Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 5
________________ નવા अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥ વિ. સ. ૧૯૯૫ : શ્રાવણ પુસ્તક ૨ જી ] वन्दे मातरम् [ અંક ૪ માતાને વંદન. પણ માતાને અર્થ નથી કેવળ ભૂમિ, તેમ નથી કેવળ જનની. વંદનને અર્થ ન હેાય દેવળ પૂજન–અર્ચન—સ્તવન. માન્યતે કૃતિ માતા એ માતાને વ્યુત્પન્ન અર્થ; એના રૂઢ અર્થ જનતી. પણ એને સંસ્કારિત અર્થ તા‘ જે જીવનસત્ત્વ બક્ષતું હેાય એવું પૂજનીય તત્ત્વ.’ વન્દનના શબ્દાર્થ ભલે સ્તુતિ કે અભિવાદન હોય. પણ એને સંસ્કારિત અર્થ તે વશ્વના રક્ષણુની જવાબદારી પણુ પાતામાં જ સમાવી દે છે. જનનીને પ્રતિદિન નમન કરનાર પુત્ર જનની પર આવી પડતી આફતના પ્રસંગે જો મૌન સેવે તે તે કરતાં નમન ન કરનાર છતાં એ આફતને વિદારનાર પુત્રનાં વંદન વધારે સાચાં લેખાય છે. સરસ્વતી કે સંસ્કૃતિનાં પૂજન તે હંમેશાં હજારેા કરતા હશે પણ એને જાળવવા જીવનના ખેલ ખેલનાર પ્રતાપ કે શિવાજીનાં જ પૂજન ઝીલાયાં છે. જન્મભૂમિને વંદન તેા લાખા કરતા હશે પણુ નોંધપાત્ર વંદન તેમનાં જ લેખાય છે જેમણે ભૂમિના રક્ષણ માટે કુરબાની કરી હેાય. સંકુચિત દૃષ્ટિના માનવીને મન માતા એટલે જનની; રાષ્ટ્રિય દૃષ્ટિના માનવીને મન માતા એટલે જનની ઉપરાંત જન્મભૂમિ; મહાત્માને મન માતા એટલે જગતનું પ્રત્યેક સ્રીતત્ત્વ. આમાં પરમ વિશુદ્ધ ભાવના તા મહાત્માની છે; પણ દરેક માનવી મહાત્મા ન ખની શકે. છતાં જીવનના, સંસ્કારના, દેશના, ધર્મના, પ્રજાના. શુદ્ધ સ્વાર્થીના રક્ષણને ખાતર ઓછામાં ઓછાં ચાર સ્ત્રી-તત્ત્વાને તે દરેક માનવે માતા તરીકે સ્વીકારી લેવાં અનિવાર્ય છે. એ ચારે એને જીવનનું સત્ત્વ બક્ષે છે. એમની વિશુદ્ધિ અને એમના સંરક્ષશુમાં જ એના જીવનની કિંમત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52