SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૩ સૂત્ર: ૧૧ ૮૩ મહા હિમવંત પર્વત કહે છે. – અથવા આ પર્વતનો અધિપતિ એક પલ્યોપમના આયુવાનો મહા હિમવંત નામનો દેવ હોવાથી આ પર્વત મહાહિમવંત કહેવાય છે. ૩.નિષધ:નિષધનો અર્થ વૃષભ થાય છે. આ પર્વત ઉપર વૃષભ આકારના ઘણા શિખરો હોવાથી તેને નિષધ પર્વત કહે છે. – અથવા એક પલ્યોપમના આયુષ્યવાળો નિષધ નામનો દેવ આ પર્વતનો અધિપતિ હોવાથી આ પર્વતને નિષધ પર્વત કહે છે. ૪. નીલ (વંત) – નીલ એટલે વૈર્ય નામનો મણી, ચોથો વર્ષઘર પર્વત સંપૂર્ણ વૈર્યરત્નમય – નીલમણીવાળો હોવાથી નીલવંત કહેવાય છે. – અથવા આ પર્વતનો અધિપતિ એકપલ્યોપમની સ્થિતિવાળો નીલવંત નામનો દેવ હોવાથી આ પર્વત નીલવંત કહેવાય છે. ૫. રુકમી એટલે પ્યમરૂપુ.આ પર્વતરૂપામય હોવાથી કમી કહેવાય છે. – અથવા આ પર્વતનો અધિપતિ એકપલ્યોપમના આયુષ્યવાળો રુકમી નામનો દેવ હોવાથી આ પર્વતને રુકમી પર્વત કહે છે. ૬.શિખરી શિખરાણી એટલે વૃક્ષો. આ પર્વત ઉપર વૃક્ષ આકારના કૂટો હોવાથી તેને શિખરી પર્વત કહેવાય છે. – અથવા આ પર્વતનો અધિપતિ એક પલ્યોપમના આયુષ્યવાળો શિખરીનામનો દેવ હોવાથી પણ તેને શિખરી પર્વત કહે છે. જ ક્ષેત્ર અને પર્વત ના માપો જાણવા માટે કેટલીક પરિભાષા -૧-કળા: એક યોજનના ઓગણીશમા ભાગને કળા કહે છે. અર્થાતું આવી ઓગણીશ કળાનો એક યોજન થાય યોજનશબ્દની વ્યાખ્યા પૂર્વસૂત્ર ૩:૯ની પ્રબોધ ટીકામાં આપેલી છે -ર-વિકળા કળાનો ૧૯મો ભાગ તેવિકળા.અથવા ૧૯-વિકળાની એક કળા થાય. -૩-વિષ્ઠલ્મ : એટલે પહોળાઈ – અર્થ પ્રસિદ્ધ છે. તેને વિસ્તાર વ્યાસ કે પૃથુલતા પણ કહે છે. ૪. ઈષ: દરેક ક્ષેત્રની જીવાના મધ્યભાગથી સમુદ્ર સુધીનો જે વિખંભ-તે ઈષ અથવા શર કહેવાય છે. –ભાષ્ય જીવાનો વર્ગ અને વિખંભનાવર્ગનોવિશ્લેષકરવો. મિોટી રકમમાંથી નાની રકમ બાદ કરવી, જે બાકી રકમ આવે તેનું વર્ગમૂળ કાઢવું, તે વર્ગમુળ-કમને વિષ્કલ્પમાંથી બાદ કરવી, જે શેષ રહેતેનું અડધું કરવું, જે રકમ આવે તેને ઈષ બાણનું માપ] જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005033
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy