________________
તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા યુગલિયા સૂર્ય જેવી લાલ પ્રભાવાળા, કેટલાંક ચંદ્ર જેવી શ્વેત પ્રભાવાળા હોય છે માટે તેને હરિવર્ષ ક્ષેત્ર કહે છે. - અથવા એક પલ્યોપમની સ્થિતિ વાળો હરિવર્ષનામનો દેવ અધિપતિ છે માટે તેને હરિવર્ષ ક્ષેત્ર કહે છે.
૪. મહાવિદેહઃ કર્મભૂમિની અપેક્ષાએ ભરત –ઐરાવત ક્ષેત્રના મનુષ્યો કરતાં આ ક્ષેત્રના મનુષ્યોનું શરીર ઉદાર-મોટું [૫૦૦ ધનુષ = ૩૦૦૦ ફૂટ) હોવાથી તેને મહાવિદેહ કહે છે. અહીં વિદ્દ એટલે શરીર
– અથવા બાકીના છ એ વર્ષોત્ર કરતા આ ક્ષેત્ર લંબાઇ-પહોડાઇમાં વિશાળ છે માટે તેને મહાવિદેહ ક્ષેત્ર કહયું છે.
– અથવા એક પલ્યોપમના આયુષ્ય વાળો મહાવિદેહ નામનો દેવ આ ક્ષેત્રનો આધિપતિ હોવાથી આ ક્ષેત્રને મહાવિદેહ ક્ષેત્ર કહેવાય છે. - પ. રમ્યક આ ક્ષેત્રના યુગલિકો સુવર્ણ-મણિ જડિત કલ્પ વૃક્ષોથી યુકત રમણીય પ્રદેશમાં રમતા-ક્રિડા કરતા હોવાથી રમ્યક ક્ષેત્ર કહે છે.
– અથવા એક પલ્યોપમના આયુષ્યવાળો રમ્યક નામનો દેવ અધિપતિ હોવાથી આ ક્ષેત્રને રક્ષેત્ર કહેવાય છે.
૬. હિરણ્યવંતઃ રૂકમી પર્વત રૂપાનો છે. શિખરી પર્વત સોનાનો છે. બન્ને પર્વતોની વચ્ચે આ ક્ષેત્ર આવેલું છે. તેમજ હિરણ્ય [અર્થાત્ સુવર્ણ વાળા શિખરોપર્વતની પાસે હોવાથી તેને હિરણ્યવંત ક્ષેત્ર કહેવાય છે.
– અથવા યુગલિકોને બેસવાના આસન વગેરે હિરણ્યના હોઈ હિરણ્યવંત ક્ષેત્ર.
– આ ક્ષેત્ર જોવામાં માહોહર છે, સ્થાને સ્થાને સ્થાને હિરણ્યનો પ્રકાશ પડતો હોવાથી આ ક્ષેત્ર હિરણ્યવંત કહેવાય છે.
– આ ક્ષેત્રના અધિપતિ એક પલ્યોપમના આયુષ્યવાળો હિરણ્યવંત નામનો દેવ હોવાથી આ ક્ષેત્ર હિરણ્યવંત ક્ષેત્ર કહેવાય છે.
૭. ઐરાવતઃ આ ક્ષેત્રના અધિપતિ એક પલ્યોપમના આયુષ્ય વાળો ઐરાવત નામનો દેવ હોવાથી આ ક્ષેત્રને ઐરાવત ક્ષેત્ર કહે છે.
જ વર્ષઘર પર્વતના નામોનું રહસ્યઃ
૧. લઘુહિમવંત મહાહિમવંત કરતા લંબાઈ અને વિસ્તારમાં નાનો હોવાથી તેને લધુ હિમવંત પર્વત કહે છે.
– અથવા – આ વર્ષઘર પર્વતનો અધિપતિ એક પલ્યોપમના આયુષ્ય વાળો (ફુલ્લ) હિમવંતદેવ હોવાથી તેને હિમવંત–લઘુહિમવંત કે લુલ્લહિમવંત પર્વત કહે છે.
૨.મહાહિમવંત લઘુ હિમવંત કરતાલંબાઈ અને વિસ્તારમાં મોટો હોવાથી તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org