________________
૧૬૮ - સુવાસ : શ્રાવણ ૧૯૯૫
નિવાસની ઈચ્છા દર્શાવી. જંગે તેને વાર્યાં પણ તે ન માનતાં તેને પણ, રાણી સાથે કાઈ કાવત્રામાં સામેલ ન થવાની ચેતવણી આપી, કાશીએ વળાવ્યા. પણ ઘેલે રાજા થાડાક દિવસ કાશીમાં ગાળી પાછે નેપાળને માર્ગે વહ્યા.
પણ એ સમયે રાણીએ, તેના મળતિયાઓએ તે જંગના વિરોધીઓએ તેને જંગની સામે કાવત્રામાં સામેલ થવા લલચાવ્યેા. રાજા કસાઈ પાયેા. તે નેપાળની સરહદ પર છાવણી જમાવી, કાવત્રાંબાજોની પ્રેરણા પ્રમાણે, નેપાળની તિજોરીમાંથી જ મળેલ નાણાંની મદદથી તે, જંગની સામે ધસી જવાને, સૈન્ય એકત્ર કરવા માંડયે.
જંગને આ સમાચાર મળી ચૂકયા હતા. તેણે રાજાને તરત જ પાટનગરમાં પાછા ક્રવાતે વિનંતિપત્ર મોકલ્યે. પણ રાજાએ તે ન ગણકારતાં ઉલટું એ મારાઓને પેાતાની લિખિત આજ્ઞા સાથે જંગનું ખૂન કરવા માકલ્યા. એ મારાએ જંગના જાસુસેાના હાથમાં પકડાઇ જતાં તેમણે ખૂનનું કાવત્રુ કખૂલી તે સંબંધી રાજાને આજ્ઞાપત્ર રજુ કર્યાં. જંગ એ
જ્ઞાપત્ર લઇ તેપાળના સૈન્યની સામે ઊભેા રહ્યો અને રાજાની આ ખૂની આજ્ઞા તેમાંના રાઇને માન્ય છે કે કેમ તે વિષે પૂછપરછ કરી. આખા સૈન્યે એક અવાજે એ આજ્ઞાને અસ્વીકાર્ય જણાવી. જંગે તે જ ક્ષણે રાન્તને પદભ્રષ્ટ જાહેર કરી પાટવીકુંવર સુરેન્દ્રવિક્રમને નેપાળનું સિંહાસન સાંધ્યું.
આ રીતે શાંત રાજક્રાન્તિ પછી જંગે નેપાળના ૩૭૦ જવાબદાર અમલદારાની સહીથી માજી મહારાજાને એક પત્ર માકલાવ્યેા, જેમાં જણાવવામાં આવ્યું કે, • અનેક ખૂની પ્રપંચામાં ભાગ લઈ મહારાજાએ પેાતાની માનસિક નબળાઇ પ્રદર્શિત કરેલી છે. એ સ્થિતિમાં તેમને નેપાળના સિંદ્ધાસને ચાલુ રાખવા એ ભયભરેલું હાઈ તેમના પાટવીકુંવર સુરેન્દ્રવિક્રમને પ્રામે પેાતાના મુગટમણ તરીકે સ્વીકાર્યો છે. મહારાજની ઈચ્છા જો નેપાલ બહાર વસવાની હાય તે તેમને સારૂં વર્ષાસન આપવામાં આવશે અને જો તેમને પાટનગરમાં વસવું હુંય તે તેમની માજી મહારાન્તને યાગ્ય સેવા ઉઠાવવામાં આવશે.’
પણ હઠીલા રાજા ન માન્યા. તેણે નેપાળની સરહદ પર પેાતાની લશ્કરી હીલચાલ ચાલુ જ રાખી. જંગે નછૂટકે પેાતાના મુખ્ય સેનાપતિને સામગ્રી સાથે રાજાને કાબૂમાં લેવાને મેકલ્યા. એ સેનાપતિએ રાજાના લશ્કરને મારી હઠાવતાં તેના ખુશામતિયા હાથમાં રાજાને જે કંઇ માલ આવ્યે તે લઈ નાસી ગયા. સેનાપતિ રાજાને એક પાલખીમાં મેસાડી સન્માનપૂર્વક પાટનગર ખટમંડુ લઇ ગયેા. ત્યાં તેને નિવાસ માટે એક સ્વતંત્ર મહેલ આપવામાં આવ્યે.. પણ છતાં રાજાની કાવત્રાણાજી ચાલુ રહેતાં એ જ મહેલમાં તેના પર સન્માનનીય નજરકેદીને ચેાગ્ય સખત દેખરેખ ગોઠવાણી.
રાજાની આ સ્થિતિ છતાં રાણીએ, તેના મુખ્ય મદદગાર ગુરુપ્રસાદે અને તેના મળતિયાઓએ જંગના ખૂનને માટે હરેક પ્રયાસ ચાલુ જ રાખ્યા. પણ જંગની કુનેહબાજીથી એવા એક પણ પ્રયાસ સફળ ન થઈ શકયા. વિરાધીએએ મેકલાવેલ મારામાંથી કેટલાકને જંગે એવી કડક સખ્ત કરી, તેને ઝેર આપવાના પ્રયાસ કરનાર ફ્રૂટેલાં દાસદાસીઓની તેણે એવી કફોડી સ્થિતિ કરી કે પછી ગમે તેટલી લાલચે છતાં પણ વિરોધીઓને મારા મળવા જ મુશ્કેલ થઇ પડયા. રાણી નિરાશ બની, મળતિયાએ વિખરાઈ ગયા. ગુરુપ્રસાદ કંટાળીને જંગને શરણે આવ્યા. જંગે તેને લશ્કરમાં યેાગ્ય હૈદો આપ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com