Book Title: Suvas 1939 10 Pustak 02 Ank 04
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 23
________________ રાણા જંગમહાદુંર - ૧૭૩ નેપાળને માટે ઇંગ્લાંડનું હૈયું જીત્યું પણ હિંદના કમનસીબે તે પોતાનું હૈયું પણ ઈંગ્લાંડને આપતા આવ્યા. મહારાણીએ તેના મન પર ઇંગ્લાંડ એટલે સ્વર્ગખંડ અને તેની પ્રજા એટલે દેવ એવી છાપ પાડી દીધી. એ છાપ ઇંગ્લાંડને સત્તાવનના ખળવા પ્રસંગે કામ લાગી. ઇંગ્લાંડ છોડી જંગ ફ્રાન્સ આણ્યેા. ત્યાં પણ તેને બાદશાહી સન્માન મળ્યું. ફ્રાન્સના પ્રમુખે તેનું ભાવભર્યું સ્વાગત કર્યું; અને જંગની સાથે ફરી પેરીસ અને ફ્રાન્સનાં જોવાલાયક સંગ્રહસ્થાના, કલાભવના, મહેલા કે બાગબગીચા બતાવ્યા. મહાન નેપોલિયનની દરગાહની જંગના મન પર ઘણી ઊંડી છાપ પડી. નેપોલિયનના ભાઇની પણ તેણે મુલાકાત લીધી. જ્યારે તેને ફ્રાન્સના એક લાખ સૈનિકાની વિરલ કવાયત ખતાવવામાં આવી ત્યારે તેણે ઊંડા સંતેષ ને ફ્રાન્સને માટે મધુર પ્રેમ અનુભવ્યેા. ફ્રાન્સની વિદાય પછી જગ મીસર અને એડન થષ્ટ મુંબઈ બંદરે ઊતર્યાં. અહીં પણ તેનું શાહી સન્માન થયું. અહીંથી તે દ્વારકાની મુલાકાતે ગયા ને ત્યાં પ્રભુચરણે રૂ. ૫૦૦૦ની ભેટ ધરી. તે પછી રામેશ્વરનાં દર્શન કરી ત્યાં પણ ૫૦૦૦ની ભેટ મૂકી તે કાલંખા થઈ કલકત્તા પહોંચ્યા. કલકત્તાથી બનારસ પહેાંચી ત્યાં તેણે કાર્શીવિશ્વનાથનું ભાવભર્યું પૂજન કર્યું. અહીં વસતાં નેપાળનાં માજી મહારાણી અને તેમના કુંવરા વચ્ચે ચાલતી તકરારના તેણે નીવડે આણ્યા અને પછી તરતજ તે નેપાળને પન્થે પડયા. એક વર્ષની ગેરહાજરી પછી તે ખટમંડુના પોતાના નામાંકિત મહેલ ચાપથલીમાં આવી પહાંચ્યા. જંગ આ રીતે પરદેશથી વિરલ પ્રીતિ વરીને આવ્યે છતાં કાવત્રાંબાજો હજી પ્યા નહેાતા. પરદેશમાં તેની સાથે રહેનાર એક સાથીએ ગુપ્ત અફવા ઉડાડી કે જંગે ખ્રિસ્તિસ્મા સાથે ભાજન લઈ હિંદુત્વને કલંક લગાડયું છે. જંગ જેવા નરવીરને હિંદુ સમાજની અાર કરવા સંભવિત નહાતા; એટલે તેના ખૂનની ચેાજના રચાણી અને તે યાજનામાં જંગના જ એ ભાઈ ઉપરાંત નાના રાજકુમાર વગેરે સામેલ થયા. પણ એક ભાઈનું હૈયું પીગળી જવાથી ચેાજના બહાર પડી ગઈ તે કાવત્રાંબાજોને કેદ કરી બ્રિટિશ હદમાં મેાકલી દેવામાં આવ્યા. આ પછી તેપાળમાં જગ બિનહરીફ બન્યા. તે જ નેપાળના સાચા શહેનશાહ ગણાવા લાગ્યા. રાણા સુરેન્દ્રવિક્રમે તેના વર્ચસ્વથી કંટાળી નિવૃત્ત થવાના વિચાર કર્યાં પણ જંગે તેને યુક્તિથી સિહાસન પર ટકાવી રાખ્યા. પ્રજામાં તેણે જરૂરી સુધારા કર્યા. કાયદાને વ્યવસ્થિત ખનાવી દેશમાં તેણે સુખ અને શાંતિની સ્થાપના કરી. જંગબહાદુર સ્વભાવે દયાળુ છતાં નિર્દયતાના કૅસેામાં તે કડક ન્યાયાધીશ હતા. એક પ્રસંગે એક મેચીની સાથે પ્રેમમાં પડેલી કાઈક સ્ત્રીએ પેાતાનું દુષ્ચરિત્ર છુપાવી રાખવાને પેાતાના બાળપુત્રને મારી તેનું જ માંસ પતિને પીરસ્યું. પતિને શક જતાં તેણે તપાસ કરાવરાવી ને પાપ બહાર આવતાં તે ક્રેસને છેવટના ફેંસલા જંગની સમીપ આવ્યેા. જંગ આ નિર્દયતા ન સહી શકો. તેણે તે સ્ત્રીને ભૂખ્યા વાધના પીંજરામાં ધકેલી દેવાની આજ્ઞા ફરમાવી. પણ વાધ એ સ્ત્રોતે ન અડકયો. જ્યારે એને ખૂબ ઉશ્કેરવામાં આળ્યે ત્યારે તેણે એને ચૂંથી નાંખી પણ દિવસા સુધી ભૂખે માર્યા છતાં એ સ્ત્રીના માંસને તે તે ન જ સ્પર્ધા જંગને આ પરથી પ્રાણીઓના સ્વભાવ, તેમની બુદ્ધિ, તેમની મહત્તા વગેરે વિષે માન પેદા થયું. જંગબહાદુરની વિરલ સેવાથી આકર્ષાઈ નેપાળની પ્રજાએ તેનું સ્મારક ઊભું* કરવાની મહેચ્છા દર્શાવી. જંગે પહેલાં તે વાંધા ઊઠાવ્યા પણ પછી ખૂબ આગ્રહ થતાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52