________________
૮૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પર યોજન – ૬ કલા છે.. વગેરે વગેરે..
જ વર્ષથર ક્ષેત્ર મર્યાદા ધારક (પર્વતો). – વર્ષ એટલે ક્ષેત્ર, ઘર એટલે ધારણ કરનાર
– મહાક્ષેત્રની મર્યાદા બાંધી રહેલા હોવાથી અર્થાત્ સાત મહાક્ષેત્રોની વચ્ચે વચ્ચે હોવાથી તે સાત ક્ષેત્રોની મર્યાદા નકકી કરે છે માટે તેને વર્ષઘર (પર્વત) કહે છે.
– આ વર્ષઘર પર્વત કુલગિરિ (પર્વત) તરીકે પણ ઓળખાય છે. ફક્ત એટલે સમુદાય અને શિર એટલે પર્વત. આ છએ મોટા પર્વતોનો સમુદાય હોવાથી તેને કુલ ગિરિ કહે છે.
– આ પર્વતો વચ્ચે પડીને સાત ક્ષેત્રોને વિભકત કરી દે છે. એમ કરવા થકી તે વિભાગ ને અને ક્ષેત્રને ધારણ કરે છે. માટે તે વર્ષથર પર્વતા: પદ પૂર્વે સૂત્રમાં તત્ વિમાનિન: પદ મુકેલ છે.
જ તદ્ વિમાનિન: તદ્ શબ્દ પૂર્વસૂત્રની અનુવૃતિ માટે છે. – તે જંબુદ્વીપને વિશે રહેલા સાત ક્ષેત્રો – વિમાનને એટલે વિભકતકરનાર, છુટાપાડનાર.
- કયા ક્ષેત્રની હદ કયાં પૂરી થઈ અને કયાં શરૂ થઈ તે નકકી કેમ કરવું? એ સમસ્યાના ઉત્તરમાટે અહીં વચ્ચે રહેલા છ પર્વતોનો ઉલ્લેખ કર્યો છે.
-પૂર્વ-પશ્ચિમ લંબાયેલા એવા આ છ પર્વત કે જેનો એક છેડો જેબૂદ્વીપ થી પૂર્વ તરફના લવણ સમુદ્રને સ્પર્શે છે. બીજો છેડો જંબૂદ્વીપથી પશ્ચિમ તરફના લવણ સમુદ્રને સ્પર્શે છે. તે ક્યા કયા? સાત ક્ષેત્રોના વિભાગ કરે છે તે જણાવે છે.
-૧- જંબુદ્વીપ માં દક્ષિણ તરફ રહેલા લવણ સમુથી ગણીએતો સર્વ પ્રથમ ક્ષેત્ર-ભરત ક્ષેત્ર આવે છે. ભારત ક્ષેત્રથી ઉત્તર તરફ આગળ વધતા બીજું– હિમવંત ક્ષેત્ર આવે છે.
-પહેલા ભરત ક્ષેત્ર અને બીજા હિમવંત ક્ષેત્રનું વિભાજનહિમવાનું પર્વત કરે છે.
-૨- ભરત થી ઉત્તર તરફ જતા હિમવંત ક્ષેત્ર પછી ત્રીજું હરિવર્ષ ક્ષેત્ર આવે છે. – આ બીજા હિમવંત ક્ષેત્ર અને ત્રીજા હરિવર્ષ ક્ષેત્રનું વિભાજન મહાહિમવાનુ પર્વત કરે છે.
-૩- ભરતથી ઉત્તર તરફ જતાં હિમવંત અને હરિવર્ષ પછી ચોથું મહાવિદેહ ક્ષેત્ર છે. – આ ત્રીજા હરિવર્ષક્ષેત્ર અને ચોથા મહાવિદેહ ક્ષેત્રનું વિભાજન નિષધ પર્વત કરે છે.
-૪-ભરતથી ઉત્તર તરફ આગળ વધતા – હિમવંત - હરિવર્ષ અને મહાવિદેહ પછી પાંચમું રમ્યક ક્ષેત્ર આવે છે.
– આ ચોથા મહાવિદેહ અને પાંચમા રમ્યક ક્ષેત્રનું વિભાજન દર્શાવતો પર્વતનીલવંત પર્વત તરીકે ઓળખાય છે.
-પ-ભરતથી ઉતર તરફ વધતા હિમવંત-હરિવર્ષ-મહાવિદેહ અને રમક પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org