________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
અને
-પ- જીવા ઃ દરેક ક્ષેત્રની પૂર્વથી પશ્ચિમ સુધીની ઉત્કૃષ્ટ લંબાઇ ને જીવા કહે છે. — ભાષ્યઃ જે ક્ષેત્રની જીવા કાઢવી હોય તે ક્ષેત્રના છેડાસુધીની મૂળથી માંડીને 'અવગાહ ઉનાવગાહનોગુણાકાર કરવો, તેગુણનેચારેગુણીતેનુંવર્ગમુળકાઢવું. તેથી જેઅંક આવે તેને જીવા કહે છે. જીવા-જયા-ધનુઃ પ્રત્યંચા એપર્યાયનામોછે.
1ઝવાદે .જંબુદ્રીપની દક્ષિણ જગતીથી જે-તે ક્ષેત્રના ઉત્તર છેડા સુધીની અવગાહ. 2જંબુદ્રીપના આખા વિખુંભમાંથી ઇચ્છિત અવગાહ બાદ કરવો તે ઉનાવગાહ. -૬- ધનુ: પૃષ્ઠઃ દરેક ક્ષેત્રની ‘જીવા’ ના પૂર્વઅને પશ્ચિમના છેડા, જે સમુદ્ર સુધી પહોંચતો પરિધિ થાય એનું નામ ધનુ: પૃષ્ઠ.
૮૪
– ભાષ્ય ઃ ઇસુના વર્ગને છ ગણો કરી, કાઢવું. જે રકમ આવે તેને ધનુઃપૃષ્ઠ કહે છે.
તેમાં જીવાનો વર્ગ ઉમેરી તેનું વર્ગમૂળ
-૭- બાહા ઃ દરેક ક્ષેત્રના પૂર્વના ધનઃપૃષ્ઠ થી આગળના ધનુઃપૃષ્ઠમાં વાંકા હાથની જેવો અધિક ખંડ હોય એ બાહા કહેવાય છે.
- ભાષ્ય ઃ ઉત્તર ક્ષેત્રના ધનુઃપૃષ્ઠ માંથી દક્ષિણ ક્ષેત્રનું ધનુઃપૃષ્ઠ બાદ કરતા જે શેષ રહે તેનું અડધુ કરવું, તેમ કરતા જે આવે તેને બાહા- જાણવી.
-૮-ક્ષેત્રફળ : દરેક ક્ષેત્રના એક યોજન લાંબા પહોડા જેટલા ખંડો થાય તે એ ક્ષેત્રનું ક્ષેત્રફળ સમજવું.
-૯- પરિધિ : વિષ્યમ્ભ વર્ગને દશગણોકરી તેનું વર્ગમુળ કાઢવું. આ વર્ગમૂળ તે ગોળક્ષેત્રની પરિધિ – ઘેરાવો જાણવો.
ભાષ્યકાર મહર્ષિ જણાવે છે કે અનેન રાખ્યુપાયન સર્વક્ષેત્રાળાં સર્વપર્વતાનામાયમ विष्कम्भज्येषु धनुःपृष्ठ परिणामानि ज्ञातव्यानि
અર્થાત્ આ કરણ સૂત્રો [ જે ઉપરોકત વ્યાખ્યાઓ કરી તેના] વડે સંપૂર્ણ ક્ષેત્રોપર્વતોના આયામ-વિષ્કમ્ભ-ઇજી-જીવા વગેરે સમજી લેવા જોઇએ.
- નોં ધ :- આ ભાષ્યના અનુસંધાને ત્રણ બાબત સ્પષ્ટ કરવી જરુરી છે.
૧. ઉપરોકત વ્યાખ્યા માત્રથી કંઇ સમજી શકાય નહીં. તે સમગ્ર ગણિત દાખલા આપી સમજવું પડે. જે બૃહત્ ક્ષેત્ર સમાસાદિમાં જણાવેલ છે. ત્યાં ખાસ જોવું. ગ્રન્થ ગૌરવના ભયે અમે સદષ્ટાન્ત ની સમજૂતીઓ અત્રે આપેલ નથી.
૨. ભાષ્યકાર મહર્ષિએ નાનકડા સૂચન થકી બધાંજ ક્ષેત્રો અને પર્વતો ના આ ગાણિતક માપોની જાણકારી ની આવશ્યકતા જણાવી દીધી- તેથી આ પ્રબોધટીકામાં તે માપો સામેલ કર્યા છે.
૩. તત્વાર્થપરિશિષ્ટ માં આ અંગે પૂજયશ્રી સાગરાનંદ સૂરિજી એ અલગ અલગ સૂત્રો બનાવીને આ બધી પરિભાષા સ્પષ્ટ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org