Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
અધ્યાયઃ૩ -સૂત્રઃ
[] [1]સૂત્ર હેતુઃ તિતિલોકના સ્વરૂપને દર્શાવવા માટે આ સૂત્રસર્વપ્રથમ દ્વીપ સમુદ્રને જણાવે છે.
[] [2] સૂત્ર મૂળઃ- *નવૂદીપનવળાવ્ય: શુમનામાનો દ્વીપસમુદ્રા [] [3] સૂત્ર પૃથ– નમ્વદીપ -સવળાય: શુમનામાન: દ્વીપ સમુદ્રા: [] [4] સૂત્ર સારઃ— જંબુદ્રીપ વગેરે શુભનામવાળા દ્વીપો [અને]લવણ વગેરે શુભ નામવાળા સમુદ્રો છે.
[] [5] શબ્દજ્ઞાનઃ
નમ્નદીપ:-જંબુદ્રીપ એક દ્વીપનું નામ છે. નવળ: લવણ એ એક સમુદ્રનું નામ છે. ગુમનામાન: શુભ નામવાળા દીપ: દ્વીપ સમુદ્રા: સમુદ્રો [] [6] અનુવૃતિઃ– કોઇ સૂત્રની અહીં અનુવૃતિ આવતી નથી.
[] [7] પ્રબોધ ટીકાઃ— લોકના મુખ્યત્વે ત્રણ ભેદ જણાવેલા છે.ઉર્ધ્વ અધો અને તિર્થં.જેમા સૂત્ર ૧થી૬માં અધોલાક સંબંધિ કંઇક વર્ણન કર્યુ.હવે પ્રસ્તુત સૂત્રથી તીર્છા અથવા મધ્યલોકનું વર્ણન આરંભાય છે. અને ઉર્ધ્વલોક સંબંધિ ચર્ચા અધ્યાયઃ૪માં કરવામાં આવેલી છે.
લોક સંબંધિ આ સમજને થોડી વિશેષ સ્પષ્ટ કરવી જોઇશે. ત્યાર પછીજ પ્રસ્તુત સૂત્ર સંબંધિ પ્રબોધટીકાનો આરંભ કરવો ઉચિત ગણાશે. કેમકે સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિએ આ પદ્ધતિ જ અપનાવેલી છે.
Jain Education International
ન્યૂ લોકનું સ્વરૂપ
-V
ભૂમિકા : અધોલોકમાં નરકના વર્ણનમાં કહેવાયું હતું કે – તે પૃથ્વીની નીચે ધનોદધિ – ધનવાત—તનુવાત ત્રણ વલયો છે. એટલે કે આકાશમાંસ્થિત થયેલ પાતળા વાયુએ ઘાટા વાયુને ધારણ કરેલ છે. ઘાટા વાયુએ ધનપાણીને ધારણ કરેલું છે. જેથી તે પાણી અહીં તહીં જઇ શકે નહીં. તે ધન-પાણી એ પૃથ્વીને ધારણ કરેલી છે. તેથી તે પાણી પણ વહી શકતુ નથી અને પૃથ્વી તેમાં ઓગળતી પણ નથી.
આ પ્રમાણે લોકનો સન્નિવેશ અનાદિ કાળનો છે. અથવાતો એમ કહી શકાય કે આ સર્વે અનાદિ પારિણામિક સ્વભાવ જ છે.
* નમ્બૂલીપ સવળોવાચ: જીમનામનો દ્વીપ સમુતા: એ રીતે દિગમ્બર આમ્નાયનું સૂત્ર છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org