્વત કહે છે.
૪. નીલ (વંત) – નીલ એટલે વૈર્ય નામનો મણી, ચોથો વર્ષઘર પર્વત સંપૂર્ણ વૈર્યરત્નમય – નીલમણીવાળો હોવાથી નીલવંત કહેવાય છે.
– અથવા આ પર્વતનો અધિપતિ એકપલ્યોપમની સ્થિતિવાળો નીલવંત નામનો દેવ હોવાથી આ પર્વત નીલવંત કહેવાય છે.
૫. રુકમી એટલે પ્યમરૂપુ.આ પર્વતરૂપામય હોવાથી કમી કહેવાય છે.
– અથવા આ પર્વતનો અધિપતિ એકપલ્યોપમના આયુષ્યવાળો રુકમી નામનો દેવ હોવાથી આ પર્વતને રુકમી પર્વત કહે છે.
૬.શિખરી શિખરાણી એટલે વૃક્ષો. આ પર્વત ઉપર વૃક્ષ આકારના કૂટો હોવાથી તેને શિખરી પર્વત કહેવાય છે.
– અથવા આ પર્વતનો અધિપતિ એક પલ્યોપમના આયુષ્યવાળો શિખરીનામનો દેવ હોવાથી પણ તેને શિખરી પર્વત કહે છે.
જ ક્ષેત્ર અને પર્વત ના માપો જાણવા માટે કેટલીક પરિભાષા -૧-કળા: એક યોજનના ઓગણીશમા ભાગને કળા કહે છે. અર્થાતું આવી ઓગણીશ કળાનો એક યોજન થાય યોજનશબ્દની વ્યાખ્યા પૂર્વસૂત્ર ૩:૯ની પ્રબોધ ટીકામાં આપેલી છે
-ર-વિકળા કળાનો ૧૯મો ભાગ તેવિકળા.અથવા ૧૯-વિકળાની એક કળા થાય.
-૩-વિષ્ઠલ્મ : એટલે પહોળાઈ – અર્થ પ્રસિદ્ધ છે. તેને વિસ્તાર વ્યાસ કે પૃથુલતા પણ કહે છે.
૪. ઈષ: દરેક ક્ષેત્રની જીવાના મધ્યભાગથી સમુદ્ર સુધીનો જે વિખંભ-તે ઈષ અથવા શર કહેવાય છે.
–ભાષ્ય જીવાનો વર્ગ અને વિખંભનાવર્ગનોવિશ્લેષકરવો. મિોટી રકમમાંથી નાની રકમ બાદ કરવી, જે બાકી રકમ આવે તેનું વર્ગમૂળ કાઢવું, તે વર્ગમુળ-કમને વિષ્કલ્પમાંથી બાદ કરવી, જે શેષ રહેતેનું અડધું કરવું, જે રકમ આવે તેને ઈષ બાણનું માપ] જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org