Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
અનુવાદકારકશ્રીની ગૌરવગાથા શ્રાવતિ તીર્થોદ્ધારક સંસ્કૃતના મહાન સાક્ષર પૂ.આ.શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ.
કૃતિથી ભદ્રકર.... પ્રકૃતિથી ભદ્રકર... વૃત્તિથી ભદ્રકર... પ્રવૃત્તિથી ભદ્રકર... આવા ભદ્રંકર વ્યક્તિત્વથી શોભિત યથા નામ તથા ગુણ ભદ્રકરસૂરીશ્વરજી મ.સા. વ્યાખ્યાન વાચસ્પતિ પૂ.આ.શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકાર ધર્મદિવાકર પૂ.આ.શ્રી ભુવનતિલકસૂરિજીની પાટાકાશમાં સૂર્ય સમાન શોભી રહ્યા છે.
લોખંડી નિશ્ચય : આપશ્રીના જન્મથી છાણીનગરી ધન્યવંતી બની. સમજણ અને શૈશવના શણગાર કાયાએ સજવા માંડ્યા. ત્યાંતો તમોએ અણગાર બનવાના સુહાના સ્વપ્નો સજ્યા પણ શિવલાલભાઈ આદિ ત્રણ ભાઈઓની વચ્ચે એક જ પુત્રરત્ન એટલે સ્વાભાવિક વાત્સલ્ય
અધિક હોય એટલે દીક્ષા માટે અનુમતિ અને સમ્મતિ માગે તો ય મળવાની ન હતી, દિલમાં દીક્ષાની ભાવનાની ભરતી એવી જોરથી ઊઠી હતી કે તેનું વર્ણન અશક્ય અને અકથ્ય છે. પેલા સાયરે ઠીક કહ્યું છે...
અસ્થિર મનના માનવીને, રસ્તો પણ જડતો નથી
નિશ્ચય મનના માનવીને, હિમાલય પણ નડતો નથી... ફેક સ્વર્ણિમ સમયે દીક્ષા લેવાના લોખંડી નિશ્ચય સાથે પૂછયા વગર ઘરમાંથી દૂર દૂર ચાલી ગયા જ્યાં પૂ.લબ્ધિસૂરિજી મ. દાદા ગુરૂદેવના ચરણમાં પાટણ પહોંચી ગયા અને પ્રાર્થના કરી ગુરૂદેવ દીક્ષા પ્રદાન કરો ! મંગલ ચોઘડીયે ગુરૂદેવે દીક્ષા પ્રદાન કરી તેઓશ્રીના સંસારી મામા પૂ.આ.શ્રી વિજયભુવનતિલકસૂરિજીના શિષ્ય તરીકે સ્થાપન કર્યા.
સંસ્કૃતના મહાન સાક્ષર : દીક્ષાની સાથે શિક્ષા ચાલુ થઈ. અધ્યયનની લગની જોરદાર હોવાથી દિવસના આઠ-દશ કલાક અધ્યયનમાં જ વ્યતીત કરતા હતા. પિતાશ્રી જેવા મળવા આવે ત્યારે પોતાના પુત્રને શોધવા પડતા, કોઈક માળીયામાં કે એકાંત સ્થાનમાં બેસીને અધ્યયનમાં મસ્ત રહેતાં. ૩ વર્ષના દીક્ષા પર્યાયમાં તો સંસ્કૃત ટીકા સ્વયં વાંચતા જાણે માતૃભાષા વાંચતા હોય એમ અને સંસ્કૃતમાં શ્લોકોની રચના કરવા લાગ્યા. અને સમુદાયમાં પંડિત મહારાજ તરીકે પ્રસિદ્ધ પામ્યા. પૂ.ગંભીરસૂરિ મ. ગમ્મત કરતા કે આ તો કાશીનો બ્રાહ્મણ પંડિત લાગે છે. ન્યાયશાસ્ત્રોમાં પણ પ્રવિણતા પ્રાપ્ત કરી. આજે વૃદ્ધાવસ્થામાં પણ યુવાનને શરમાવે તેવી વિદ્યાપાસના કરી રહ્યા છે. જોતા એમ લાગે વૃદ્ધ નહીં પણ પ્રૌઢ બન્યા છે. શરીરને વૃદ્ધત્વ સ્પર્યું હશે પણ તનમાં તો હજુ યુવાન છે. ૧૦ કલાક વાંચન-ચિંતન-આલેખન પૂ.ઉપા.શ્રી યશોવિ. મ.ના ગહન અને ગંભીર દાર્શનિક ગ્રંથ અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષતું, વિજયોલ્લાસ મહાકાવ્ય પર સરલ-સુગમ-સુંદર ટીકાઓ
14