________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૧
છઠ્ઠું કૈરણ્યવત નામનું ક્ષેત્ર આવે છે.
-
- આ પાંચમા રમ્યક અને છઠ્ઠા હૈરણ્યવત ક્ષેત્ર નો વિભાગ રૂકમી નામના પર્વત વડે થાય છે.
-૬-ભરતથીઉત્તર તરફ હિમવંત-રિવર્ષ-મહાવિદેહ-રમ્યઅનેછઠ્ઠાહેરણ્યવત પછી સાતમું ક્ષેત્ર ઐરાવત ક્ષેત્ર આવે છે જેનો છેડો ઉત્તર તરફના લવણ સમુદ્રને સ્પર્શે છે. – આ છઠ્ઠા હેરણ્યવત અને સાતમા ઐરાવત ક્ષેત્રનો વિભાગ કે મર્યાદા શિખરી નામના પર્વત વડે નકકી થાય છે.
* જંબુદ્રીપ રચનાનું સામાન્ય સ્વરૂપ
આ રીતે સાત ક્ષેત્રો અને છ પર્વતો વાળા જંબુદ્રીપની સામાન્ય રચના આ રીતે જણાવી શકાય :- · જંબૂઢીપના દક્ષિણ તરફના (એટલે ચિત્ર મુજબ નીચેના) લવણ સમુદ્રના ભાગ થી (ચિત્ર મુજબ ઉપરના) ઉત્તર તરફના લવણ સમુદ્ર ના ભાગ સુધી જે જંબુદ્રીપની હદ દેખાય છે તેમાં દક્ષિણથી ઉત્તર તરફ ની આકૃતિ વિચારી એ તો
-
-
– સર્વ પ્રથમ આપણું આ (૧) ભરતક્ષેત્ર આવે છે – પછી (૨) હિમવાન કે લઘુ હિમવંત પર્વત – પછી (૩) હેમવંત ક્ષેત્ર – પછી (૪) માહિમ વાન પર્વત – પછી (૫) હરિવર્ષ ક્ષેત્ર – પછી- (૬) નિષધપર્વત – પછી – (૭) મહાવિદેહ ક્ષેત્ર– પછી(૮) નીલવંત પર્વત – પછી- (૯) રમ્યક ક્ષેત્ર – પછી- (૧૦) રૂકમી પર્વત — પછી – (૧૧) હિરણ્યવંત ક્ષેત્ર–પછી –(૧૨) શિખરી પર્વત–પછી (૧૩) ઐરાવત ક્ષેત્ર હઆ ક્રમમાં દક્ષિણથી ઉત્તર તરફ જતા ક્ષેત્રો અને પર્વતો આવેલા છે.
-
-
૮૧
-
સાતે ક્ષેત્રોના નામોનું રહસ્યઃ
૧.
ભરતઃમહાકાંતિ—બળ—વૈભવયુક્ત એક પલ્યોપમના આયુષ્ય વાળો ભરતનામનો દેવ આ ક્ષેત્રનો અધિપતિ છે. તેના ઉપરથી આ ક્ષેત્રને ભરતક્ષેત્ર કહેવાય છે. - અનાદિ કાળથી તેની આ પ્રમાણે સંજ્ઞા છે માટે ‘ભરતક્ષેત્ર’ કહે છે. ૨. હેમવંત ઃ એક તરફ લઘુ હિમવંત પર્વત અને બીજી તરફ મહાહિમવંત પર્વત હોવાથી આ ક્ષેત્રને હેમવંત ક્ષેત્ર કહે છે.
―
– હેમ એટલે સુવર્ણ, ઠામ ઠામ સુવર્ણના આસન હોવાથી હેમવંત કહે છે. – જોવામાં મનોહર અને જયાં જુઓ ત્યાં હેમ-સુવર્ણ ઝગમગતું હોવાથી, યુગલિક મનુષ્યને સુવા-બેસવાના આસન સુવર્ણમય હોવાને લીધે. ત્યાં બેઠેલા યુગલિકો પણ હેમમય દેખાતા હોવાથી હેમવંત ક્ષેત્ર કહેવાય છે.
Jain Education International
– અથવા એક પલ્યોપમની સ્થિતિ વાળો હૈમવંત દેવ નામનો અધિપતિ હોવાથી આ ક્ષેત્રને હેમવંત ક્ષેત્ર કહે છે.
૩. હરિવર્ષ ઃ હરિ શબ્દનો અર્થ સૂર્ય – ચંદ્ર પણ થાય છે. આ ક્ષેત્રમાં કેટલાંક
:
For Private & Personal Use Only
www.jainelibrary.org